________________
રહી ગયા છીએ. આપણે સૌએ હવે એ સ્વીકારવું જ રહ્યું કે આપણી પ્રકૃણ સાહિત્ય કૃતિઓ સમગ્ર ગુજરાતી ભાષાની સાહિત્ય—મંજુષાનાં મહાહ મૌક્તિક છે તેના પ્રકાશ પૂજથી વધુ વખત વંચિત રહેવું એટલે આપણાં સાહિત્યનાં ઉચ્ચ તને જ અનાદર કર્યો ગણાય. ઐતિહાસિક પ્રમાણે પ્રત્યે પણ એજ રીતે ઉપેક્ષા કરી શકાય નહીં.
લેખકશ્રીએ તેમના વિસ્તૃત વક્તવ્યમાં ઉત્કીર્ણ લેખો દ્વારા પ્રસ્તુત અધ્યયન-સામગ્રી પર વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરીને અનેક તથ્યની જાણકારીને સંપૂટ આપણી સમક્ષ ધરી દીધું છે. એ દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાનો પરિચય પણ આપણને મળી રહે છે, એટલે આ ગ્રંથની વસ્તુ અંગે મને વધુ કાંઈ પણ જણાવવાનું રહેતું નથી.
ગ્રંથના પ્રકાશન અંગે એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે અને તે એ કે તેનો હેતુ નફા માટે નહીં પણ સાહિત્ય પ્રચાર માટે છે. ગ્રંથનું કલેવર, પાકું બાઈડિંગ, ફેટપ્લેટસ તેમ જ સંશોધન-પ્રકાશન ખર્ચને હિસાબ કરતાં જ તેની પડતર કીંમત રૂા. ૫) થવા જાય છે; છતાં તેની કીંમત માત્ર રૂા. ૩) રાખી છે, અમને શ્રદ્ધા છે કે આ નજીવી કીંમતને લાભ લઈને જિજ્ઞાસુ સાધર્મિક બંધુઓ તથા બહેને આ ગ્રંથ ખરીદશે જ.
સંઘની સ્થાપના પહેલાં ગચ્છના સાહિત્ય-પ્રકાશનના ધ્યેયને વરેલું વ્યવસ્થિત તંત્ર કે એવી કઈ કેન્દ્રવતી સંસ્થા અસ્તિત્વમાં ન હોઈને આ અગત્યના કાર્યમાં આપણે ઘણા જ પાછળ રહી ગયા છીએ. આ ગ્રંથના પ્રકાશનથી હવે સાહિત્ય-પ્રકાશનના કાર્યને ન જ તબક્કો શરૂ થાય છે. થોડા જ સમયમાં રાસ-સંગ્રહ પ્રકાશિત થઈ જશે; અને એ પછી પણ આ પ્રવૃત્તિ વિસ્તરતી જવાની એ ચક્કસ વાત છે.
મને આશા છે કે આપ સૌના સાથ-સહકારથી અમારી જ્ઞાન-પ્રવૃત્તિ દિન-પ્રતિદિન ફૂલશે-ફાલશે. અસ્તુ.
માટુંગા, તા. ૨૦-૧-૧૯૭૧
લી. સંધ સેવક, નારાણજી શામજી મોમાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com