Book Title: Aksharni Yatra Author(s): Nalini Desai Publisher: Kusum Prakashan View full book textPage 5
________________ અક્ષરના યાત્રીઃ સર્જકલક્ષી સ્વાધ્યાયમૂલક અભ્યાસગ્રંથ ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યક્ષેત્રના પ્રદાનનો પરિચય અને મૂલ્યાંકન કરાવતો “અક્ષરના યાત્રી’ નામનો ડૉ. નલિની દેસાઈનો સર્જકલથી સ્વાધ્યાયમૂલક અભ્યાસગ્રંથ બે-ત્રણ બાબતે ધ્યાનાર્હ બની રહેશે. એમની વિષયને સંક્ષેપમાં, ભારે લાધવથી નિર્દેશવાની શકિતનો સુંદર પરિચય પણ અહીંથી પ્રાપ્ત થાય છે. ડૉ. નલિનીબહેને પ્રારંભે ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક વ્ય િતત્વને ઘડનારાં પરિબળોનો પરિચય કરાવ્યો છે. એમના દ્વારા રચાયેલા ચરિત્રનિબંધો, ચિંતનાત્મક નિબંધો અને બાળસાહિત્ય એના વિવેચન વિશેના સૂઝપૂર્વકનાં સંપાદનો આપણાં નિબંધસાહિત્યમાં અને બાળસાહિત્યમાં કઈ રીતે મહત્તા ધારણ કરે છે તે મુદાસર રીતે આલેખ્યું છે. અલગ-અલગ પ્રકરણોમાં વિષયને સંદર્ભે કુમારપાળ દેસાઈની કૃતિઓનું કૃતિલક્ષી મૂલ્યાંકન અને સમગ્રલક્ષી પ્રતિભાવ પ્રસ્તુત કરવાની તેમની રીત સરાહનીય છે. તેઓ ચરિત્રની વિશિષ્ટતાઓને, વ્ય િતત્વના મર્મપૂર્ણ અંશોને તારવીને એનું હૃદયસ્પર્શી આલેખન કરાવવા માટે કુમારપાળે યોજેલી શૈલીનું પણ વિવરણ કરે છે. વળી આ નિબંધો ભારે સુખ્યાત ચરિત્રોવિષયક હોવાને કારણે ભારે લોકપ્રિય બન્યા છે એ ખરું પરંતુ જીવનમાં તેમણે વેઠેલ પીડા અને સંઘર્ષનો સામનો કરી નકારાત્મક ન બન્યા, પણ હકારાત્મક અભિગમને કારણે કેવા પ્રભાવાત્મક બન્યા એ દૃષ્ટિબિંદુ ચરિત્રનિબંધ-આલેખનમાં અપનાવાયું હોવાને કારણે આ ચરિત્રનિબંધો ગુજરાતના ચરિત્રમૂલક સાહિત્યમાં મહત્તા ધારણ કરશે. એમનું ચિંતનાત્મક સાહિત્ય તથા બાળસાહિત્ય પણ વ્ય િતના વ્ય િતત્વઘડતરમાં ફાળો આપે એ કક્ષાનું દૃષ્ટિબિંદુ ધરાવનારું છે. ડૉ. નલિનીબહેનનું સર્જકનું દૃષ્ટિબિંદુ જાણવાનું અને એ દૃષ્ટિબિંદુને આલેખવાની રીતને ઉપસાવી આપવાનું વલણ એમની • ડી અભ્યાસનિષ્ઠાનું પરિચાયક છે. પુરોગામી વિદ્વાનોનાં મંતવ્યોને પોતાના નિરીક્ષણના સમર્થન માટે ઉદાહ્નત કરવાનું તેમનું વલણ તેમની સ્વાધ્યાયનિષ્ઠાનું પરિચાયક છે. | ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક ક્ષેત્રના પ્રધાનનો પરિચય કરાવ્યા બાદ નલિનીબહેન ડૉ. કુમારપાળના ક્રિકેટવિષયક સાહિત્યને, પત્રકારત્વવિષયક સાહિત્યને અને અનુવાદસાહિત્યને અવલોકે છે. ક્રિકેટવિષયક