Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ આયુષ્ય કર્મ પૂર્ણપણે ક્ષય પામશે, ત્યારે જ આ શરીર છૂટશે. પણ આયુષ્ય કર્મના ક્ષયરૂપ મરણ તો પ્રત્યેક ક્ષણે ચાલુ છે. કતલખાનાની લાઇનમાં ઉભેલા પશુને કોઇ લીલુંછમ ઘાસ નીરે કે ઠંડુ પાણી ધરે, તો એ એમાં માથુ નાખે ખરું? અરે, એની સામે પણ જુએ ખરું? એને તો સતત પોતાનું મૃત્યુ દેખાતું હોય, હમણા છરો ફર્યો નથી, પોતાના ધડ-માથા જુદા થયા નથી, અને તરફડી તરફડીને પોતે મર્યો નથી. ભલે ને ચાર દિવસનું ભૂખ્યું હોય, અને ત્રણ દિવસનું તરસ્યુ હોય, એ પશુ એ ઘાસ-પાણી સામે નજર પણ નહી કરે. જાગૃત આત્માની પણ આ જ દશા છે, એની દૃષ્ટિ સમક્ષ એનું મૃત્યુ છે. મૃત્યુ ચોક્કસ થવાનું છે, એ પણ એને ખબર છે, અને પ્રત્યેક ક્ષણે મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે, એની પણ એને પૂર્ણ સભાનતા છે. આ સ્થિતિમાં એને વિષયો શી રીતે લલચાવે, આ પરિસ્થિતિમાં એને કંચન-કામિનીની તલપ શી રીતે લાગે? અને જો તલપ લાગતી હોય, તો સમજવું પડે કે એને મૃત્યુ પ્રત્યે સભાનતા જ નથી. વૈરાગ્યશતકમાં કહ્યું છે L अज्जं कल्लं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं, गलंतं आउं न पिच्छंति ॥२॥ સંપત્તિ આજે મળશે, કાલે મળશે, પરમદિવસે મળશે... આવા ચિંતનોમાં પુરુષો ગરકાવ થઇ જાય છે. ધનની પ્રાપ્તિ માટે નિત નવા મનોરથો કર્યા કરે છે. પણ હાથના ખોબામાં જેમ પાણી ઘટતું જાય, તેમ આયુષ્ય ઘટતું જાય છે, એ જોતા નથી. શંકા :- આયુષ્ય ઘટતું જાય છે એ વાત સાચી. પણ આત્મસાધના કરવાનો એક તબક્કો હોય છે – એક પિરિયડ હોય છે. જેને હજી કેરિયર બનાવવાનું છે, એ શી રીતે સાધનામાં જોડાઈ જાય? જે હજી મોટી ડિગ્રી લઇને મોટી પોસ્ટ Jain Education International પર બેઠો છે, એ શી રીતે સાધનામાં જોડાઈ જાય? જેણે હજી બધું ઠરીઠામ નથી કર્યું, એના માટે અધ્યાત્મજગતમાં પ્રવેશ કરવા માટે એ યોગ્ય સમય જ ન કહેવાય. એ બધું તો જીવનના છેલ્લા તબક્કામાં જ શક્ય બને. ન સમાધાન :- આ બધી વાતો એટલા માટે અસત્ય છે, કે જીવનનો છેલ્લો તબક્કો કયો છે, એ જ મોટું રહસ્ય છે. આ વર્ષ આપણા જીવનનું છેલ્લું વર્ષ ન હોઇ શકે? આ મહિનો આપણા જીવનનો અંતિમ મહિનો ન હોઈ શકે? અરે, આ દિવસ પહેલા પૂરો થશે કે આ ભવ પહેલા પૂરો થશે, એ કોણ જાણે છે? ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન. તેમની અદ્ભુત દેશનાએ એક રાજકુમારને વૈરાગ્યથી વાસિત કર્યો. તેણે પોતાના માતા-પિતા પાસે મહાભિનિષ્ક્રમણ માટે રજા માંગી. આટલી નાની ઉંમર.. કોમળ કાયા.. સંયમના કષ્ટો.. પુત્ર પરનું મમત્વ.. આ બધાનો વિચાર કરતાં માતા-પિતા ઢીલા પડતા હતાં. પણ તો ય પુત્રના દૃઢ વૈરાગ્ય અને અડગ નિશ્ચયને જોઇને તેમણે અનુમતિ આપી. પણ આઠ દિવસના મહોત્સવ પછી દીક્ષા આપવા માટે તેઓની ભાવના હતી. રાજકુમારને તો આજે ને આજે દીક્ષા લેવી હતી. છેવટે બધા પ્રભુ પાસે ગયા. પ્રભુએ કહ્યું, “વિલંબ ન કરો, ભલે તેની ભાવનાનુસાર આજેઅત્યારે દીક્ષા થાય.'' દીક્ષાવિધિનો મંગળ-પ્રારંભ થયો. પ્રભુએ પોતાના હાથે રાજકુમારને રજોહરણ અર્પણ કર્યું. ચારિત્રપ્રાપ્તિના હર્ષોલ્લાસ સાથે એ રાજકુમાર નાચવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા દેવા લાગ્યો. અસંખ્ય આંખો એને એકીટસે જોઇ રહી હતી. એના સૌભાગ્યની ઇર્ષ્યા કરી રહી હતી. રાજકુમારનો આનંદ આસમાને પહોંચ્યો હતો. પ્રત્યેક ક્ષણે અનંત-અનંત કર્મોની એ નિર્જરા કરી રહ્યો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36