Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૧૩
અચલગચ્છ” એ નામો પણ વપરાય છે. વિધિપક્ષ, અંચલ કે અચલ પરથી વિધિગણ, આંચલિક કે અવિચળ એવા શબ્દ પ્રયોગો પણ અનુક્રમે પ્રજાતાઃ જુઓ લેખાંક ૨૬૬, ૫૦૯, ૮૭૯ ઈત્યાદિ.
વર્તમાન ત્રણે મુખ્ય છો-તપા-ખરતર-અચલ, ચૈત્યવાસીઓએ શાસનમાં કરેલા અવિધિને નિર્મૂળ કરી તેને સ્થાને વિધિમાર્ગનું પ્રતિષ્ઠાન કરવાના ધ્યેય સાથે પ્રાદુર્ભૂત થયા હઈને “વિધિપક્ષ તરીકે ઓળખાતા આ ગચ્છની જેમ તપાગચ્છ કે ખરતરગચ્છના લેખોમાંથી પણ “વિધિપક્ષ”, “વિધિમાગ”, “વિધિસમુદાય” વગેરે શબ્દો પ્રાપ્ત થાય છે. ખરતરગચ્છીય જિનાલયને ઓળખાવવા માટે “વિધિચૈત્ય” જે શબ્દ પ્રયોગ સુપ્રસિદ્ધ છે. આગમોક્ત સામાચારીના પ્રતિપાદન માટે અચલગચ્છ જુસ્સાભેર કાર્ય કર્યું હઈને આ ગરછનું ‘વિધિપક્ષ” પર્યાયવાચી નામ સવિશેષ પ્રચલિત થયું. લેખાંક ૨૮૩ માં આવતા વિધિપક્ષ મુખ્યાભિધાન” તથા લેખાંક ૪૩૦ માં “વિધિપક્ષીય અંચલગચ્છ” આદિ ઉલ્લેખ આ સંદર્ભમાં ઘણા સૂચક છે.
અહીં વિષયાંતર કરીને એક મુદ્દા પર ધ્યાન ખેંચવું જરૂરી છે. મોઢેરાના સંઘના આગેવાનોએ મને વાતચીત દરમિયાન જણાવેલું કે ત્યાંની બે પ્રાચીન ધાતુમૂર્તિઓ થોડા મહિના પહેલાં ચોરાઈ ગયેલી. આ ગચ્છના સૌથી પ્રાચીન ઉત્કીર્ણ પ્રમાણ તરીકે પ્રસ્તુત મૂર્તિનું મૂલ્ય ઘણું હોઈને તેના હાલ પણ એવા ન થાય તે માટે ગચ્છના અગ્રણીઓએ તેને પ્રાપ્ત કરીને સુરક્ષિત સ્થાને મૂકાવવા એગ્ય પ્રબંધ કરવો અત્યંત જરૂરી છે. આ કાર્ય સવેળાએ હાથ ધરાય એ આપેક્ષિત છે. મને આશા છે કે આપણા સંઘાગ્રણીઓ મારા આ સૂચન પર પૂરતું લક્ષ આપશે. ગચ્છના ઈતિહાસની આધાર શિલાઓ
આપણે જોયું કે ઉત્કીર્ણ પ્રમાણે સૌથી વિશ્વસનીય હોઈને ઈતિહાસ નિરુપણ માટે તે આધાર શિલાઓ બની રહે છે. અચલગચ્છીય લેખના પ્રસ્તુત સંગ્રહ માટે પણ આમ કહી શકાય. ગચ્છના પટ્ટધરો, શાખાચાર્યો, શ્રેષ્ઠીવર્યો, મંત્રીઓ વગેરેના ઉલ્લેખ ધરાવતા લેખો સ્વાભાવિક રીતે જ કાળક્રમ, વિહારપ્રદેશ, શિષ્ય–સમુદાય, નૃપતિ-પ્રતિબોધ અમારિ ઉોષણ, તીર્થસંઘ, જિનભવન નિર્માણ, પ્રતિષ્ઠા-મહોત્સવ ઈત્યાદિ ધર્મોદ્યોતનાં અનેક કાર્યો ઉપર વિશદ્ પ્રકાશ પાથરે છે. તેમાંથી પ્રાપ્ત વિવિધ વિષયક અનેકાનેક સામગ્રીનું જે વ્યાપક સંદર્ભમાં દહન કરવામાં આવે તો તે ભારતીય સાંસ્કૃતિક ઈતિહાસને વિશિષ્ટ અધ્યાય બની શકે એવી ક્ષમતા ધરાવે છે. આવી વિશાળ અધ્યયન-સામગ્રીમાંથી અહીં માત્ર ગચ્છના ઇતિહાસને સંપર્શતા મુદ્દાઓ જ નોંધવા પ્રસ્તુત બનશે. (૧) લેખાંક ૨૮૮ માં અચલગચ્છ પ્રવર્તક આચાર્ય આર્ય રક્ષિતસૂરિન પાટકમ ૪૮ માં દર્શાવાય છે “અંચલગચ્છની મોટી પટ્ટાવલી”માં... આ ક્રમ ૪૭ મો છે, તથા અઢારમી સદીમાં થઈ ગયેલા પટ્ટધર આચાર્ય ઉદયસાગરસૂરિ તેમજ ઉપાટ દર્શનસાગરજી એ કમ ૪૬ મો માને છે. “વીરવંશાવલી”માં પટ્ટધરોની જે નામાવલી છે તે વળી નવા જ કમનું
Aમનિ ધમ સાગરજી દ્વારા સંપાદિત “ અંચલગચ્છની મેટી પદાવલી ” પૃ. ૧૨૦. * શ્રી આદિનાથને રાસ” તથા “ ગુણવર્મ રાસ”ની પ્રશસ્તિઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com