Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ Just go inside... Ocean of Ecstasy is Waiting for you Jain Education International જ તો નિરંજનનું પારમાર્થિક ધ્યાન છે. ઉકળાટ તે પોતે કર્યો. ધ્યાનને દુર્ધ્યાન તે સ્વયં બનાવ્યું. અને ઉપરથી પેલો મને ધ્યાન કરવા દેતો નથી, એવો આક્ષેપ કરવો, એ કેટલું વ્યાજબી ! શંકા ઃ- જો પેલાએ અવાજ ન કર્યો હોત, તો સ્વસ્થ ચિત્તે ધ્યાન થવાનું હતું. તો પેલાના કારણે જ ધ્યાન તૂટ્યું એમ કહેવાય ને? સમાધાન ઃ- સ્થૂલદષ્ટિએ કહી શકાય. બાકી સૂક્ષ્મદૃષ્ટિએ તો ધ્યાન થયું જ ન હતું, તો તૂટવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? જ્યાં સુધી લબ્ધિરૂપે પણ રાગ-દ્વેષ-મોહના વિશિષ્ટ સંસ્કારો પડ્યા છે. ત્યાં સુધી શુદ્ધ ધ્યાન સંભવિત નથી. અધ્યાત્મમાર્ગને સંપૂર્ણ પણે સમર્પિત બને છે શ્રમણ. તેણે પોતાના જીવનના પ્રત્યેક દિવસને પ્રભુના ચરણે ધરી દીધો છે. જાણે શ્રમણે પ્રભુને પોતાના ૨૪ કલાક (આઠ પહોર) ધરી દીધા. અને કહ્યું કે પ્રભુ ! આપ કહો એમ હું આ સમયનો વિનિયોગ કરું. પ્રભુએ આજ્ઞા કરી કે આમાંથી ૧૫ કલાક (પાંચ પહોર) સ્વાધ્યાય ખાતે આપી દે. ખૂબ ગંભીર રીતે વિચારણીય છે પરમાત્માની આ આજ્ઞા. આહાર, નિદ્રા, સંયમચર્યા જેવા અનિવાર્ય કાર્યોને બાદ કરીને બાકીનો બધો જ સમય સ્વાધ્યાયને આપી દેવો, એવો પરમાત્માનો સ્પષ્ટ આશય જણાય છે. મોક્ષ કેવળજ્ઞાન પછી જ મળશે અને કેવળજ્ઞાન For Private & Personal Use Only. ક્ષપકશ્રેણિ વિના શક્ય નથી. ક્ષપકશ્રેણિ પર આરોહણ શક્ય બને છે, માત્ર શુક્લધ્યાનથી. આ બધું જાણતા હોવા છતાં પ્રભુએ સ્વાધ્યાયને પ્રાધાન્ય આપ્યું છે. એનું રહસ્ય આ જ છે કે શુક્લધ્યાન પણ શક્ય બને છે સ્વાધ્યાયથી. પ્રતિદિન પાંચ પ્રહરના સ્વાધ્યાયથી રાગ-દ્વેષ-મોહના સંસ્કારો ઘસાતા જાય. આત્મદ્રવ્ય વિશુદ્ધતર બનતું જાય, પછી આત્મામાં ધ્યાનની યોગ્યતા પ્રગટ થાય છે. આ યોગ્યતાના પરિપાકથી તે દશા આત્મસાત્ થાય છે, કે જેમાં ધ્યાન અનાયાસસિદ્ધ બને છે. વિના પ્રયત્ને સહજ બને છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ધ્યાનના આ રહસ્યને પ્રગટ કર્યું છે યોગદષ્ટિસમુચ્ચયમાં – ध्यानं च निर्मले बोधे, सदैव हि महात्मनाम्। क्षीणप्रायमलं हेम, सदा कल्याणमेव हि।। નિર્મળ બોધ હાજર હોય, ત્યારે મહાત્માઓને સર્વ કાળે ધ્યાન હોય છે. જે સુવર્ણમાંથી મળનો ક્ષય થઇ ગયો છે, તેને ‘કલ્યાણ’ કહેવાય છે. એક વાર ‘કલ્યાણ’ બન્યા પછી એને ફરી ફરી કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી. એ હંમેશ માટે ‘કલ્યાણ’ જ રહે છે. રાગ-દ્વેષ-મોહના સંસ્કારોના હ્રાસનો પ્રયત્ન એ એક રીતે ધ્યાન પણ છે. અને બીજી રીતે શુદ્ધ ધ્યાનની ભૂમિકા પણ છે. રાગાદિના સંસ્કારોનો હ્રાસ થાય છે વિશિષ્ટ સ્વાધ્યાયથી. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36