Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ આ બધું જોઈને ગુંડાઓનું હૃદય પીગળી ગયું. નિદ્રાની અવસ્થામાં પણ આવી જાગૃતિ! જીવદયાની આવી અદ્ભુત પરિણતિ! આવો અજોડ અપ્રમત્તભાવ! આવી બેનમુન ગુણસમૃદ્ધિ!... આંખોમાંથી અશ્રુધારા ચાલી... એ હતાં ગુણી પ્રત્યેના પ્રમોદભાવના અશ્રુઓ અને પાપના પશ્ચાત્તાપના અશ્રુઓ. અશ્રુધારા અને ભાવધારા વહેતી રહી. હાથમાંથી છરા પડી ગયાં. આચાર્ય ભગવંતની નિદ્રા તૂટી ગઈ. પૂજ્યશ્રી બેઠા થઈ ગયાં. પેલા તેમના ચરણોમાં ઝુકી ગયાં. બધી વાત કરી. આચાર્ય ભગવંતે સાંત્વન આપ્યું. ઉપદેશ આપ્યો. એ ગુંડાઓ સંત બની ગયાં. આત્મસાધનાના માર્ગે વળી ગયાં. આ છે મુનિની જાગૃતિ. જે નિદ્રાવસ્થામાં પણ અખંડિત રહે છે. જાગૃત અવસ્થામાં સતત સમ્યક્ ક્રિયાનું સેવન કરવામાં આવે, જીવદયાની પરમ પરિણતિનો પ્રાયોગિક અમલ કરવામાં આવે, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ આદિ જિનકથિત આચારોનું પાલન, પૂજવું - પ્રમાર્જવું વગેરેમાં સતત કાળજી હોય... આ યોગાનુષ્ઠાનો જનક બને છે અપ્રમત્તભાવના. આ સમ્યક્ ક્રિયાઓ કારણ બને છે આત્મજાગૃતિનું. આ અંતર્ભાવની જાગૃતિ હેતુ બને છે બહિર્ભાવમાં સુષુપ્તિની. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં આત્મસાધકોની આ અદ્ભુત અવસ્થાનું વર્ણન કરતા કહ્યું છે - जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते। હવાસતે પદ્રવ્ય, નીયન્તે વસ્તુળમૃત્તે।।૧૬।। Jain Education International તેઓ આત્મા પ્રત્યે હંમેશા જાગૃત રહે છે. બાહ્યભાવોમાં સૂઇ જાય છે. પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થ રહે છે અને આત્મગુણ-અમૃતમાં લયલીન બની જાય છે. આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી. માટે જ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે – િમે ૩ જ઼િ Awaking[NSIDE च मे किच्चसेसं... મેં કઈ સાધના કરી અને મારે કઈ સાધના કરવાની બાકી છે? કઇ સાધના મારા માટે શક્ય હોવા છતાં પણ હું કરતો નથી?... આનું નામ આત્મજાગૃતિ. આ જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે એ કક્ષા આવે, કે જ્યાં બહિર્ભાવોમાં પૂર્ણપણે સુષુપ્તિ આત્મસાત્ થાય. કોણ આવ્યું - કોણ ગયું, ક્યાં શું ચાલે છે... ઇત્યાદિનું કોઈ ધ્યાન ન હોય. એટલું જ નહીં, સ્વશરીરનો પણ અનુભવ ન થાય. ઇષ્ટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે – किमिदं कीदृशं कस्य, कस्मात् क्वेत्यविशेषयन्। સ્વવેદમપિ નાવૈતિ, યોની યોગપરાયળ:।।૪૨।। આ (શરીર) શું? કેવું? કોનું? ક્યાંથી? ક્યાં? આવી કોઈ વિચારધારા યોગીને સ્પર્શતી નથી. યોગપરાયણતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે યોગી પોતાના શરીરને પણ જાણતો નથી. આત્મપ્રવૃત્તિની જાગૃતિમાં એકાકાર બનેલા શ્રમણને બહિર્ભાવોનું સંવેદન ન થાય, તેમાં કોઇ આશ્ચર્ય નથી. શંકા ઃશ્રમણને ભિક્ષાચર્યા વગેરે જે ઓછા-વત્તા વ્યવહારો કરવા પડે, ત્યારે તો બહિર્ભાવોમાં પ્રવેશ કરવો જ પડશે ને? PURE & SIMPLY

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36