Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
3/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
છે. ૫૦૦ ધનુની મણિપીઠિકા, દેવછંદક ૫૦૦ ધનુપ્ પહોળો, સાતિરેક ૫૦૦ ધનુષ ઉંચો છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સેધ પ્રમાણ છે. એ રીતે બધી સિદ્ધાયતન વક્તવ્યતા કહેવી યાવત્ ધૂપકડછ છે. તે ઉત્તમ આકારે અને સોળભેદે રત્નોથી યુક્ત છે.
૪૫
આ સુદર્શના/જંબૂ મૂળમાં બાર પાવરવેદિકાથી ચોતફથી સંપવૃિત્ત છે. તે પાવરવેદિકાઓ આર્દ્ર યોજન ઉંચી, ૫૦૦ ધનુષુ, પહોળી છે - વર્ણન કરવું.
જંબુ/સુદર્શના, બીજા-તેનાથી અર્ધ ઉંચાઈ પ્રમાણ માત્રના ૧૦૮ જંબૂવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે જંબૂવૃક્ષો ચાર યોજન ઉંચા, એક કોશ ભૂમિમાં, એક યોજનનો સ્કંધ, એક યોજન વિખંભ, ત્રણ યોજન સુધી ફેલાયેલી શાખાઓ છે. તેના મધ્યભાગે ચાર યોજનનો વિષ્ફભ છે, ચાર યોજનથી અધિક તેની સમગ્ર ઉંચાઈ છે. મૂલ-વજ્રમય છે આદિ ચૈત્ય વૃક્ષ વર્ણન કહેવું.
જંબુ/સુદર્શનના પશ્ચિમોત્તરમાં - ઉત્તરમાં - ઉત્તરપૂર્વમાં અનાહત દેવના ૪૦૦૦ સામાનિકદેવોના ૪૦૦૦ જંબૂ છે. જંબૂસુદર્શનાના પૂર્વમાં અનાહત દેવની ચાર અગ્રમહિષીના ચાર જંબૂ છે. આ પ્રમાણે સમસ્ત પરિવાર, આત્મરક્ષકો સુધીના જંબૂ કહેવા.
જંબુ/સુદર્શના સો-સો યોજનના ત્રણ વનખંડોથી ચોતરફથી ઘેરાયેલી છે. પહેલું, બીજું, ત્રીજું.
જંબૂસુદર્શનાના પૂર્વના પહેલા વનખંડમાં ૫૦ યોજન જઈને એક મોટું ભવન કહેલ છે. પૂર્વના ભવન સમાનજ શયનીય પર્યન્ત બધું વર્ણન કહેવું. એ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવનો જાણવા.
જેમકે -
જંબુ/સુદર્શનાના ઉત્તર-પૂર્વના પહેલાં વનખંડમાં ૫૦ યોજન આગળ ગયા પછી ચાર નંદા પુષ્કરિણી કહેલી છે. તે આ ~ પા, પપ્રભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણી એક કોસ લાંબી, અર્ધ કોસ પહોળી, ૫૦૦ ધનુ ઉંડી છે. તે સ્વચ્છ, લક્ષ્ણ, લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ, નિશંક, નીજ યાવત્ પ્રતિરૂપ છે, ઈત્યાદિ વર્ણન તોરણ સુધી કહેવું જોઈએ.
તે નંદા પુષ્કરિણીના બહુમધ્યદેશભાગમાં એક પ્રાસાદાવાંસક કહેલ છે, તે કોશ પ્રમાણ લાંબુ, અદ્ધકોશ પહોળું, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ સપરિવાર સીંહાસન સુધી કહેવું.
એ પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ૫૦૦ યોજન જતાં ચાર નંદા પુષ્કરિણી છે – ઉત્પલગુહ્મા, નલિના, ઉત્પલા, ઉત્પલીલા.
એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમમાં ૫૦ યોજન જતાં ચાર પુષ્કરિણી-ભૂંગા, ભંગિનિયા, અંજના, કલપભા. બાકી પૂર્વવત્.
