Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ અમારા પ્રવાસનો એ પ્રારંભ હેઈને અમને થોડી કુરસદ હતી, એટલે અમે સૌએ એમનાં સંશોધન કાર્ય અંગે રસપૂર્વક ચર્ચાઓ કરી. ખાસ કરીને અચલગચ્છીય મૂર્તિલેખમાં કંડારવામાં આવતી છત્રધારી આકૃતિની જાણકારીથી અમને ઘણો જ આનંદ થયો. ત્યાંના ગ્રંથાગારમાંથી “શ્રી લીલાધર સંઘવીનો રાસ' પ્રાપ્ત થયો હઈને એ વિશે પણ ચર્ચા કરી અને બીજે દિવસે અમે અમારા કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. અમારા પ્રવાસની સમયસૂચિ ભિન્ન હોવા છતાં, અમે વચ્ચે વચ્ચે અકસ્માતે મળી જતા અને એ રીત અમારી ટૂંકી મુલાકાતો સંશોધનના નવનીતની ચર્ચા-વિચારણાથી તાજગીપૂર્ણ બની રહેતી. એક તરફ કચ્છના કસાયેલા કાર્યકરોની કાર્યદક્ષતાથી અમારો કાર્યક્રમ યેજનાનુસાર પાર પડયે જતો હતો—ગ૭ના પ્રથમ અધિવેશનને સફળ બનાવનાર એ કાર્યકરોનું જૂથ પુનઃ પોતાની વ્યવસ્થા શક્તિનો પરિચય કરાવી રહ્યું હતું–બીજી તરફ લેખકશ્રી પાધુભાઈ તેમના સંશોધન કાર્યમાં પ્રગતિ કરી રહ્યા હતા. સાધર્મિક ફંડના વિતરણ અથે કચ્છના સંઘ સમક્ષ પ્રવચન આપવાના પ્રસંગે પણ લેખકશ્રીના સંશોધન કાર્યનો ઉલ્લેખ કરીને સૌને તેમાં સહાયભૂત થવા હું વિનંતી કરતો. અમારું કાર્ય સમાપ્ત થતાં સંઘની મેટરને પણ પછી સંશોધન કાર્યમાં જોડી દીધી, જેથી ઝડપી પ્રવાસ દ્વારા બની શકે તેટલી વિશેષ સામગ્રી એકત્રિત થઈ શકે. પ્રવાસને અંતે જ્યારે અમે સૌ પુનઃ ભૂજમાં સાથે થઈ ગયા ત્યારે સૌનાં ચહેરા ઉપર મુસાફરીના થાકને બદલે આનંદની આભા ચમકી રહી હતી ! બીજે વર્ષે લેખકશ્રીએ ઉત્તર ગુજરાતને સંશોધન પ્રવાસ . કચ્છની જેમ આ પ્રદેશમાં પણ તેમને પહેલી જ વાર જવાનું થયેલું. દક્ષિણ ગુજરાતનાં અગત્યનાં કેન્દ્રોમાં પણ લેખકશ્રી પહેલાં જઈ આવ્યા હતા. આ રીતે ઉત્તર ગુજરાતના પ્રવાસથી તેમને મહા ગુજરાતના પ્રવાસ પૂર્ણ થતો હતો. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન લેખકશ્રીએ શ્રી મોઢેરા પાર્શ્વનાથ જિનાલયની સંવત ૧૨૩૫ ની સાલમાં ભરાયેલ અચલગચ્છીય ધાતુમૂર્તિનો લેખ મેળવીને પ્રવાસની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. અચલગચ્છનો આ પ્રાચીન લેખ શોધી કાઢીને શ્રી પાર્થભાઈએ ગચ્છના ઇતિહાસ સંશોધન ક્ષેત્રે નવું સિમાચિહ્ન અંકિત કર્યું છે. | સંશોધન પ્રવાસે ઉપરાંત ભારતના જુદા જુદા પ્રદેશના વિદ્વાનોને સંપર્ક સ્થાપીને લેખકશ્રીએ દૂર દૂરનાં સ્થાનોના લેખે મેળવ્યા છે. એ બધા લેખો, અન્ય બાબતો ઉપરાંત, ગચ્છના પૂર્વકાલીન પ્રભુત્ત્વ અને વ્યાપક સ્વરૂપનું સૂચન પણ કરાવે છે; જે સુંદર સંગઠન વિના સ ભવી ન જ શકે. આજે પુનઃ એવા સંગઠનની ખાસ જરૂરિયાત સર્જાઈ છે એમ મારું સ્પષ્ટ માનવું છે. ગચ્છનું વિવિધ વિષયક પ્રાચીન સાહિત્ય પણ ઘણું જ સમૃદ્ધ છે, કિન્તુ મોટે ભાગે તે અપ્રકાશિત રહ્યું હોઈને સમાજને સુલભ બની શકયું નથી, તેમ જ તે સાંસ્કૃતિક પ. પણાનો વિષય પણ બની શકયું નથી. વિક્રમના પંદરમાં સૈકામાં થઈ ગયેલા અચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિ અને માણિક્યસુંદરસૂરિ અનુક્રમે ગુજરાતી ભાષાના સમર્થ કવિ અને ગદ્યકાર હતા. તેમની કૃતિઓ તત્કાલીન ગુજરાતી વાડમયના ઉત્કૃષ્ટ નમૂનારૂપે પંકાઈ હોવા છતાં આપણે ઉક્ત બેઉ પ્રતિભાશાળી સાહિત્યકારો અને તેમની રચનાઓથી વંચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 288