Book Title: Aptavani 05 06 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ આપ્તવાણી-પ આપ્તવાણી-પ તે બહુ જૂજ, નહીં જેવી જ બુદ્ધિ કહેવાય. ૩૬૦ ડિગ્રીએ સંપૂર્ણ ભગવાન કહેવાય ને આ “પટેલ” ૩૫૬ ડિગ્રી પર છે. એમનામાં ચાર ડિગ્રી ઓછી છે. એટલે એ જુદા પડ્યા, નહિ તો ‘આ’ પણ “મહાવીર’ જ કહેવાત ! એટલે આ બુદ્ધિનો ધર્મ નફો-ખોટ દેખાડે તે છે. ગાડીમાં, કોઈનો સોદો કરે તેમાં કે કઢીની તપેલી ઢળી ગઈ, તો તરત બુદ્ધિ એનો ધર્મ બજાવે કે ના બજાવે ? પ્રશ્નકર્તા : બજાવે. દાદાશ્રી : હવે બુદ્ધિનો આ સિવાયનો બીજો પણ એક ધર્મ છે, તે શું છે કે બુદ્ધિ ‘ડીસીઝન’ લે છે. જો કે ‘ડીસીઝન’ લેવાનો બુદ્ધિનો સ્વતંત્ર ધર્મ નથી. બુદ્ધિ ‘ડીસાઈડ કરે, એના પર અહંકાર સહી કરે તો જ એ પૂરું થાય. અહંકારની સહી વગર ‘ડીસીઝન' રૂપકમાં આવે જ નહીં. એટલે આ અંતઃકરણમાં ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ છે. એના ચાર મેમ્બરો” છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જો મન અને બુદ્ધિ એક થયાં તો અહંકારને સહી કરવી જ પડે. ચિત્ત અને બુદ્ધિ એક થઈ ગયાં તો ય અહંકારને સહી કરી આપવી પડે. એટલે જેના પક્ષમાં ત્રણ થયાં એની વાત માન્ય થાય. આ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનની વાતો છે. પણ તે તમને તમારી બુદ્ધિથી સમજાવું જોઈએ. તમને જ્ઞાન તો નથી ને ? પ્રશ્નકર્તા : જ્ઞાન તો છે ને ! દાદાશ્રી : શેને તમે જ્ઞાન કહો છો ? પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સમજ. દાદાશ્રી : જ્ઞાન એટલે સમજ નહીં, જ્ઞાન એટલે પ્રકાશ. જો પ્રકાશ તમને હોય તો ઠોકર ના વાગે. પ્યાલા ફૂટી જાય કે ગમે તે થાય તો આપણને અસર ના થાય. તમને અસર થાય છે ? પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : તો એ પ્રકાશ નથી. આ તો બધું અંધારું છે. હવે અહંકારનો શો ધર્મ છે ? પ્રશ્નકર્તા : અહમૂભાવ રાખવો તે. દાદાશ્રી : ના. જ્યાં જુઓ ત્યાં અહમ્ ‘કર્યું’ કરે. બસ ! અહંકાર, ખાલી અહંકાર જ કરે છે કે “મેં કર્યું. મેં ભોગવ્યું !” આ કેરી ખાધી તે વિષય જીભ ભોગવે છે, બુદ્ધિ ભોગવે છે કે અહંકાર ભોગવે છે? પ્રશ્નકર્તા : અહંકાર ભોગવે છે. દાદાશ્રી : હવે જીભ સ્વાદ લે છે ને અહંકાર ખાલી કહે છે કે “આવું કર્યું !” આત્મામાં અહંકાર નામની વસ્તુ જ નથી, પણ આ ઊભી થયેલી છે. ને પોતપોતાના ધર્મમાં જ છે પાછી ! અહંકાર કરવાની જગ્યાએ નિરંતર અહંકાર કર્યા જ કરે છે. કોઈ અહંકાર ઉપર ઘા કરે, અપમાન કરે તો તરત અહંકાર ભગ્ન થાય કે ના થાય ? માન-અપમાન બન્નેની અસર થાય છે ને ? એટલે અહંકાર, અહંકારના ધર્મમાં છે. એટલે કાન કાનના ધર્મમાં છે, આંખ આંખના ધર્મમાં છે, નાક નાકના ધર્મમાં છે, સહુ સહુના ધર્મમાં છે. હવે મહાવીર ભગવાનને પણ આંખ, કાન, નાક બધાં સહુ સહુના ધર્મમાં હતાં. તેમનું પણ મન મનના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં હતા. તેમને બુદ્ધિ અને અહંકાર ખલાસ થઈ ગયેલાં. તમારેય સહુ સહુના ધર્મમાં છે. ‘આત્મા” એકલો જ એના ધર્મમાં નથી. “આત્મા’ એના ધર્મમાં આવે તો બુદ્ધિ ને અહંકાર ખલાસ થાય. એનું કારણ તમને સમજાવું. આત્મા અને બુદ્ધિમાં ફેર ખરો કે નહીં ? આત્મા એ પ્રકાશ છે અને બુદ્ધિ પણ પ્રકાશ છે. બુદ્ધિ એ “ઈનડાયરેક્ટ’ પ્રકાશ છે, ને આત્મા તો ‘ડાયરેક્ટ’ પ્રકાશ છે. “ઈનડાયરેક્ટ’ પ્રકાશ એટલે સૂર્યનું અજવાળું અરીસા ઉપર પડ્યું ને અરીસામાંથી પ્રકાશ રસોડામાં ગયો. આPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 222