Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ You have to go One day आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च।। જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ મળે છે અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસારભ્રમણ થાય છે. જિનાજ્ઞાનું સંપૂર્ણપાલન શક્ય ન જ હોય, તો જેટલા અંશે શક્ય બને એટલા અંશે તેનું પાલન કરવું જોઈએ, અને તેની સાથે અષ્ટપ્રકારી પૂજા આદિ દ્વારા પણ પ્રભુભક્તિ કરવી જોઇએ. ભયાનક દરિયો હોય, ઉંચા ઉંચા મોજા ઉછળતા હોય, મોટા મોટા માછલાઓ અથડાતા હોય, ખતરનાક મગરમચ્છો જીવતા ચાવી જવાની પેરવીમાં હોય, ડુબી જવાની તૈયારીમાં હોય, એવી સ્થિતિમાં માણસને કોઇ વહાણ મળી જાય તો એ કેવી રીતે એનું આલંબન લે? એનો આશરો લેવાની એને કેવી તમન્ના હોય? એનામાં ચડી જવાનો એનો કેવો પ્રયત્ન હોય? એવા દરિયા કરતાં ય અનંતગણો ભયાનક છે સંસારસાગર. જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ અસંખ્ય દુઃખોથી ભરેલો છે આ ભવસાગર. નરક-તિર્યંચગતિની કાળી યાતનાઓથી ભરેલો છે આ ભવસાગર. આ ભવસાગરમાં વહાણ જેવી છે ભગવદ્ભક્તિ. આ વહાણનો આશરો લેવાનું જેને મન થતું નથી, એને હજી સુધી ભવસાગરની ભયાનકતા સમજાઈ જ નથી. જ્યાં સુધી ‘ભય’ નહીં જાગે, ત્યાં સુધી ન તો શરણની તમન્ના જાગશે, કે ન તો આજ્ઞાપાલનનું સામર્થ્ય પ્રગટશે. મમ્મીની પચ્ચીશ બૂમો રમતા બાળકને ઘરમાં બોલાવી શકતી નથી, પણ અઘોરી બાવાના દર્શનમાત્રથી એ બાળક દોડતો આવીને મમ્મીને બાઝી પડે છે.' न शरणं भयाद् विना। ભય વિના શરણ સંભવિત નથી. ભવભાવના, ઉપમિતિ ભવપ્રપંચ કથા, વૈરાગ્યકલ્પલતા જેવા ગ્રંથોથી સંસારનું સ્વરૂપ સમજવું જોઇએ. ચાર ગતિઓ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, પુગલપરાવર્ત... એક વાર આ પદાર્થોનું પરિશીલન થાય એટલે સમગ્ર સંસાર જાણે પ્રત્યક્ષ દેખાય. સાડા ત્રણ કરોડ રુંવાડામાંથી કંપારી પસાર થઇ જાય. અને શરણની ઝંખનાનો ઉદ્દભવ થયા વિના ન રહે. | ચિંટુ ને પિંટુ. બંને ભાઇઓને ફરવા - જવાનું મન થયું. ઘરની બાજુમાં જ મોટું જંગલ હતું. દાદાજીને ખૂબ આગ્રહ કર્યો... “અમારી સાથે ચાલો ને ચાલો.'' દાદાજી કહે, ‘‘પણ તમે મારી સામે તો જુઓ... ૩૦ વર્ષથી મને લકવો છે. ૮૦ વર્ષની ઉંમર છે. વ્હીલચેર વગર હું ઘરમાં ય હરી ફરી શકતો નથી, તો પછી...” ચિંટુ-પિંટુ બરાબર જીદે ચડ્યા હતા... “અમે તમને વ્હીલચેરમાં લઇ જઇશું...” | દાદાજીને આવવું જ પડ્યું. ઝાડીઓમાંથી નાનકડી કેડી પસાર થતી હતી. આગળ પિંટુ ચાલતો

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36