ડૉ. કુમારપાળ દેસાઈની જાણકારી માત્ર ભારતીય ક્રિકેટરો પૂરતી સીમિત નથી, વિશ્વના ક્રિકેટવિષયક માનાંકનોથી અને ક્રિકેટવીરોથી પરિચિત હોવાને કારણે તેમના અભિપ્રાયો તુલનામૂલક પરિમાણ પ્રાપ્ત કરે છે. પત્રકારત્વ વિષયે પણ વર્તમાનપત્રોનું સ્વરૂ ૫, એમાંના અગલેખોનું સ્વરૂપ વગેરેના સિદ્ધાંતો તેમણે અવલો યા છે. એ બધાં પાસાંની ડૉ. નલિની દેસાઈએ અહીં સદૃષ્ટાંત ચર્ચા કરી છે. એ નિમિત્તે ટૂંકાં કૃતિલક્ષી મૂલ્યાંકનો પણ તેમની પાસેથી મળી રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું વિવેચન, સંપાદન અને સંશોધનક્ષેત્રનું પ્રદાન શા કારણે મહત્ત્વનું છે એ પણ ભારે તાર્કિક રીતે ડૉ. નલિનીબહેન દેસાઈએ અવલો• યું છે. તેમણે કરેલી કૃતિલકી સમીક્ષા અને સર્જ કલક્ષી વિવેચનો ભારે સૂક્ષ્મતાથી કૃતિ કે કર્તાનાં વલણોને ઉપસાવનાર હોવાને કારણે સવિશેષ આસ્વાદ્ય બની રહે છે. સંશોધનમાં તો તેમણે મધ્યકાલીન ગુજરાતી ગદ્યને કેન્દ્રમાં રાખીને બાલાવબોધ, ટબાનાં સંપાદનો કર્યો તે તથા એમાંનું ડૉ. કુમારપાળનું તુલનામૂલક, વિશ્લેષણાત્મક અને ભાષાવિષયક દૃષ્ટિબિંદુ ડૉ. નલિનીબહેને મૂલ્યાંકન દરમ્યાન આલોકિત કર્યું એમાંથી નલિનીબહેનની સ્વાધ્યાય-નિષ્ઠાનો પરિચય મળી રહે છે. આનંદઘન અને બીજા જૈન સર્જકો વિશેનાં તેમનાં લખાણોમાંથી • પસતા ડૉ. કુમારપાળ દેસાઈના સંશોધનમૂલક અને તુલનાત્મક અભિગમમૂલક પાસાને સ્પષ્ટ કરી આપ્યું હોઈને એમાંથી ડૉ. નલિનીબહેનની મધ્યકાલીન સાહિત્યવિષયક અભિજ્ઞતાનો પરિચય પ્રાપ્ત થાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા તેનો પરિચય, તેમને મળેલા પારિતોષિકો, ચંદ્રકોની વિગતો, સાહિત્યિક પ્રદાનની વર્ગીકૃત સૂચિ અને ડૉ. કુમારપાળ દેસાઈનાં બે મહત્ત્વનાં વ્યાખ્યાનોને પણ અહીં આમેજ કરવાનું ડૉ. નલિનીબહેનનું વલણ એમની પોતીકી સૂઝભરી પદ્ધતિનું પરિચાયક છે અને આના હિસાબે ડૉ. કુમારપાળ દેસાઈનો અશેષ પરિચય મળી રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું પ્રદાન કેવું સત્ત્વશીલ અને આપણા જ્ઞાનવારસામાં ઉમેરણરૂપ બની રહે એ કોટિનું છે તેના પરત્વે પૂરા તાર્કિક રહીને તેમણે કરેલું વિવેચન આવા કારણે અર્થપૂર્ણ બની રહે છે. કુમારપાળનું સર્જનાત્મક-વિવેચનાત્મક અને સંશોધનાત્મક દૃષ્ટિબિંદુ સમજવું. તેમની સર્જન-વિવેચનની પદ્ધતિને ઉપસાવીને મૂલવવી તથા પૂરા તાર્કિક રહીને પુરોગામીઓના પ્રતિભાવને પણ VII VIIIPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 88