________________
આતાવાણી શ્રેણી-૧૪ ભાગ-૩
ખંડ - ૧
આત્માના સ્વરૂપો
[૧]
પ્રતિષ્ઠિત આત્મા
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
હું ચંદુ' એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા એટલે શું?
દાદાશ્રી : જ્યાં સુધી હું ખુદ કોણ છું એ જાણે નહીં, ત્યાં સુધી જે આત્મા આપણે ગણીએ છીએ કે આ “ચંદુલાલ હું છું', એ આત્મા એટલે શું ? પોતાની સેલ્ફ. પોતાની સેલ્ફની ગણતરી (ગું , કેવો છું, કોણ છું એ માન્યતા), કે આ “હું ચંદુલાલ' તે (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતમ અહંકાર), અને આ ચંદુલાલ છે, દેહ છે, એ (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતર અહંકાર) છે, પૂર્વે પ્રતિષ્ઠા કરેલી તે જ છે.
પ્રતિષ્ઠિત આત્મા એટલે જે ‘તમે અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા કરી કે “ ચંદુલાલ, હું આ બાઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં.” એ પ્રતિષ્ઠા કર કર કરી. આ ચંદુલાલ શબ્દ નહીં જોવાનો. પણ પોતે