Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૧૨ નથી મળતા. અચલગચ્છીય લેખોમાં પ્રતિષ્ઠા શ્રાવક કે સંઘદ્વારા થતી હોઈને પ્રતિષ્ઠિત સુશ્રાવકેણ” કે “સંઘેન” એવા ઉલ્લેખો સર્વત્ર નીરખાય છે. એવી જ રીતે “શતપદી” જે અચલગચ્છની સામાચારીને માન્ય ગ્રંથ છે, તેમાં ગુરુપ્રતિમાનો સ્પષ્ટ નિષેધ હેઈને ગુરુપ્રતિમાઓના લેખો પ્રાપ્ત થતા નથી એ બાબત પણ નોંધનીય બને છે. અલબત્ત, ગુરુપાદુકાનો ઉક્ત સામાચારીમાં નિષેધ ન હેઈને પાદુકાઓના લેખો સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. આ શતાબ્દીઓ જૂની માન્યતાઓ છેલ્લી શતાબ્દીમાં પરિવર્તિત થઈ અને યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ અનેક સ્થાનોમાં બિરાજિત કરવામાં આવી. A આમ થવાનું કારણ અન્ય ગચ્છની સંભવિત અસર કે ઉપસ્થિત સંજોગો ગણાવી શકાય. અલબત્ત, આ તાત્ત્વિક પર્યેષણાનો પ્રશ્ન છે. અહીં તો માત્ર એટલું જ જણાવવું પ્રસ્તુત છે કે ગુરૂપ્રતિમાઓના લેખો પણ હાલમાં પ્રાપ્ત થાય છે, જુએ લેખાંક ૩૮૯, ૩૯૧, ૩૯૬, ૪પ૭ ઈત્યાદિ. આ પ્રમાણે સામાચારી-પરિવર્તનના અત્યંત મૂળભૂત અંગને સ્પર્શતા આ લેખો આપણી સમક્ષ નકકર હકીકતરૂપે રજૂ થાય છે. મૂલનાયકજીની સન્મુખ જિનાલયના નિર્માતા શ્રેષ્ઠીની તથા તેની પત્નીની (૯૦ ૮૮૦–૧) બે કર જોડેલી મૂર્તિઓ મૂકવા બાબતમાં બધા ગચ્છમાં એકમત પ્રવર્તે છે. સૌથી પ્રાચીન લેખ ગુજરાતના પ્રાચીન તીર્થધામ મોઢેરાના શ્રી પાર્શ્વનાથ જિનાલયની સં. ૧૨૩૫ ની ધાતુમૂર્તિન લેખ (૧૦૬૨) આ સંગ્રહનો જ નહિ, અચલગચ્છને સૌથી પ્રાચીન પ્રાપ્ય એતિહાસિક પૂરાવો છે. ગચ્છનો પ્રાદુર્ભાવ સં. ૧૧૬૯ માં થયો હોઈ એ લેખ તે પછી માત્ર ૬૬ વર્ષના ગાળા બાદ અસ્તિત્વમાં આવ્યો. એથી પ્રાચીન ઉત્કીર્ણ પ્રમાણે આજ સુધી પ્રકાશમાં આવ્યું નથી. મેં સપ્ટેમ્બર, ૧૯૭૦ માં ઉત્તર ગુજરાતને સંશોધન પ્રવાસ યોજેલ એ દરમિયાન બધાં મહત્ત્વના કેન્દ્ર સાથે મેઢેરા જવાનું પણ થયેલું, ત્યારે ઉક્ત મૂર્તિ મારા ધ્યાનમાં આવેલી. ગચ્છપ્રવર્તક આચાર્ય આર્ય રક્ષિતસૂરિ કે એમના પ્રભાવક પટ્ટશિષ્ય જયસિહસૂરિ, જેમણે ગચ્છના વિસ્તારમાં અદ્વિતીય ગદાન આપ્યું તેમના ઉલેખવાળી સૌથી પ્રાચીન ધાતુમૂર્તિ ખોળી કાઢવા માટે મેં અનેક પ્રયાસો કરેલા, કિન્તુ સફળતા ન મળી; એટલે પ્રસ્તુત મૂર્તિ પ્રાપ્ત થતાં ભારે હર્ષ અનુભવ્યો. લેખની ઈઝેશન પિન્સીલ ઘસીને પ્રાપ્ત કરી લીધી.* મે, ૧૯૬૯ નો મારો કચ્છને સંશોધન પ્રવાસ ફળદાયી હતા, કિન્તુ ઉત્તર ગુજરાતના પ્રવાસમાંથી મળેલી આ નાનકડી સામગ્રી ખરેખર, અમૂલ્ય કહી શકાય એમ છે. લેઓક્ત આચાર્ય સંઘપ્રભસૂરિ વિશે ક્યાંયથી પણ ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી. તેઓ સંભવતઃ ગચ્છપ્રવર્નાકદ્વારા આચાર્યપદ સ્થિત ૧૨ શિષ્યમાંના એક છે. આ પ્રાચીન લેખ પર પ્રકાશ પડતાં નૂતન ગચ્છ-સૃષ્ટિ, જેમાં તપાગચ્છ, ખરતરગચ્છ તેમ જ અચલગચ્છ મુખ્ય છે, તેના પ્રાદુર્ભાવ સમયના એક આચાર્યનું નામ ઇતિહાસમાં પહેલી જ વાર નાંધાશે. પ્રસ્તુત લેખમાં “અંચલગચ્છ સ્પષ્ટ વંચાય છે, એટલે ગચ્છના ઉષઃ કાળથી જ એ નામ પ્રચલિત હતું એમ સિદ્ધ થાય છે. આ ગચ્છને ઓળખવા માટે “વિધિપક્ષ'; કે A એમની મૂર્તિ માટે જુઓ આ સંગ્રહની ફોટો લેઈટ. * લેખના ઈઝેશનની ફેટ પ્લેઈટ આ સંગ્રહમાં આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 288