Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02 Author(s): Parshwa Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh View full book textPage 7
________________ રહી ગયા છીએ. આપણે સૌએ હવે એ સ્વીકારવું જ રહ્યું કે આપણી પ્રકૃણ સાહિત્ય કૃતિઓ સમગ્ર ગુજરાતી ભાષાની સાહિત્ય—મંજુષાનાં મહાહ મૌક્તિક છે તેના પ્રકાશ પૂજથી વધુ વખત વંચિત રહેવું એટલે આપણાં સાહિત્યનાં ઉચ્ચ તને જ અનાદર કર્યો ગણાય. ઐતિહાસિક પ્રમાણે પ્રત્યે પણ એજ રીતે ઉપેક્ષા કરી શકાય નહીં. લેખકશ્રીએ તેમના વિસ્તૃત વક્તવ્યમાં ઉત્કીર્ણ લેખો દ્વારા પ્રસ્તુત અધ્યયન-સામગ્રી પર વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરીને અનેક તથ્યની જાણકારીને સંપૂટ આપણી સમક્ષ ધરી દીધું છે. એ દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાનો પરિચય પણ આપણને મળી રહે છે, એટલે આ ગ્રંથની વસ્તુ અંગે મને વધુ કાંઈ પણ જણાવવાનું રહેતું નથી. ગ્રંથના પ્રકાશન અંગે એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે અને તે એ કે તેનો હેતુ નફા માટે નહીં પણ સાહિત્ય પ્રચાર માટે છે. ગ્રંથનું કલેવર, પાકું બાઈડિંગ, ફેટપ્લેટસ તેમ જ સંશોધન-પ્રકાશન ખર્ચને હિસાબ કરતાં જ તેની પડતર કીંમત રૂા. ૫) થવા જાય છે; છતાં તેની કીંમત માત્ર રૂા. ૩) રાખી છે, અમને શ્રદ્ધા છે કે આ નજીવી કીંમતને લાભ લઈને જિજ્ઞાસુ સાધર્મિક બંધુઓ તથા બહેને આ ગ્રંથ ખરીદશે જ. સંઘની સ્થાપના પહેલાં ગચ્છના સાહિત્ય-પ્રકાશનના ધ્યેયને વરેલું વ્યવસ્થિત તંત્ર કે એવી કઈ કેન્દ્રવતી સંસ્થા અસ્તિત્વમાં ન હોઈને આ અગત્યના કાર્યમાં આપણે ઘણા જ પાછળ રહી ગયા છીએ. આ ગ્રંથના પ્રકાશનથી હવે સાહિત્ય-પ્રકાશનના કાર્યને ન જ તબક્કો શરૂ થાય છે. થોડા જ સમયમાં રાસ-સંગ્રહ પ્રકાશિત થઈ જશે; અને એ પછી પણ આ પ્રવૃત્તિ વિસ્તરતી જવાની એ ચક્કસ વાત છે. મને આશા છે કે આપ સૌના સાથ-સહકારથી અમારી જ્ઞાન-પ્રવૃત્તિ દિન-પ્રતિદિન ફૂલશે-ફાલશે. અસ્તુ. માટુંગા, તા. ૨૦-૧-૧૯૭૧ લી. સંધ સેવક, નારાણજી શામજી મોમાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 288