Book Title: Amrut Samipe
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ स्तुत्य तुलसीक શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનો પ્રથમ પરિચય મને મારા પરમમિત્ર બાલાભાઈ દેસાઈ જયભિખ્ખુ' દ્વારા થયેલો. તેઓ બાલાભાઈના પિતરાઈ ભાઈ થાય. બેઉ સાથે ઊછરેલા અને મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે આવેલ શિવપુરી જૈન ગુરુકુળમાં સહાધ્યાયી રહ્યા હતા. બંને ભાઈઓએ ન્યાયતીર્થ'ની પદવી મેળવી હતી. પછી બંને અમદાવાદમાં સ્થિર થયા અને લેખનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા. જયભિખ્ખુનો ઝોક સર્જનાત્મક સાહિત્ય પર વિશેષ, રતિભાઈનો ઝોક ચિંતનાત્મક સાહિત્ય પર વધુ રહ્યો. જૈન ધર્મતત્ત્વ, પરંપરા, મહાવીરસ્વામી, તીર્થંકરો, મુનિવરો વગેરે તેમના લેખોના વિષયરૂપ બન્યાં છે. શ્રી રતિલાલભાઈ સંસારી હોવા છતાં સાધક હતા. તેમના વ્યક્તિત્વની સાત્ત્વિક પ્રભા વ્યવહારમાં, તેમ તેમનાં લખાણોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ અત્યંત નમ્ર પ્રકૃતિના, સરળ, નિખાલસ, સેવાભાવી સજ્જન હતા. નિઃસ્પૃહતા તેમના ચારિત્ર્યનો મુખ્ય ગુણ હતો. પોતાની યોગ્યતાને એ કડક ધોરણે કસીને વર્તતા. ગુરુકુળના આચાર્યે તેમને ‘તાર્કિક-શિરોમણિ'ની પદવી આપવાનું નક્કી કરેલું, પણ તેમણે એ પદવી સ્વીકારવાની ના પાડેલી. જ્ઞાનોદય ટ્રસ્ટના સેક્રેટરી તરીકે તેમ જ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ લખવા અંગે તેમને અપાતા પગારથી ઓછા પગારની માગણી કરેલી. પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા તેમના સ્વભાવમાં વણાઈ ગયેલ. ઓછામાં ઓછા પરિગ્રહથી કુટુંબનો નિર્વાહ કરવો અને કષ્ટ વેઠીને પણ બીજાને ઉપયોગી થવાની તેમની ભાવના હતી. મૃત્યુ પછી દેહને અગ્નિને સોંપવાને બદલે મૅડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ-પ્રયોગ માટે સોંપવાની સૂચના તેઓ આપી ગયા હતા. જૈન’ પત્રના તંત્રી તરીકે તેમણે ત્રણ દાયકાથી અધિક સમય સેવા આપી હતી. તેમાં જૈન સમાજની સાંપ્રદાયિક ગતિવિધિની રતિભાઈ નુકસ્તેચીની કરતા. તેમાં તેમનું ઉદાર માનવતાભર્યું સુધારક વલણ પ્રગટ થતું. સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મનો માર્ગ છે એમ તે કહેતા, ધર્મની ચર્ચાવિચારણામાં તે એમના વક્તવ્યનો પાયો બનતો. સતત શ્રમ અને નિષ્ઠાયુક્ત વિદ્યાની ઉપાસના જિંદગીભર તેમણે કર્યા કરી હતી. તેમણે એક પ્રસંગે કહેલું કે “પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 649