Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ આપ્તવાણી-પ આપ્તવાણી-પ ‘ઈનડાયરેક્ટ' પ્રકાશ થયો. એવી રીતે આત્માનો પ્રકાશ અહંકાર ઉપર પડે છે અને ત્યાંથી બહાર નીકળે છે તે બુદ્ધિ થઈ. અરીસાની જગ્યાએ અહંકાર છે ને સૂર્યની જગ્યાએ આત્મા છે. આત્મા મૂળ પ્રકાશવાન છે. સંપૂર્ણ સ્વ-પર પ્રકાશક છે. તે પરને પ્રકાશે ને પોતાને પણ પ્રકાશે. આત્મા બધાં જ જોયોને પ્રકાશ કરે. એટલે અહંકારના “મીડિયમ'થી બુદ્ધિ ઊભી થઈ છે. અહંકારનું મીડિયમ” ખલાસ થઈ જાય, તો બુદ્ધિ રહે નહીં. પછી ‘ડાયરેક્ટ’ પ્રકાશ આવે. મને ‘ડાયરેક્ટ' પ્રકાશ મળે છે. તમારે હવે કરવાનું શું બાકી રહ્યું ? અહંકાર ને બુદ્ધિને ખલાસ કરવાની રહી. હવે એ ખલાસ શી રીતે થાય ? ‘આત્મા પોતાના ધર્મમાં આવે તો એ બન્ને નીકળી જાય. બીજા બધાં તો પોતપોતાના ધર્મમાં જ છે, બીજો કશો ફેરફાર કરવાની જરૂર નથી. હવે ‘આત્માને પોતાના ધર્મમાં લાવવા માટે શું કરશો ? એના માટે શું સાધન જોઈએ ? પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ ઓછા થવા જોઈએ. દાદાશ્રી : આ વીંટી છે. એની મહીં તાબાનું મિશૂર છે. હવે આપણે ગમે તેને કહીએ કે આમાંથી સોનું ને તાંબું જુદું કરી આપો, તો તે કરી આપે ખરો ? પ્રશ્નકર્તા : ના કરી શકે. દાદાશ્રી : કેમ એમ ? પ્રશ્નકર્તા : એ તો સોનીનું જ કામ. દાદાશ્રી : બીજાં બધાં ના પાડે કે આ ન હોય અમારું કામ. એટલે આત્મા જો જાણવો હોય તો આત્માના જાણકાર હોવા જોઈએ. પ્રશ્નકર્તા: ‘સત્ પુરુષ' રૂપી સોની હોવો જોઈએ. દાદાશ્રી : ના, સત્ પુરુષ તો ‘આ’ બધાય મહાત્માઓને કહેવાય છે. સત્ પુરુષ કોને કહેવાય કે સત્ જેણે પ્રાપ્ત કર્યું અને પુરુષાર્થ ધર્મમાં આવ્યો છે. સત્ એટલે અવિનાશી. સત્ પુરુષોએ પોતાનું અવિનાશી પદ પ્રાપ્ત કર્યું હોય. ‘હું આત્મા છું' એવી પ્રતીતિ, જાગૃતિ આવી હોય. પણ તે સત્ પુરુષ જ કહેવાય, ‘જ્ઞાની પુરુષ' ના કહેવાય. ‘ક્રમિક'માં સત્ પુરુષને ત્યાગાત્યાગ સંભવે, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ સંભવે નહીં ! ‘જ્ઞાની પુરુષ' તો બીજાને મોક્ષનું દાન આપે ! બીજાને જ્ઞાનમય બનાવે !! શ્રીમદ્ રાજચંદ્ર ‘જ્ઞાનીને મોક્ષદાતા પુરુષ કહ્યા. ‘આ’ બધાં મોક્ષમાં રહે ખરાં, પણ બીજાને મોક્ષ આપી ના શકે. એમને આત્માનાં પ્રતીતિ ને લક્ષ જ બેઠેલાં હોય. આત્માનું અસ્પષ્ટ વેદન એમને હોય. આમાં તો આત્માનું સ્પષ્ટ વેદન જેને છે એવા ‘જ્ઞાની પુરુષ” જોઈએ. એમને જ્યાં ને ત્યાં આત્મા સિવાય બીજું કશું દેખાતું જ ના હોય. એમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ ના હોય. ગજવું કાપનારોય દોષિત ના દેખાય ને દાન આપનારોય દોષિત ના દેખાય. છતાં તમે મને એમ પૂછો કે એ બે સરખા કહેવાય ? ત્યારે હું કહું કે, આ દાન આપનારો છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે અને જે ગજવું કાપે છે તે જે ક્રિયા કરી રહ્યો છે, તેનું ફળ એ ભોગવશે. બાકી દોષિત કોઈ નથી. પ્રશ્નકર્તા : દોષિત કેમ ના કહેવાય ? દાદાશ્રી : એ બધા સંજોગ અનુસાર કરે છે. સારું કરનારોય સંજોગાનુસાર કરે છે અને ખરાબ કરનારોય સંજોગ અનુસાર કરે છે. હવે આત્માને આત્મધર્મમાં લાવવા માટે મોક્ષદાતા પુરુષ જોઈશે. કૃપાળુદેવે એમના આખા પુસ્તકનો સાર કહ્યો છે કે, “બીજું કાંઈ શોધ મા, માત્ર એક સત્ પુરુષને ખોળી તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.” એટલે આપણને જો મોક્ષ ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ' નથી. પ્રશ્નકર્તા : આત્મા પોતાના ધર્મમાં આવ્યો, તેની ખાતરી શી ? દાદાશ્રી : આ બધું ‘હું કરું છું” ને આ ‘હું છું’ એ રોંગ બિલીફો

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 222