Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ દુઃખના ડુંગરો તૂટી પડે છે, અનુભૂતિનું અસીમ આકાશ એની પાસેથી ઝૂંટવાઇ ગયું છે, એની અનંત આત્મસમૃદ્ધિ પચાવી પડાઇ છે, અને એ તો હજી ય ઘસઘસાટ સૂતો જ રહ્યો છે. આવી તદ્દન વિચિત્ર પરિસ્થિતિ જોઇને અવધૂત આનંદઘનનો અંતર્નાદ ઉદ્ગાર રૂપે પ્રગટ થાય છે - क्याँ सोवे उठ जाग बाउ रे... | તું એક વાર જાગી જા, બસ, તું જાગે, એટલે બીજું કાંઇ જ કરવાનું રહેતું નથી. તારી જાગૃતિને જોતાની સાથે બધા જ દોષો નાશીપાસ થઈ જશે. બધા જ કર્મો થથરી જશે, અને બધાં જ દુઃખો આપો આપ દૂર થઇ જશે. | જાગ ભાઇ જાગ. તું જલ્દીથી જાગ. કારણ કે જે કાળમાં તારી જાગૃતિની શક્યતા છે, એ કાળ ઝડપથી વીતી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે એ કાળની અંતિમ ક્ષણ તારી વધુ ને વધુ નિકટ આવી રહી છે. સમયનો આટલો ગાળો પસાર થઇ જાય પછી તો તારી જાગૃતિની કોઇ આશા પણ રાખી શકાય તેમ નથી. આનંદઘનજી આ જ વાત કહે છે... બંન િનન ન્યૂ માથું ઘડત હૈ... હાથના ખોબામાં પાણી ભર્યું હોય, તે કેટલો સમય ટકે? સતત ટપક... ટપક... થયા કરે, ટૂંક સમયમાં જ ખોબો ખાલી થઇ જાય. જે રીતે ખોબામાં રહેલું પાણી ઘટતું જાય છે, એ જ રીતે સતત આયુષ્ય ઘટતું જાય છે. | એક કતલખાનુ છે. પશુઓને લાઇનમાં ઊભા રાખ્યા છે. સૌથી આગળ ઊભેલા પશુઓ પર છરો ફરતો જાય છે. તરફડી તરફડીને એ પશુ મરી જાય છે. તરત જ બીજા પશુનો વારો આવે છે. તેની સાથે જ પાછળ ઊભેલા પચાશ પશુઓ એક-એક નંબર આગળ આવી જાય છે. પચાસમાં નંબરે જે પશુ હતું, તેનો નંબર ઓગણપચાસમો થઇ ગયો. છરો ફરવાનું પણ ચાલુ છે અને પશુઓને આગળ આગળ ધકેલવાનું પણ ચાલુ છે. અડતાલીશ... સુડતાલીશ... છેતાલીશ.. માત્ર નંબર આગળ આવે છે, એવું નથી. મૃત્યુ પણ વધુ ને વધુ નજીક આવતું જાય છે. અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં આ જ ઉપમા દ્વારા માર્મિક વાત કહી છે – વચ્ચચ વીરચ યથા પશો, સ+પ્રાણાગ્નિ પ વધા શનૈ: શનરતિ કૃતિ: સનીષ, તથાડરિવતરતિ વત: પ્રમાઃ ? | પશુને કે ચોરને જ્યારે વધસ્થાને લઈ જવામાં આવે, ત્યારે ધીમે ધીમે જેમ તેનું મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે. તેમ બધાનું મૃત્યુ પણ વધુ ને વધુ નજીક આવતું જાય છે, આ સ્થિતિમાં પ્રમાદ શી રીતે કરી શકાય? જેમ પશુનું ‘કાઉન્ટ ડાઉન’ ચાલું છે.. પચ્ચીશ.. ચોવીશ.. ત્રેવીશ.. બાવીશ.. એ છરાની વધુ ને વધુ નજીક જતો જાય છે. મૃત્યુ એની વધુ ને વધુ નિકટ આવતું જાય છે, એ જ રીતે બધાનું પણ “કાઉન્ટ ડાઉન’ ચાલું છે. પ્રત્યેક ક્ષણે બધાનું મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે. ‘ડેડ લાઇન’ તો નિયત જ છે. પાંચમની છઠ થવાની નથી. વર્ષો, મહિનાઓ, દિવસો ને ક્ષણો જેમ જેમ વીતતી જાય છે, તેમ તેમ આયુષ્ય ઘટતું જાય છે. ઉત્તરાયયન સૂત્રમાં સત્તર પ્રકારના મરણનું વર્ણન કર્યું છે. જેમાંથી એક મરણ છે – આવીચિ મરણ. વર્તમાન સમયે આયુષ્ય કર્મના જે પરમાણુઓ ઉદય પામ્યા, અને તે કર્મનો ક્ષય થયો, તેની અપેક્ષાએ વર્તમાન સમયે પણ મૃત્યુ થયું છે. આ રીતે પ્રત્યેક ક્ષણે મરણ ચાલુ ને ચાલુ છે. હા, જ્યારે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36