Book Title: Anandghan ni Atmanubhuti 01
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ આદિમાં પડશે, તો તેની અંતર્મુખતાનું આયુષ્ય ત્યાં જ સમાપ્ત થઇ જશે. બેઠા-બેઠા પગ હલાવવાની પ્રવૃત્તિ પણ અંતર્મુખતા અને આત્મજાગૃતિની બાધક છે. કારણકે તે નિરર્થક છે, સાવદ્ય છે અને પ્રમાદ છે. સમાધિ તંત્રમાં પણ કહ્યું છે કે - जनेभ्यः वाक् ततस्स्पन्दो मनसश्चित्रविभ्रमाः । भवन्ति चातः सम्पर्क, जनैर्योगी ततस्त्यजेत्।। લોકસંપર્કથી વચનપ્રવૃત્તિ થાય છે, તેનાથી સ્પંદ થાય છે, તેનાથી મનમાં જાત જાતના વિભ્રમ ઉત્પન્ન થાય છે. મનની સ્થિરતા ડહોળાઇ જાય છે. માટે લોકસંપર્કનો ત્યાગ કરવો જોઈએ. આ અને અન્ય કારણોથી ત્રણ ગુપ્તિનું પ્રતિપાદન કરાયું છે. ઉપદેશમાલામાં કહ્યું છે हत्थे पाए न निक्खिवे कायं चालिज्ज तं पि कज्जेणं । कुम्मो व सया अंगे अंगोवंगाई गोविज्जा ।। ४८४ ।। विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च। जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा । ।४८५।। હાથ-પગોની નિરર્થક ચેષ્ટા ન કરવી. કાયાની પ્રવૃત્તિ પણ આવશ્યક કાર્ય માટે જ કરવી. અને કાચબાની જેમ પોતાના શરીરમાં અંગોપાંગોને સંવૃત કરીને રાખવા. વિકથા-હાસ્યકથા ન કરવી. કોઇ બોલતું હોય તો તેમાં વચ્ચે ન બોલવું, ન બોલવા યોગ્ય ન બોલવું, જે જેને અનિષ્ટ હોય, તેવું ન બોલવું અને પોતાને પૂછ્યું ન હોય ત્યારે ન બોલવું. કારણ કે આવા પ્રકારના સંવરથી મનોગુપ્તિ, અંતર્મુખતા અને આત્મજાગૃતિ સુરક્ષિત રહી શકે છે. તેથી આત્મજાગૃતિ માટે આ જરૂરી છે. ટૂંકમાં પરભાવો પ્રત્યેની તદ્દન સુષુપ્તિ એ જ આત્મજાગૃતિની પરિપૂર્ણતા છે. મહાભારતનો પ્રસંગ છે. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યાનું શિક્ષણ આપી રહ્યા છે. સામે રહેલા વૃક્ષની ડાળી પર એક પક્ષીની પ્રતિકૃતિ (મોડલ) રાખેલી છે. દ્રોણાચાર્યે પહેલા દુર્યોધનને ઊભો કર્યો. પક્ષીની આંખનું નિશાન લેવા કહ્યું અને પૂછ્યું કે, “તને શું દેખાય છે?’’ દુર્યોધન કહે, “મને ઝાડ, ડાળી, પાંદડા, પક્ષી અને તેની આંખ દેખાય છે.’’ દ્રોણાચાર્યે તેને પાછો બેસાડી દીધો. હવે દુઃશાસનનો વારો આવ્યો. તેને પણ એ જ પ્રશ્ન કરાયો. દુઃશાસને વિચાર્યુ કે મોટા ભાઇને ઘણું ઓછું દેખાતું હતું, માટે તે નાપાસ થયા. એટલે એણે પોતાની દૃષ્ટિને વધુ પહોળી કરી... “મને તો પંખી, ડાળી, પાંદડા, ઝાડ, આકાશ, વાદળા, સૂરજ આ બધું દેખાય છે. ગુરુજી! હું બાણ છોડું.” “ના, તારે બાણ છોડવાની જરૂર જ નથી.'' એમ કહીને દ્રોણાચાર્યે તેને ય બેસાડી દીધો. ભીમને ઊભો કર્યો. નિશાન તાકવા કહ્યું. પ્રશ્ન કર્યો. ભીમને લાગ જ જોઇતો હતો, ....Vigilant forever...... .Muni. કે કઈ રીતે દુર્યોધન-દુઃશાસનને પાછા પાડી દેવાય, એ કહે, “ગુરુજી ! મને તો પક્ષી, ડાળીઓ, પાંદડાઓ, વૃક્ષ, આકાશ,

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36