જંબુ/સુદર્શનાના ઉત્તરપૂર્વમાં પહેલું વનખંડ ૫-યોજન ઓળંગ્યા પછી આ ચાર નંદાપુષ્કરિણી કહી છે. તે આ – શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા, શ્રીનિલયા. તેનું પ્રમાણ પૂર્વવત્ છે અને પ્રસાદાવર્તક પણ પૂર્વવત્ જાણવા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જંબુ/સુદર્શનાના પૂર્વદિશાના ભવનની ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં, પ્રાસાદાવર્તકની દક્ષિણમાં અહીં એક મોટો ફૂટ કહેલ છે. તે આઠ યોજન ઉંચો, મૂળમાં ૧૨-યોજન પહોળો, મધ્યમાં આઠ યોજન પહોળો, ઉપર ચાર યોજન પહોળો છે. મૂળમાં કંઈક અધિક ૩૭-યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૫-યોજન પરિધિ, ઉપર સાધિક ૧૨-યોજન પરિધિવાળા છે. મૂળમાં વિસ્તીર્ણમધ્યે સંક્ષિપ્ત-ઉપર તનુ-પાતળો, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા, એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
૪૬
તે ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે વત્ ત્યાં અંતર દેવો-દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક સિદ્ધાયતન છે, તે કોશ પ્રમાણાદિ બધું સિદ્ધાચતાં કથન કરવું.
જંબૂસુદર્શનાના પૂર્વીય ભવનથી દક્ષિણમાં, દક્ષિણ-પૂર્વના પાસાદાવાંસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ યાવત્ ત્યાં સિદ્ધાયતન છે... જંબૂ સુદર્શનાની દક્ષિણના ભવનની પૂર્વમાં અને દક્ષિણ-પૂર્વના પાસાદાવતંસકની પશ્ચિમમાં એક વિશાળ ફૂટ છે... એ રીતે દક્ષિણના ભવનની પશ્ચિમમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની પૂર્વમાં એક વિશાલ ફૂટ છે... જંબૂની પશ્ચિમી ભવનની દક્ષિણમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતસકની ઉત્તરમાં વિશાળફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ અને સિદ્ધાયતન છે.
જંના પશ્ચિમી ભવનની ઉત્તરમાં, ઉત્તર પશ્ચિમી પ્રાસાદાવાંસકની દક્ષિણમાં એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ અને સિદ્ધાયતન છે... જંબૂના ઉત્તર ભવનની પશ્ચિમે, ઉત્તરૂપશ્ચિમ પ્રાસાદાવતંસકની પૂર્વમાં અહીં એક ફૂટ કહેલ છે, તે પૂર્વવત્. જંબુના ઉત્તરના ભવનની પૂર્વે, ઉત્તર-પૂર્વના પારાદાવતંસકની પશ્ચિમે એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ તેમજ સિદ્ધાતન છે.
જંબૂસુદર્શના બીજા ઘણા તિલક-લકુટ - યાવત્ - રાયવૃક્ષો, હિંગુવૃક્ષોથી યાવર્તી ચોતરફથી સંપરિવૃત્ત છે.
જંબુ/સુદર્શના ઉપર ઘણાં આઠ-આઠ મંગલકો કહ્યા છે. તે આ – સ્વસ્તિક, શ્રીવત્સાદિ. કૃષ્ણ ચામરધ્વજ યાવત્ છાતિચ્છત્ર છે. જંબુ સુદર્શનાના બાર નામો છે
-
[૧૯૨] સુદર્શના, અમોઘા, સુપબુદ્ધા, યશોધરા, વિદેહ જંબૂ, સોમના, નિયતા, નિત્યડિતા... [૧૯૩] સુભદ્રા, વિશાલા, સુજાતા, સુમના. જંબૂસુદર્શનાના આ બાર નામો છે.
[૧૯૪] ભગવન્ ! જંબૂ સુદર્શના, જંબૂ સુદર્શના કેમ કહેવાય છે ? ગૌતમ ! જંબૂસુદર્શનામાં જંબૂદ્ધીપાધિપતિ અનાવૃત નામ મહર્ષિક દેવ ચાવત્ પલ્યોપમસ્થિતિક વસે છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિકોનું યાવત્ જંબૂદ્વીપના જંબુ