Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
એવી જ રીતે વહીવંચાઓની વહીઓમાંથી પણ મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાઓ સંબંધક ઉલેખે નજરે ચડે છે એ નોંધનીય છે. “એક શ્રીમાલી જેન કુટુંબની જૂની વંશાવલી”માં અચલગચ્છના આચાર્યો દ્વારા થયેલી પ્રતિષ્ઠા સંબંધક નોંધ પ્રસ્તુત સંદર્ભમાં અભ્યસનીય બની રહે છે.A મૂળ પ્રતિમાઓ તો કાલાબ્દિને તળિયે બેઠી હશે!
અલબત્ત, ઉત્કીર્ણ લેખની વૈજ્ઞાનિક સાધનોની સહાયથી પ્રતિલિપિ લઈ તેને અન્વેષણત્મક શૈલીથી પ્રકાશિત કરવાનું કાર્ય છેલલાં પચાસેક વર્ષોથી ઉત્સાહભેર થયું. સાંચી અને ભારતના બૌદ્ધ સ્તૂપોમાંથી મળી આવતા માત્ર બે-ત્રણ શબ્દોવાળા લેખેને પ્રસિદ્ધિમાં લાવવા માટે પુરાતત્ત્વવેત્તાઓએ અથાગ શ્રમ લીધે છે, અને અંગ્રેજ સરકારે તે કાર્ય માટે લાખો રૂપીઆ ખરચ્યા છે. લેખક્ત માહિતીનું વિવિધ સંદર્ભમાં અર્થઘટન કરવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ આપણને આશ્ચર્યચકિત કરી દીધા છે એ વાત પણ સ્વીકારવી જ રહી. આ કાર્ય માટે બુહલર, કાઉસેન્સ, જે. કિન્સ્ટ, જેમ્સ બજેસ, એચ. ટ્યુડર્સ, વિલ્સન, હુડ્ઝ, કીહેન, ટોડ, ટ્રેન, કનિંગહામ, કીટ્ટો, અલગ, મેકેન્ઝી, પ્રીન્સેપ, લેક ઈત્યાદિ નામે સ્મરણીય છે. એ પછી ભારતીય વિદ્વાનોએ આ કાર્ય ઉપાડી લીધું અને કાથવટે, ભાંડારકર, ગૌરીશંકર ઓઝા અને ભગવાનલાલ ઈન્દ્રજી જેવા સંશાધનપટુએ તો આ ક્ષેત્રે નવાં નવાં સિમાચિહ્નો અંકિત કર્યા.
શ્વેતાંબર જૈન શિલાલેખોનું પૃથક્કરણ પેરીસના વિદ્વાન ર્ડો. એ. ગેરીનટે સને ૧૯૦૮માં પ્રકાશિત Reportoire Depigraphia Jaine નામક ફ્રેન્ચ ભાષાના ગ્રંથમાં કર્યું, જેમાં ઈ. પૂ. સન ૨૪ર થી માંડીને સન ૧૮૮૬ સુધીના લેખે પર વિદ્વત્તાપૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યું છેઃ
વેતાંબર જૈન સંશેાધકો પણ આ કાર્યમાં પાછળ રહ્યા નથી. ઉત્કીર્ણ લેખોના સંગ્રહ પ્રકાશિત કરનાર વિદ્વાનોનાં નામ આ પ્રમાણે છેઃ (૧) પૂરણચંદ્ર નાહર (૨) બુદ્ધિસાગરસૂરિ (૩) જિનવિજયજી (૪) વિજયધર્મસૂરિ (૫) જયંતવિજયજી (૬) નંદલાલ લોઢા (૭) કાન્તિસાગરજી (૮) વિનયસાગરજી (૯) અગરચંદ તથા ભંવરલાલ નાહટા (૧૦) વિશાલવિજયજી વગેરે. આ વિદ્વાનોના સંગ્રહની ભિન્ન ભિન્ન વિશિષ્ટતા છે, જેમ કે કેટલાક સંગ્રહોમાં અમુક સ્થાનના જ લેખે છે, કેટલાકમાં માત્ર ધાતુપ્રતિમાના લેખો છે, જ્યારે બીજામાં ધાતુ કે પાષાણુ મૂર્તિઓના ભેગા લેખે છે. પ્રસ્તુત સંગ્રહમાં એક જ ગચ્છના લેખ હોઈને તે અન્યથી જુદો તરી આવે એ સ્વાભાવિક છે.
વેતાંબર લેખને પ્રકાશિત કરવાનું સૌ પ્રથમ માન પૂરણચંદ્ર નાહરને જાય છે. આ ક્ષેત્રમાં એમનું પ્રદાન ખરેખર, અમૂલ્ય કહી શકાય એવું છે.
એવી જ રીતે દિગંબર સંપ્રદાયના લે છે, જે ખાસ કરીને દક્ષિણાપથમાં સવિશેષ છે, તેને પ્રકાશમાં લાવવાનો યશ નાથુરામજી પ્રેમી અને . હીરાલાલ જૈનને ફાળે જાય છે.
ઉત્કીર્ણ લેખોના સંગ્રહો ઉપરાંત વિહારદર્શન તથા તીર્થ –પરિચયનાં પુસ્તકોમાં પણ લેખે રજૂ કરવાની પદ્ધતિ પ્રચલિત હોઈને આજ દિવસ સુધીમાં હજારો લેખ પ્રકાશમાં Aજૈનસાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૪, પૃ. ૧૬૧-૬, સં. મુનિ જિનવિજયજી. * આ ક્ષેત્રે જે વિદ્વાનોએ સેવા આપી હોય તેની સંક્ષિપ્ત નોંધ નાહટાજીએ તેમના બીકાનેર જૈન લેખ-સંગ્રહ'ની પ્રસ્તાવનામાં આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com