Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ શંકા :- તો પછી આનંદઘનજી મહારાજે દયાનની પ્રેરણા કેમ કરી? સ્વાધ્યાયની પ્રેરણા કેમ ન કરી? સમાધાન :- પિતા પુત્રને પૂજા કરવાની પ્રેરણા કરે. તે પ્રેરણામાં સ્નાન, શુદ્ધવસ્ત્રપરિધાન, જિનાલયગમન વગેરે પ્રેરણાઓ પણ આવી જ ગઈ છે, કારણ કે સ્નાન વગેરે વિના પૂજા શક્ય નથી. એ જ રીતે યાનની પ્રેરણામાં પણ સ્વાધ્યાયાદિ ઉચિત યોગોની પ્રેરણા આવી જ ગઈ છે, કારણ કે તેમના વિના ધ્યાન પણ સંભવિત નથી. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે – शुक्ले चाद्ये पूर्वविदः। શુક્લધ્યાનના પ્રારંભના બે ચરણ પૂર્વધર મહર્ષિને સંભવે છે. (બાકીના બે ચરણ કેવળજ્ઞાનીને સંભવે છે.) જેમ ઉત્કૃષ્ટ ધ્યાન માટે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન આવશ્યક હોય છે, તેમ મધ્યમાદિ દયાન માટે પણ તથાવિધ જ્ઞાન આવશ્યક છે. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુવિનય આદિ ઉચિત યોગ પૂર્વક સ્વાધ્યાય કરવો, એ અનિવાર્ય છે. ક્રમ એ સર્વત્ર આવશ્યક વસ્તુ છે. ખેતી હોય, મકાન બાંધકામ હોય કે રસોઇ હોય, ક્રમનું ઉલ્લંઘન કરે એને કદી સાધ્યસિદ્ધિ ન મળે, ઉલ્ટ ન થવાનું થઈ જાય. માટે અધ્યાત્મમાર્ગમાં પણ ક્રમનું ઉપાદાન કરવું જોઈએ. યથાશક્તિ સદાચારસેવન, ગુરુવિનય, સ્વાધ્યાય આ બધા ક્રમના આદર વિના સીધે સીધું નિરાલંબન ધ્યાન કરવા પ્રયત્ન કરવો, એ પાયો ખોદ્યા વિના ‘સોમો માળ ચણવા જેવું છે. અર્થાત્ એ શક્ય નથી. શક્ય બનતું લાગે તો એને મિથ્યા આત્મસંતોષ સમજવો પડે. અને એ અવસ્થામાં આત્માની ગતિ અધ્યાત્મથી કોઇ જુદી જ દિશામાં થઈ રહી છે, એમ સમજવું પડે. आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे... | સારભૂત આનંદ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિત્વ, નિરંજનત્વ અને દેવત્વ (આત્મરમણતા)... આ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રામાણિક પ્રયાસ, એટલે જ આત્મજાગૃતિ. આ ગુણોની ઉપેક્ષા એટલે જ મોહનિદ્રા. જયા સોવે 36 ગામ વા3 રે... આત્મન્ ! હજી શું સૂતો છે? ઉઠ, જાગ, પ્રભુત્વની ભાવપ્રાપ્તિનો આ અવસર છે. પરમાત્મપદની પરિણતિની આ અણમોલ તક છે. ઘોર નિદ્રાધીનતા દ્વારા એ તકને નિષ્ફળ કેમ બનાવે છે? ના આત્મન્ ! ના, આવી મૂર્ખતા ના કરીશ. क्या सोवे उठ जाग बाउ रे... નિત્યે વિજ્ઞાનમાનન્દુ ઘર્મ... આત્મા નિત્ય જ્ઞાન-આનંદસ્વરૂપ છે...

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36