________________
(૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા
૩૧
ચાર્જ ના થાય અને ચાર્જ થાય તો એક અવતાર પૂરતું, અમારી આજ્ઞા (પાળે એટલા) પૂરતું.
પ્રશ્નકર્તા ઃ એટલે ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય?
દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા જ. એ ભાવમનથી જ શરૂઆત થાય છે. ભાવ એટલે સ્થાપન કરવું, અસ્તિત્વ સ્થાપન કરવું. જ્યાં પોતે નથી ત્યાં અસ્તિત્વનું સ્થાપન કરવું. ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે ને દ્રવ્યમન એટલે ડિસ્ચાર્જ થતો પ્રતિષ્ઠિત આત્મા. અહંકાર હોય તો જ ચાર્જ થાય.
પ્રશ્નકર્તા તો આ બધા ભાવો પ્રતિષ્ઠિત આત્મા નથી કરતો ?
દાદાશ્રી : (ડિસ્ચાર્જ)પ્રતિષ્ઠિત આત્મા પણ વસ્તુસ્થિતિમાં ભાવ કરે જ નહીં ને શુદ્ધાત્માય ભાવ કરે નહીં. આ તો “હું ચંદુભાઈ છું એમ જે માને છે, એ (કારણ) વ્યવહાર આત્મા ભાવ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો ભાવથી જ ઊભો થયો છે, ને જો ભાવ ના હોત તો એ પ્રતિષ્ઠિત આત્મા હોત જ નહીં.
અક્રમતી છે કેણ, પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા ઃ આ શુભ-અશુભ ભાવ થાય છે તે કોને થાય છે, પ્રતિષ્ઠિત આત્માને ?
દાદાશ્રી : એવું છે કે શુભ અને અશુભ ભાવ પ્રતિક્તિ આત્મા કરે તે વખતે તે પ્રતિષ્ઠિત આત્મા ગણાતો નથી, તે ઘડીએ વ્યવહાર આત્મા ગણાય છે. પ્રતિષ્ઠિત આત્મા તો જેને સ્વરૂપજ્ઞાન મળ્યા પછી બાકી રહ્યો તે પ્રતિષ્ઠિત આત્મા. જે પ્રતિષ્ઠા દેહમાં “હુંપણાની કરી હતી, તે પ્રતિષ્ઠાનું ફળ રહ્યું છે. સ્વરૂપજ્ઞાન પહેલાં પ્રતિષ્ઠિત આત્મા કહેવાય નહીં, વ્યવહાર આત્મા કહેવાય.
પ્રશ્નકર્તા: તો દાદા, ભાવસત્તા કોની ? દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને ભાવસત્તા હોય નહીં. ભાવસત્તા હોય