Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02 Author(s): Parshwa Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh View full book textPage 8
________________ અચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખો અતીતના દુર્ભેદ્ય અંધકારમાં અચલગચ્છ સંબંધક અનેકાનેક મહત્ત્વપૂર્ણ બાબતે ઢંકાઈ ગઈ છે, તેનાં અનેક પ્રમાણે કાલાબ્દિને તળિયે બેઠાં છે એ જણાવવું તે એકની એક વાતનું પુનરાવર્તન કરવા જેવું છે. ઈતિહાસ માનવ જીવનનું એક પ્રેરણા-સૂત્ર હોઈને તેના અભાવે સમાજની ગતિશીલ પરંપરા ઉપર કાળનું વજા આવરણ ઢંકાય જાય છે એ ઉક્તિ આ ગચ્છ સંબંધમાં પણ સાચી ઠરી છે. કિ તુ સત્યની જિજ્ઞાસા મનુષ્યની સૌથી મોટી જિજ્ઞાસા હોઈને એ આવરણ પણ ભેદાય જાય છે. અર્વાચીન યુગમાં ઐતિહાસિક અન્વેષણના ક્ષેત્રે ભારતીય વિદ્યાના વિશેષજ્ઞોએ આ કાર્યને ક્યારને પ્રારંભ કરી દીધો છે. એમની વિદ્યા પ્રવૃત્તિને લીધે છેલી અર્ધ શતાબ્દીમાં સંશોધન-જગતમાં અનેક શકવતી ઘટનાઓ નોંધાવા પામી છે અને તેને પણ એક આગવો ઈતિહાસ રચાય છે. છેલ્લે છેલે સદ્દગત આચાર્ય નેમસાગરસૂરિની પ્રેરણા થતાં છએક વર્ષ પહેલાં ઉત્કીર્ણ લેખોને સૌ પ્રથમ સંગ્રહ “અચલગચ્છીય લેખસંગ્રહ” નામે શ્રી અનંતનાથજી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ગ૭ની સિલસિલાબંધ તવારીખની તેમણે જના ઘડી તે પણ મુલુંડ અચલગચ્છ સંઘ દ્વારા સાકાર થઈ. સદ્દગત આચાર્ય સંશોધનાત્મક ગ્રંથપ્રકાશનની એક વિસ્તૃત યેજના જ તૈયાર રાખી હતી, કિન્તુ એ કાર્યાન્વિત થાય તે પહેલાં જ તેઓશ્રી આપણી વચ્ચેથી ચિર વિદાય લઈ ગયા ગચ્છની પ્રમાણપત તવારીખને સૂત્ર પાત કરવાનું શ્રેય તેમને ફાળે જાય છે, અને એ રીતે વર્ષો સુધી તેમના નામનું સ્મરણ ગચ્છના ઈતિહાસમાં રહેશે એમાં શંકા નથી. એ પછી શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈન સંઘનું યાદગાર અધિવેશન ભદ્રેશ્વર ખાતે સૌ પ્રથમ મળ્યું અને ગરછનું સંગઠન સબળ બનાવવા તથા તેના પ્રાચીન સાહિત્યને પ્રકાશિત કરવાના સમુચિત ધ્યેય સાથે ગચ્છની એક સર્વોચ્ચ સંસ્થાને આવિર્ભાવ થયે; તેના કર્ણધાર બન્યા શેઠશ્રી નારાણજીભાઈ શામજી મોમાયા. તેમની કાર્યદક્ષતાથી ગચ્છના એક પછી એક પ્રશ્નો હાથ ધરાતા ગયા, તેમાંનું એક કાર્ય તે પ્રસ્તુત સંદર્ભ ગ્રંથ–જેમાં ઉક્ત લેખસંગ્રહના ૫૧૪ લેખો પણ સમાવિષ્ટ છે. એ પછી ઐતિહાસિક રાસેને એક બૃહદ્ સંગ્રહ પણ પ્રકાશિત કરવાને સંઘે નિર્ણય કર્યો છે, જેનું સંશોધન પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. આ લેખ-સંગ્રહ રજૂ કરતાં બેવડે આનંદ અનુભવું છું. એક તે કાળના અવિરત પ્રવાહ સાથે વિલાઈ જતા આવા લેખો, જેમાં આપણા પૂર્વજોનાં પ્રશસ્ત કાર્યો નિબદ્ધ છે, અને જે દ્વારા ગતકાલીન તેજવંત યુગની આભા પ્રતિબિંબિત થાય છે–તેને શબ્દદેહ આપવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 288