Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ મને પ્રાપ્ત થયેલી અમૂલ્ય તક માટે. બીજુ આવા ઉત્કીર્ણ લેખે, જે ધાર્મિક ઉપરાંત સામાજિક, રાજનૈતિક તેમજ સાંસ્કૃતિક વિષયક ઇતિહાસની ખંડિત શંખલાઓ સાંધે છે, તેને સંગૃહીત કરી અનુસંધાનોત્સુક વિદ્વત્સમાજ સમક્ષ મૂકવાના અને પ્રાપ્ત થયેલ બહુમાન માટે. ઉપયોગિતા પુરાતત્ત્વ વિદ્યાના ત્રણ મુખ્ય વિભાગો છેઃ (૧) એપિગ્રાફી” અથવા પ્રાચીન લેખવિદ્યા (૨) “પુમિમેટિક” અથવા પ્રાચીન સિકકાઓને લગતી વિદ્યા, અને (૩) “આર્કિયેલૈંજી અથવા ઉખનન દ્વારા શોધ. શિલાલેખો કે તામ્રપત્રો જે કે પહેલા વિભાગમાં આવે, કિન્તુ અમુક રીતે વિચારતાં એ ત્રણે વિભાગોને સ્પર્શી જાય છે. સંક્ષેપમાં તેની બાબતો ઘણી જ પ્રમાણિત ગણાય છે, કેમ કે તેમાં જે હકીકતો આલેખાયેલી હોય છે તે બની ગયેલી હોય છે, કિંવદન્તી કે અતિશયોક્તિને તેમાં અપ–સ્વલ્પ સ્થાન મળે છે. કૃત્રિમતાનો સંભવ તેમાં કલ્પી શકાતો નથી. ભાષાશ્રયી પુરાતત્વ (Linguistic Palaeontology) શેખેળનું મહત્ત્વનું અંગ મનાયું છે, પરંતુ પુરાતત્વો એટલે વિશ્વાસ ઉક્ત સાધનો પર રાખે છે તેટલો ગ્રંથ પર રાખતા નથી. ગ્રંથકારે પિતાની હયાતીમાં બનેલી કે પિોતે ખાસ અનુભવેલી ઘટનાઓમાં અતિશયોક્તિ અને અલંકારિત હકીકતો પિતાના ધર્માનુરાગ કે વ્યક્તિગત પક્ષપાત–પૂર્વગ્રહ-અભિનિવેશને આધીન થઈ ઉમેરી દે છે, તો પછી શતાબ્દીઓ પૂર્વે થઈ ગયેલા અને જન સાધારણમાં પૂજ્ય કે માનનીયરૂપે ગણાઈ ગયેલા વ્યક્તિવિશેષનાં જીવનવૃત્તો માટે તો પૂછવું જ શું? બીજું, અશેષ હસ્તલિખિત ગ્રંથની ખૂટતી કંડિકાઓનું અનુસંધાન ઘણીવાર ઉત્કીર્ણ લેખ દ્વારા થતું રહે છે. “અશેક કે કનિષ્ક જેવા રાજાઓ જેમનું નામ પણ જનસમાજના વાતાવરણમાં અસ્તિત્વ ધરાવતું ન હતું તેમના વિષયમાં, ફક્ત પથ્થરની શિલાઓ ઉપર ખાદેલી ૫–૧૦ પંક્તિઓ જેટલી નજીવી હકીકત ઉપર આજે સેંકડે વિદ્વાન પોતાની પ્રતિભાને સતત પરિશ્રમ આપતા નજરે પડે છે, ત્યારે મહાપુરાણ કે મહાભારત જેવા હજારે અને લાખો લોકોમાં લખાયેલા મહાન ગ્રંથમાં વર્ણવેલી વ્યક્તિઓ કે વર્ણન તરફ ભાગ્યે જ કોઈ સત્યની દષ્ટિએ જુએ છે! એજ કારણ છે કે, ચંદ્રગુપ્ત અને સંપ્રતિ જેવા જૈન-સમાજ-પ્રસિદ્ધ નૃપતિઓના વિષયમાં જ્યારે અનેકાનેક જૈન-ગ્રંથમાં વિસ્તૃતરૂપે વર્ણન કરવામાં આવેલું હોવા છતાં અને નિ:સંશય રીતે તેમને પરમ જૈન તરીકે જણાવેલ હોવા છતાં તેમનું જૈનત્ત્વ સ્વીકારવા માટે–અને સંપ્રતિનું તો અસંદિગ્ધ રીતે અસ્તિત્ત્વ પણ માનવા માટે–હજુ વિદ્વત્સમાજ આનાકાની કરે છે, ત્યારે ખારવેલ જેવા એક સર્વથા અપરિચિત-અજ્ઞાત રાજા માટે કે જેનું નામ સુદ્ધાં પણ આખા જૈનસાહિત્યમાં કોઈપણ સ્થાને મળતું નથી, અને જેને બનાવેલ એવા મહત્તવના હાથી ગુફા જેવા જેનાય ધર્મસ્થાનના અસ્તિત્વની કલ્પના પણ આજ સુધી કોઈ જૈનના મનમાં જાગેલી જણાતી નથી. તેને એક પરમ જેન (શ્રીયુત કે. હ. ધ્રુવના વચનમાં કહું તો “હડહડતો જેન”) નૃપતિ કે “જૈન વિજેતા” તરીકે સિદ્ધ કરવામાં કે કબૂલ કરવામાં આધુનિક ઇતિહાસ માન કે આનંદ માને છે !' *મુનિ જિનવિજ્યજી, “પ્રાચીન જૈન–લેખ-સંગ્રહ ભા. ૧, ઉપાદ્યાત પૃ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 288