Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ પાસે ઘણા છબરડા કરાવ્યા છે. Fર્યા સોવે 36 ગામ વા3 રે... બસ, હવે બહુ થયું, હજી ય શું સૂઇ રહ્યો છે, હવે તો નિદ્રાને ખંખેરી નાખ, ઉઠ ઊભો થઈ જા. પરપ્રવૃત્તિથી તદ્દન નિવૃત્ત બની જા. આત્મજાગૃતિને આત્મસાત્ કરી લે. પરમજ્યોતિ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે - परकीयप्रवृत्तौ ये, मूकान्धबधिरोपमाः। स्वगुणाजनसज्जाश्च, तैः परं ज्योतिराप्यते।।१८।। જેઓ પરપ્રવૃત્તિ પ્રત્યે મૂંગા, આંધળા અને બહેરા જેવા છે, સ્વગુણાર્જનમાં સજ્જ છે, તેઓ પરમજ્યોતિને પામે છે. શુદ્ધ અને સિદ્ધ અવસ્થાને પામવા માટે જ તો આ અધ્યાત્મયાત્રા છે. જે અવસ્થામાં આંખ નથી, મુખ નથી કે કાન પણ નથી. જ્યાં છે માત્ર આત્મગુણોની અનુભૂતિ. એ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આટલું મૂલ્ય તો ચૂકવવું જ પડે ને? મૂલ્ય શબ્દ પણ બાળજીવોની સમજ માટે છે. બાકી તો પરપ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિ લઈએ, આત્મજાગૃતિમાં મગ્ન બનીએ, એટલે અંતરમાં આનંદનો મહાસાગર હિલોળે ચડે. સમતાસુખની સરવાણીઓ ફૂટી નીકળે. અધ્યાત્મોપનિષમાં કહ્યું છે - મારHપ્રવૃત્તાવતિનાIQ:, પરપ્રવૃત્તો પથરાથમૂવ8:I સવાવિવાનન્દ્રપલોપયોળી, નોકોત્તપંચમુપૈતિયોનtin૪-૨ાા જે આત્મપ્રવૃત્તિમાં અતિ જાગૃત છે, પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા જેવો છે, એ યોગી સદા ય જ્ઞાન અને આનંદમય પદમાં પ્રતિષ્ઠિત રહે છે. એ યોગી લોકોત્તર સમતાનો સ્વામી બને છે. - જ્યાં પરપ્રવૃત્તિ છે, ત્યાં વિભાવદશા છે, ત્યાં સુષુપ્તિ છે. જ્યાં આત્મપ્રવૃત્તિ છે, ત્યાં સ્વભાવદશા છે, ત્યાં જાગૃતિ છે. સુષુપ્તિમાં લુંટાવાનું છે, જાગૃતિમાં કમાવાનું છે. નિદ્રા બધું જ લૂંટી લે છે. માણસ ગમે તેટલો હોંશિયાર હોય, શિક્ષિત હોય, બળવાન હોય, કળાવાન હોય... પણ એ નિદ્રાધીન થાય એટલે એના બધા ગુણો પર પડદો પડી જાય. એની બધી હોંશિયારી અને શિક્ષણ વ્યર્થ થઇ જાય. મૂર્ખ અને વિદ્વાન બંને નિદ્રા-અવસ્થામાં તો સમાન જ થઇ જાય ને? ગમે તેવો દુબળો માણસ પણ સૂતેલા પહેલવાનને તમાચો મારી શકે ને? | મોહનિદ્રાની પણ આ જ કથા છે. આત્માનું અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર આ નિદ્રાથી ઝુંટવાઇ જાય છે. આત્માની અનંત શક્તિ આ નિદ્રાથી આવૃત થઈ જાય છે. અનંત સમૃદ્ધિમાન આત્મા પણ આ નિદ્રાથી ભિખારી બની જાય છે. મોહનિદ્રાની અવસ્થા એટલે જાણે સૂતેલો સિંહ. ઉંદરો ને સસલા જેવા પણ એના પર ઉછળ કૂદ કરી જાય. જો સિંહ જાગે તો કોઇની મજાલ છે, કે એની સામે ઊભો પણ રહી શકે? અનેક વિભાવો આત્મસ્વરૂપને ડહોળી જાય છે. અનેક દોષો આત્માની કાળી કદર્થના કરે છે. અનેક કર્મોએ પોતાની જાળમાં આત્માને જકડી લીધો છે. આનું કારણ એ નથી કે આત્મા અસમર્થ છે, આનું કારણ એ જ છે, કે આત્મા નિદ્રાધીન છે. મોહનિદ્રાને કારણે એની સર્વશક્તિ કુંઠિત બની ચૂકી છે. હજી પણ એના પર યાતનાઓ ને કદર્થનાની ઝડીઓ વરસે છે,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36