Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02 Author(s): Parshwa Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh View full book textPage 5
________________ પ્રકાશકીય નિવેદન અચલગચ્છના ઉત્કીર્ણ લેખોના આ બૃહદ્ સંગ્રહનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આવા લેખો પ્રમાણપત ઇતિહાસ-નિરુપણ માટે પાયાની ગરજ સારતા હોઈને વિદ્વત્સમાજને તેની અધ્યયન સામગ્રી ઘણું જ ઉપયોગી થશે તે નિઃશંક છે. | ગચ્છનું સૌ પ્રથમ અધિવેશન તા. ૧૭–૧૮-૧૯ મે, ૧૯૮ના દિને ભદ્રેશ્વર મુકામે મળેલું તે પ્રસંગે મેં ગચ્છના પ્રાચીન સાહિત્યના સંશોધન તથા પ્રકાશન અંગે અધ્યક્ષસ્થાનેથી અપાયેલા મારા પ્રવચનમાં ખાસ ભાર મૂકેલ. તેમ જ ખુલા અધિવેશનમાં એ વિષયક એક ઠરાવ પણ પસાર કરવામાં આવેલ. તે અન્વયે શ્રી સંઘની કાર્યવાહક સમિતિની તા. ૫-૧-૧૯૬૯ ના દિને મુંબઈ ખાતે મળેલી બેઠકમાં પ્રસ્તુત સંગ્રહ તથા ગચ્છના પ્રાચીન ઐતિહાસિક રસનો અન્વેષણાત્મક ગ્રંથ નામે “અચલગચ્છીય રાસસંગ્રહ પ્રકાશિત કરવાનો નિર્ણય કરવામાં આવેલ અને તેના સંશોધન અને સંપાદનનું કાર્ય સુપ્રસિદ્ધ લેખક શ્રી પાર્થભાઈએ કરવાનું ઠરાવવામાં આવેલ. અમને જણાવતા આનંદ થાય છે કે લેખકશ્રીએ અથાગ પરિશ્રમ, ઉમદા ખંત અને ઉચ્ચ અભ્યાસ-નિષ્ઠાથી આ અમૂલ્ય સંદર્ભ–ગ્રંથ તૈયાર કરી આપેલ છે. આ ગ્રંથના પૃ. ૧૧૨ સુધીના લેખે, જેની એક હજાર છુટી નકલો પહેલેથી જ વધારે છપાવવામાં આવેલી, તે શ્રી અનંતનાથજી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પહેલાં “અચલગચ્છીય લેખસંગ્રહના શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ ગયા છે, તેને આ સંગ્રહમાં જોડી દઈને બૃહદ્ સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી એક જ સંગ્રહમાંથી ગચ્છના બધા જ લેખ પ્રાપ્ત બની શકે. આ સંગ્રહના લેખ મેળવવા લેખકશ્રીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના પ્રવાસ કરવા પડ્યા છે. કચ્છના લેખો આજ સુધી અપ્રકાશિત રહ્યા હોઈને, તથા કચ્છ પ્રદેશમાં અચલગચ્છનું પ્રભુત્વ સવિશેષ જળવાઈ રહ્યું હોઈને ત્યાંના લેખ આ સંગ્રહમાં સમાવિષ્ટ કરી લેવા લેખકશ્રી સ્વાભાવિક રીતે આતુર હતા; કિન્તુ તેમને માટે આ પ્રદેશ અજાણ્યા હોવાથી તેમને થેડી મુંઝવણ હતી. આથી મેં તેમને મે, ૧૯૬૯ માં સંશોધન પ્રવાસ યોજવાનું સૂચવ્યું, કેમ કે એ અરસામાં અમને કારમાં દુષ્કાળમાં સપડાયેલા આપણા સાધર્મિક બંધુઓને સહાય કરવા એકઠા કરાયેલ સાધર્મિક ફંડના વિતરણ માટે ત્યાં જવાનું હતું. આ સૂચન મુજબ તેઓ કચ્છ પહોંચી ગયા અને સંશોધનનું કાર્ય પણ આરંભી દીધું. તેઓ ભૂજ હતા એ દરમિયાન અમે પણ પહોંચી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 288