Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને મુનિઓ પણ ચાલ્યા ગયા, તો પછી ચક્રવર્તી, શહેનશાહ ને રાણા તો કોણ છે? પ્રભુભક્તિરૂપ ભાવનૌકાવિના સૌ ભવસાગર પામીને ભમ્યા જ કરે છે. રા (રાજાપતિ ચક્રવર્તી, સાહ શેહનશાહ, રાઉ = રાણા, પાય કે = પામીને, ભાવ નાઉ = ભાવનૌકા) આઠ વર્ષનો બાળક પપ્પાનો હાથ પકડીને રસ્તા પર ચાલી રહ્યો હતો. સામેથી સ્મશાનયાત્રા આવી. પપ્પાએ સાઇડ બદલી. બાળક પણ સાથે ને સાથે ધકેલાયો, પણ એની નજર સ્મશાનયાત્રા સાથે બંધાયેલી જ હતી. પપ્પાના પગલા ઉતાવળા થયા. ડાઘુઓ પણ પસાર થઈ ગયાં. બાળકની જિજ્ઞાસા હવે પ્રગટ થઇ. = પપ્પા ! આ શું હતું ? કાંઇ નહીં ? કહો ને પપ્પા ! શું હતું ? સ્મશાનયાત્રા... = એટલે? એ માણસ મરી ગયો, એટલે એના શરીરને બાળી નાખવા લઇ જાય છે. તો પપ્પા ! એણે શું કર્યું કે એ મરી ગયો? કાંઇ નહીં, બધાને એક વાર મરવું તો પડે જ. એમ? પપ્પા ! તમારે પણ? ધાડ દઈને પપ્પાએ એક લાફો ઠોકીને કહ્યું, “ચાલ છાનો માનો. તું બહુ બોલ બોલ કર્યા કરે છે.’’ હવે જ્યાં સુધી મમ્મી ન । મળે, ત્યાં સુધી રડવાનો અર્થ ન હતો. બિચારો બાળક રડમસ ચહેરે ચૂપચાપ ચાલવા લાગ્યો. બાળકની જિજ્ઞાસાને આપણે જેટલી સરળતાથી સમજી શકીએ છીએ, એટલી જ સરળતાથી પપ્પાના ક્રોધનું કારણ પણ સમજી શકીએ છીએ. કદાચ મોટા ભાગના મનુષ્યો સ્પષ્ટ સમજ સાથેની ગંભીર ગેરસમજનો ભોગ બન્યા છે. સ્પષ્ટ સમજ એ છે કે ‘બધાએ મરવાનું છે.’ ગંભીર ગેરસમજ એ છે કે ‘મારે કદી મરવાનું નથી.’ આનંદઘનજી મહારાજનો ઇશારો આ ગંભીર ગેરસમજ પર છે. ઈન્દ્રોના પણ આયુષ્ય ખૂટે છે. ચંદ્રના દેવેન્દ્રનું પણ ચ્યવન થાય છે. નાગેન્દ્રોને પણ એક ક્ષણે પોતાનું ખોળિયું છોડવું પડે છે, અરે, મુનિવરો પણ કાળધર્મ પામ્યા વિના રહેતા નથી. તો બીજાની તો શું વાત કરવી? એ પછી ચાહે ચક્રવર્તી હોય, સમ્રાટ હોય કે રાણા હોય, શ્રીમંત હોય કે સત્તાધીશ હોય, એને ગયા વિના છૂટકો નથી. શાંતસુધારસ ગ્રંથમાં અશરણ ભાવનાનું નિરૂપણ કરતાં કહ્યું છે ये षट्खण्डमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनै-निर्दल्यमाना हठा- दत्राणाः શરખાય હા દ્દશવિશઃ પ્રેક્ષન્ત વીનાનનાઃ।।૨-૧૧ જેમનું સામર્થ્ય પ્રચંડ હતું. જેમણે છ ખંડની ધરતીને જીતી લીધી. જેઓ સ્વર્ગ-સામ્રાજ્યના માલિક હતા, તેઓ પણ ક્રૂર યમરાજના દાંતોથી વિવશપણે ચવાય છે... ત્યારે છેલ્લા શ્વાસ લેતા લેતા તેઓ દશે દિશામાં નજર કરે છે, કે કોણ અમને બચાવે? પણ તેમનું સર્વસ્વ ભેગું થઇને પણ For Private & Personal Use Only www.jainelibrary.ord

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36