Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
View full book text
________________
૧૪ સૂચન કરે છે.૪ આવા યુગપ્રધાન આચાર્યના પાટકમ અંગેની આવી અસંગતતાએ જર્મન વિદ્વાન 3. જહોનેસ કલાટને ભારે દ્વિધામાં મૂકી દીધેલા. અચલગચ્છની પટ્ટાવલી લખતી
તે આ પ્રશ્રનો ખલાસો મેળવવા તે આત્મારામજી મહારાજને હાખે છે અને આત્મા. રામજી મહારાજે જે સ્પષ્ટતા કરી તેથી વળી નવી ભ્રાંતિ સર્જાઈ અલબત્ત ડે. કલાટને એમને ખુલાસો ગ્રાહ્ય બન્યો નહીં.) ડૅ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અચલગચ્છની પટ્ટાવલીમાં ઉક્ત પાટકમ ૪૮ મો હાઈને આ જર્મન વિદ્વાનને ઘણી મથામણમાં ઉતરવું પડેલું.+
આ મુદ્દાને સ્પર્શતાં વિવિધ એતિહાસિક પ્રમાણોને આધારે મેં “અંચલગચ્છ દિગ્દશ. નમાં ઉક્ત પાટકમ ૪૮ મે ઠરાવ્યો છે, તેમાં પ્રસ્તુત શિલાલેખ અત્યંત નિર્ણાયક છે. એ પછી મારા કચ્છના સંશોધન પ્રવાસ દરમિયાન જે પટ્ટાવલીઓ મને પ્રાપ્ત થઈ તેમાં પણ આ બાબતને સમર્થન મળતું હોઈને હવે નિણત થઈ ગયેલા આ અને કોઈ શંકા રહેવી જોઈએ નહીં (૨) લેખાંક ૨૪પ લાલણ જેસાજીએ અમરકોટમાં આચાર્ય ભાવસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૯૧ માં કરેલી પ્રતિષ્ઠાનો છે. આ શ્રેણી અંગે અચલગચ્છની મોટી પટ્ટાવલીમાં જણાવાયું છે કે તેમણે આચાર્ય મેરૂતુંગસૂરિના ઉપદેશથી અમરકેટમાં ભવ્ય જિનાલય બંધાવેલું. શત્રુંજય તીર્થસંઘ કાઢે, જેમાં તેત્રીસ લાખ સુવર્ણ મુદ્રિકાનો ખર્ચ થયેલો. પટ્ટાવલીમાં એ પણ ઉલ્લેખ છે કે આચાર્ય શ્રેષ્ઠીવર્યનાં ધર્મદ્યોતનાં કાર્યો વર્ણવતો “જેસાજી પ્રબંધ” પણ ર. આચાર્ય ઉદયસાગરસૂરિના નામથી પ્રસિદ્ધ થયેલો “શ્રી કલ્યાણ સાગરસૂરિને રાસ” આ સંબંધમાં વર્ણવે છે:
મેરૂતુંગરિએ રચિયે, તેહ તણે અધિકાર,
મહા દાનથી અહીં ગવાયે, જેસે જગદાતાર. (ઢાલ ૩૬) આચાર્ય અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલ “વર્ધમાન-પદ્ધસિંહ શ્રેણી ચરિત્રમ” (સં.)માં પણ એને મળતું જ વર્ણન આવે છે.
વાસ્તવમાં આ શ્રેણી આચાર્ય ભાવસાગસૂરિના સમયમાં–એટલે કે આચાર્ય મેરૂતુંગસૂરિ પછી એક સૈકા બાદ થઈ ગયા, જેનું સ્પષ્ટ પ્રમાણે પ્રસ્તુત મૂર્તિલેખ પૂરું પાડે છે. “સુરસુંદરી ચોપાઈની પુષ્પિકામાંથી પણ આ મતને પુષ્ટિ મળે છે, જેને આધારે મેં “અંચલગચ્છદિગ્દર્શન” (પેરા ૯૩ર-૪૧)માં સપ્રમાણ વિચારણા કરી છે, અને સાથે સાથે અંચલગચ્છની મટી પટ્ટાવલી”, “શ્રી કલ્યાણસાગરસૂરિને રાસ', તથા “વર્ધમાન-પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્રમ' એ ગ્રંથોનું કતૃત્વ શકિત ઠરાવ્યું છે.
આચાર્ય મેરૂતુંગસૂરિના રાસ સંબંધમાં આ અંગે હું પ્રકાશ્યમાન ગ્રંથ “અચલગચ્છીય રાસ સંગ્રહમાં પુનઃ વિચારણા કરીને આ બાબત વધુ પ્રમાણિત કરવા ધારું છું. એ રાસ ચરિત્ર નાયકના અજ્ઞાત સહચર શિષ્ય તેમના કાળધર્મ પછી થોડા જ સમયમાં પ્રત્યે ૪મુનિ જિનવિજ્યજી દ્વારા સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૧, અંક ૩, પરિશિષ્ટOThe Indian Antiquary, Vol. XXIII, 1894, pp. 174-8. +Report on the Search of Sanskrit Mss. in the Bombay Presidency, 1883-84, pp. 319
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com