Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ તો તું શું કરે?’’ સરદારજીએ તરત જ જવાબ આપ્યો, ‘“એ. સી. પાસે બેસી જાઉં.’’ “એ.સી. પાસે બહુ વાર બેઠા પછી પણ ખૂબ ગરમી લાગે તો?’’ ‘‘તો હું એ. સી. ચાલુ કરી દઉં.’’ ભલા માણસ ! એ. સી. ચાલુ કરવાથી જ જો તકલીફો દૂર થઈ જતી હોય, તો પછી એ.સી. ચાલુ કરવામાં વિલંબ કરવાનું શું કારણ? અનાદિકાળથી આપણા આત્માને દુઃખી દુઃખી કરી નાખનાર છે કર્યો. આજે એ સામર્થ્ય મળ્યું છે કે આપણે દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા એ કર્મોનો કચ્ચરઘાણ કરી શકીએ, આપણા આત્માને સર્વ દુઃખોથી મુક્ત કરી શકીએ, તો પછી એ સામર્થ્યનો સદુપયોગ કરવામાં વિલંબ શા માટે? ન્હા વિલંબ રે અવ વડે રે... = આ અણમોલ અવસર પામ્યા પછી પળનો પણ વિલંબ કરવા જેવો નથી. મહોપાધ્યાયજીએ શ્રી વિમલનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે - અવસર પામી આળસ કરશે એ મૂરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ના માંડે ઘેલો જી. કકડીને ભૂખ લાગી છે, ઘેબરના ભાવતા ભોજન મળ્યા છે, ને તો ય એ ઘેબરને મોઢામાં મુકવા જેટલો પણ પ્રયત્ન કરવો નથી. એની ભૂખ ક્યારે દૂર થાય? જો આપણી જાતને આપણે બુદ્ધિશાળી માનતા હોઇએ, તો આ અવસરની પ્રાપ્તિને સફળ કરવી જોઇએ. આચારાંગ સૂત્રમાં કહ્યું છે - વળું નાળારૂ પંડિત - અવસરને જાણે તે ખરો વિદ્વાન્. Jain Education International શત્રુઓ તરફથી મિસાઈલ છૂટી ગઈ હોય, ત્યારે માત્ર ત્રણ સેકન્ડના સમયમાં બધી ગણતરી કરીને તેની સામે મિસાઈલ છોડી દેવી પડે છે. બે એટેક આવી ગયા હોય, કાર્ડિયોગ્રામ ભયજનક પરિણામ બતાવતો હોય, ત્યારે તાત્કાલિક યોગ્ય સારવાર આપવી જરૂરી બને છે. બજારમાં સફળ વેપારી થવા માટે યોગ્ય સમયે તાત્કાલિક ઉચિત નિર્ણય લેવો આવશ્યક હોય છે. એ તક... એ અવસર છૂટી જાય, એટલે બધી હોંશિયારી પાણીમાં મળી જાય, બધી વિદ્વત્તા ધૂળ ભેગી થઈ જાય. ચતુરાઇ તો એ અવસરે બતાવવાની હતી. આપણા માટે આ અવસર છે સામર્થ્યના સદુપયોગનો. આપણા માટે આ તક છે દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધનાની. ચાલો, જિનાજ્ઞાના પાલન માટે કટિબદ્ધ બની જઈએ. એ માટે પહેલા આપણું ધ્યાન બધેથી ઉઠાવીને જિનેશ્વર ભગવંતમાં કેન્દ્રિત કરી દઇએ. આનંદઘનજી મહારાજ પણ આ જ વાત કરી રહ્યા છે 1 आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे.... પ્રભુનું ધ્યાન તો જ થઈ શકે, કે જો પ્રભુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય. માટે પ્રભુના સ્વરૂપનું પહેલું લક્ષણ અહીં કહ્યું છે આનંદઘન. ઘન એટલે નક્કર (સોલિડ). પ્રત્યેક આત્મપ્રદેશ પર એટલો આનંદ ભરેલો છે કે જેનું વર્ણન ન થઇ શકે. મહાવીરસ્વામી ભગવાનના ૨૭ ભવના સ્તવનમાં કહ્યું છે - - For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36