Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ તારા આયુષ્ય પર છે. મનુષ્ય તરીકેના તારા અસ્તિત્વ પર છે. આ તો તારી જીવન-દોરી પરના ઘસરકા છે. એ તૂટે એની પહેલા તું તારું આત્મહિત સાધી લે. વૈરાગ્યશતકમાં આ જ ઉપદેશ પ્રાકૃતિક - ઘડિયાળના રૂપકથી આપ્યો છે – दिवसनिसा घडीमालं, आउसलिलं जीयाण घित्तूणं । चंदाइच्चबइल्ला, कालऽरहट्टं भमाडंति ।। પ્રાચીન કાળમાં કૂવા પાસે અરઘટ્ટ યંત્ર રાખવામાં આવતા. આજે પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક એવા યંત્રો જોવા મળે છે. તેમાં ચગદોળના આકારમાં ઘડીઓ ગોઠવેલી હોય, એ યંત્ર સાથે બે બળદો જોડેલા હોય. તેઓ એક બાજુ ગોળ-ગોળ ફરે, એટલે બીજી બાજુ નાની નાની ઘડીઓ (માટલીઓ)માં પાણી ભરાતું જાય, અને કૂવામાંથી પાણી બહાર આવતું જાય. અહીં આ જ વસ્તુની તુલના કરી છે - દિવસો અને રાતો એ ઘડીઓ છે. આયુષ્ય એ પાણી છે. સૂર્ય અને ચંદ્ર એ બે બળદો છે. તેઓ બંને કાળ-અરઘટ્ટને ફેરવી રહ્યા છે. જેમ જેમ તેઓ ફરતા જાય, તેમ તેમ દિવસો અને રાતો પસાર થતા જાય. અને તેમ તેમ આયુષ્ય ખૂટતું જાય. अंजलि जल ज्युं आयु घटत है.... પશ્ચિમી અભિનેત્રી મેરેલિન મનરો... ચાર ડોક્ટરોને નિયુક્ત કર્યા હતા રોજ પોતાને તપાસવા. કદી નખમાં ય રોગ ન આવે એ માટે સ્તો. એક દિવસ ચહેરા પર કરચલી દેખાઈ. એ દિવસ એના માટે નરક બની ગયો. ચારે ડોક્ટરોને ધધડાવી નાખ્યા. બિચારા શું બોલે? આખો દિવસ મેરેલિનને પોતાના ઘડપણની કલ્પના સતાવતી રહી. એ કરચલી એને મૃત્યુની દૂતી લાગી. એ જ મથામણમાં રાતે એણે આપઘાત કરી લીધો. હેર-ડાઈ, હેર-વીક, મેક-અપ, લઘુવયસ્ક ઉચિત પહેરવેશથી માંડીને પ્લાસ્ટિક સર્જરી કરાવવા સુધીના પ્રયાસોનું લક્ષ્ય શું છે? એ પ્રયાસો કરનારની વિચારધારા શું હશે? વાસ્તવિકતાનો ઇન્કાર જ ને? કે બીજું કાંઇ? રે, આ તો વાસ્તવિકતાને છુપાડવા જેવું છે. હાથમાંથી સરકી ગયેલા યૌવનની પાછળ નિષ્ફળ દોટ મુકવા જેવું છે. ભલા માણસ! આ ભવમાં તો એ તને કદી ય પાછું મળવાનું નથી. એને પકડવાની દોટમાં જે તારા હાથમાં છે, એને ય તું કેમ ગુમાવે છે? अंजलि जल ज्युं आयु घटत है... ટપક... ટપક... ટપક ચાલુ ને ચાલુ છે. તું આકાશપાતાળ એક કરે, તો ય એ બંધ થવાનું નથી. તારા પ્રયત્નની દિશા બદલી નાખ, ટપક... ટપક થતાં પ્રત્યેક બિંદુનો ઉત્કૃષ્ટ સદુપયોગ કર... કાળ પરનો વિજય એ તારું ભવિષ્ય બની જશે. તું અક્ષયસ્થિતિના સામ્રાજ્યનો સમ્રાટ બની જઇશ. આ દિશાનો તારો પ્રયત્ન એ જ આત્મજાગૃતિ. જ્યા સોવે ૩૪ નાન વાઝ રે... તારી નિદ્રા જ તારું સર્વસ્વ લૂંટીને લૂચ્યુ હસી રહી છે. તને સાવ જ અંધારામાં રાખીને તને બરબાદ કરી રહી છે. હજી ય શું સૂતો છે? ઉઠ.. જાગ.. રે મૂર્ખ ! તારી આ નિદ્રાને ખંખેરી નાખ... બહુ નાનકડી પંક્તિમાં જાગૃતિ અને સુષુપ્તિના અદ્ભુત સમીકરણોને આનંદઘનજી મહારાજે બહુ સીફતથી સમાવી લીધા. સતત ઘટી રહેલા આયુષ્યનો જાણે જીવંત પ્રસારણરૂપે ઉપન્યાસ કર્યો. હવે એ અવધૂત એક અનોખા અભિગમ સાથે આ જ અધ્યાત્મયાત્રામાં આપણને સહયાત્રી બનાવી રહ્યા છે. For Priate & Personal Use Only www.jainelibrary.ding

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36