Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ આવી ગયા છે. એ ઉપરાંત અગરચંદજી નાહટા, મહે. વિનયસાગરજી, મુનિ કાન્તિસાગરજી, મુનિ કંચનસાગરજી, સૌભાગ્યચંદજી લોઢા તેમજ યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગરના સંગ્રહમાં અનેક લેખો અપ્રકાશિત દશામાં પડ્યા છે. મુનિ કંચનસાગરજી અને ઉક્ત ભાવનગરના સંગ્રહના લેખો તે છેલ્લાં ૪૦-૫૦ વર્ષોથી નેંધાયેલા પડ્યા છે! એ લેખોની પ્રતિમાઓ પણ આજે એ સ્થાને મળવી મુશ્કેલ છે અને કેટલીક ધાતુમૂર્તિઓ તે ખંડિત દશામાં પ્રાપ્ત થાય છે; ઉદાહરણથે લેખાંક ૩૯ ની ધાતુમૂર્તિ ખંડિત હોઈને મને તેને લેખ અપૂર્ણ પ્રાપ્ત થયેલો પરંતુ ઉક્ત સંગ્રહમાંથી તે મૂર્તિલેખ સંપૂર્ણ પ્રાપ્ત થતાં લેખાંક ૫૧૪ માં નોંધ્યો છે. ઉપર્યુક્ત પ્રકાશિત-અપ્રકાશિત લેખોનો સમાવેશ મેં પ્રસ્તુત સંગ્રહમાં કર્યો હોઈને સંગ્રાહકોને હું આભાર માનું છું. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગરના સંગ્રહને ઉપયોગ કરવા દેવા બદલ ૫. અભયચંદ્ર ગાંધીને હું ઋણી છું. આ સંગ્રહ તૈયાર કરવામાં માર્ગદર્શક થનાર પં. લાલચંદ્ર ભ. ગાંધીનો તો જેટલો આભાર માનું તેટલું ઓછું છે. એવી જ રીતે પત્ર દ્વારા લેખો પાઠવીને અનેક મહાનુભાવેએ મને ઉપકૃત કર્યો છે, એ સૌને પણ યાદ કરવા જ રહ્યા. આટલું નોંધ્યા પછી મૂળ વિષય પર આવીએ. અચલગચ્છીય લેખની વિશેષતા વેતાંબર જૈન-મૂર્તિ લેખોમાં વિવિધ વિષયક અધ્યયન-સામગ્રીમાં નિમ્નક્ત બાબતો સમાન હોય છે. સંવત, માસ, પક્ષ, તિથિ, વાર, જ્ઞાતિ–ઉપજ્ઞાતિ, નેત્ર, પ્રતિષ્ઠાપક શ્રેણી અને તેના કુટુંબની નામાવલી, તેમનાં પદને દર્શાવતાં વિશેષણે. ઉપદેશક આચાર્ય અને તેમના ગુરુનાં નામ, ગચ્છનું નામ, તીર્થકરનું નામ, જેમના શ્રેયાર્થે પ્રતિમા ભરાવી હોય તેનું નામ, પ્રતિષ્ઠાનું સ્થળ ઈત્યાદિ. અચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખમાં ઉપર્યુક્ત પરિપાટીનું દર્શન તે થાય જ છે, કિન્તુ તે સિવાય તેમાં બે વિશિષ્ટતા આપણું ધ્યાન આકૃષ્ટ કર્યા વિના રહેતી નથી, કેમકે તે અન્ય ગછના લેખમાં નીરખાતી નથી. પ્રથમ તો લેખની જમણી બાજુના મધ્ય ભાગમાં છત્રધારી કે વધારી દેવની ભવ્ય આકૃતિ-જે ઉપસાવેલી કે કોતરેલી હોય છે તે. વિવિધ અલંકારોથી વિભૂષિત કઈ ભાવુક દેવ પ્રભુના મસ્તક ઉપર વજ કે છત્ર ધરીને નુત્ય મુદ્રામાં ઉભે હોય અને પ્રભુની સેવા પ્રાપ્ત થવાથી કૃતકૃત્યતાનો ભાવ દર્શાવતો હોય એ દશ્ય ખરેખર, કલાત્મક જણાય છે. કેટલીક મોટા કદની ધાતુમૂર્તિમાં તો ભાવાત્મક ગાંભીર્ય દર્શાવતી એ ભવ્ય મૂર્તિના સુરેખ અંગ મરોડને કંડારીને શિલ્પકાર તેમાં એવી ચેતના જડી દે છે કે તે શિલ્પના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બની જાય છે. જૈન મૂર્તિ-વિધાનમાં આવી આકૃતિ અંગે ક્યાંય ઉલેખ ન હોઈને આ વિશેષતા નોંધનીય બની રહે છે. આ બીજી વિશેષતા એ કે આ ગચ્છની સામાચારી અનુસાર પ્રતિષ્ઠા-વિધિ એ ત્યાગીનું નહિ પણ શ્રાવકનું કર્તવ્ય હાઈને લેખમાં ત્યાગીના ઉપદેશથી” પ્રતિષ્ઠા થઈ એવો ૩લેખ હોય છે. અન્ય ગચ્છની શ્રમણચર્યામાં ત્યાગી પણ પ્રતિષ્ઠા કરી શકતા હોઈને એવા લેખમાં “ઉપદેશન', ઉપદેશાત્” “વચસા' (લેખાંક ૫૯૧) કે “ગિરા' (લેખાંક ૧૦૪) જેવા શબ્દપ્રયોગ જેવા * આ આકૃતિ માટે જુઓ કચ્છ-અંજારની ધાતુમૂર્તિની ફોટો લેઈટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 288