Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ अंजलि जल ज्युं आयु घटत है... આ સ્વાધ્યાય પરથી આપણા મનમાં એક દૃશ્યને જડબેસલાક બેસાડી દઇએ. હાથની અંજલિમાંથી પાણી ટપકી રહ્યું છે. ડગલે ને પગલે આપણા હૃદયપટ (હાર્ટ-સ્ક્રીન) પર આ દૃશ્યને જોઈએ. તેની સાથે જ પ્રતિક્ષણ ઘટતા આયુષ્યની તુલના કરીએ... તો અવધૂત આનંદઘનનો પ્રયાસ આપણા માટે જરૂર સફળ થશે. શંકા :- ભલે પ્રત્યેક ક્ષણે આયુષ્ય ખૂટી રહ્યું હોય, પણ જેને એનું ભાન નથી, એ તરફ કોઇ લક્ષ્ય નથી, અંતર્ચક્ષુથી અંજલિ-જળ જોવાનો પ્રયાસ પણ નથી, એમને એવી આત્મજાગૃતિ શી રીતે આવી શકે? સમાધાન :- આનંદઘનજી મહારાજ પોતે જ આ વાતનો જવાબ આપી રહ્યા છે - देत पहोरिया घरि घाउ रे... પૂર્વકાળમાં એવી ઘડિયાળો હતી, કે જેમાં માનવ દ્વારા ડંકા વગાડવામાં આવતાં. લોકો ભલે પોતાના કાર્યમાં મશગૂલ હોય, પણ જેવા ઘડિયાળમાં ડંકા વાગે એટલે એમને ખ્યાલ આવી જાય કે એક કલાક પૂરો થઈ ગયો. આના પરથી પણ પોતાના આત્માને ચેતવણી આપવી જોઇએ, કે તારા જીવનનો એક કલાક ઘટી ગયો, હવે તો જાગૃત થા. આજે માણસે ઘડિયાળને પણ શોખ અને વૈભવનું સાધન બનાવ્યું છે. જાતજાતના મોડલ, અને ભાતભાતની ડંકાની પદ્ધતિઓ તથા સંગીત-ધ્વનિઓ આવી ગયા છે. રે... જે વાસ્તવમાં વિરાગનું સાધન છે, તેને રાગનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. જ્યાં પપ્રવૃત્તિ છે, ત્યાં વિભાવદશા છે, જ્યાં આત્મપ્રવૃત્તિ છે, ત્યાં સ્વભાવદશા છે, It's already late Please awake... આધ્યાત્મિક અને વિરાગપૂર્ણ દષ્ટિએ વિચાર કરીએ તો સમય એ સતત મૃત્યુની અગમચેતી આપી રહ્યું છે, આપણે માત્ર ભાષાપ્રયોગ પર પણ વિચાર કરીએ, તો ય આ વાત સમજાય એવી છે. ૧૦ વાગ્યા... ૧૧ વાગ્યા... ૧૨ વાગ્યા.... આમાં શું વાગે છે? ને કોને વાગે છે? એ કદી વિચાર કર્યો? એક હજાર હથોડા વાગે, અને મજબૂત પણ દીવાલ તૂટી પડે છે. આપણા આયુષ્યની દીવાલને આ ‘વાગ્યા’નો માર વાગી રહ્યો છે. એ દીવાલ સતત જર્જરિત થઇ રહી છે. એના પર સતત સમય - હથોડા પડી રહ્યા છે. ચોક્કસ ગણિત કરી શકીએ તો નિયત નંબરના હથોડે આ આયુષ્ય-દીવાલ તૂટી જ પડવાની. આમાં ફેરફાર એટલો થઇ શકે કે અન્ય પરિબળો પણ એને જમીનદોસ્ત કરવા માટે કામે લાગી જાય, તો આ દીવાલ વહેલી પડે એવી શક્યતા પૂરે પૂરી છે. પણ આ દીવાલને પડતા એક ક્ષણનો પણ વિલંબ થાય, એ બિલ્કુલ અશક્ય છે. વેત પહોરિયાં ઘરિય ઘાડે રે... આનંદઘનજી મહારાજ ગર્ભિત રીતે એવો સંકેત કરવા માંગે છે, કે આ પ્રતિઘાત ઘડિયાળ પર નથી. આ પ્રતિઘાત તો

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36