Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૩વિમા૰-૨/૩૨૭ થી ૩૩૨ ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પોમાં દેવોના શરીરો કેવી ગંધવાળા કહ્યાં છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ઠપુટ આદિ સુગંધી દ્રવ્યોની સુગંધથી પણ ચાવત્ મણામતર ગંધવાળા કહ્યા છે. આમ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોનો શરીરનો કેવો સ્પર્શ છે ? ગૌતમ! સ્થિર રૂપે મૃદુ, સ્નિગ્ધ, સુકુમાલ શરીર સ્પર્શવાળા કહ્યા છે. એ પ્રમાણે યાવત્ અનુત્તરોપપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાનના દેવોના પુદ્ગલો કેવા ઉચ્છ્વાસપણે પરિણમે છે ? ગૌતમ ! જે પુદ્ગલો ઈષ્ટ, કાંત યાવત્ તે ઉચ્છ્વાસપણે પરિણમે છે. યાવત્ અનુત્તરોપાતિક. એ પ્રમાણે આહારપણે પણ અનુત્તરોપાતિક સુધી કહેવું. સૌધર્મ-ઈશાન દેવોની કેટલી લેયાઓ કહી છે? ગૌતમ ! એક જ તેજોલેશ્યા કહી છે. સનકુમાર અને માહેન્દ્રમાં એક પાલેશ્યા છે. બ્રહ્મલોકમાં પણ પાલેશ્યા છે. બાકીનાને એક શુકલલેશ્યા છે. અનુત્તરોપાતિકને એક પરમકલલેશ્યા છે. ૧૩૯ સૌધર્મ-ઈશાન દેવો શું સમ્યક્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યક્રમિથ્યા દૃષ્ટિ છે? ત્રણે પણ હોય, યાવત્ અંતિમ ત્રૈવેયક દેવો સભ્યષ્ટિ પણ હોય, મિથ્યાષ્ટિ પણ હોય, સદ્-મિથ્યા દષ્ટિ પણ હોય. અનુત્તરોપપાતિક દેવો સદ્દષ્ટિ જ હોય, મિથ્યાષ્ટિ ન હોય, સભ્યમિથ્યા દૃષ્ટિ ન હોય. સૌધર્મ-ઈશાન દેવો શું જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા યાવત્ ત્રૈવેયક. અનુત્તરોપયાતિક દેવો જ્ઞાની છે, અજ્ઞાની નથી, ત્રણ જ્ઞાન નિયમા હોય. ત્રણ યોગ-બે ઉપયોગ બધાં દેવોને અનુત્તર સુધી કહેવા. • વિવેચન-૩૨૭ થી ૩૩૨ : વૃત્તિમાં ઘણું વર્ણનાં સૂત્રના સંસ્કૃત રૂપાંતર રૂપ જ છે, તેથી સૂત્રાર્થમાં અમે અનુવાદ કરેલ બાબતોની અહીં યુક્તિ કરી નથી. ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે પૃથ્વીની જાડાઈ કેટલી છે ? ૨૭૦૦ યોજન. એ રીતે બાકીના સૂત્રો સૂત્રાર્થ મુજબ જાણવા. હવે વિમાનના ઉચ્ચત્વ પરિમાણને પ્રતિપાદિત કરવા કહે છે – અહીં વિમાનને – મહાનગર કલ્પી, તેની ઉપર વનખંડ, પ્રાકાર, પ્રાસાદાદિ કલ્પવા. આ સૂત્ર વડે પ્રાસાદાની અપેક્ષાએ ઉચ્ચત્વ કહે છે. ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન કેટલા ઉંચા કહ્યા છે ? ગૌતમ ! ૫૦૦ યોજન, કેમ મૂલ પ્રાસાદાદિનું તેમાં ૫૦૦ યોજન ઉચ્ચત્વ પ્રમાણ છે. એ રીતે બાકીના સૂત્રો. બધે જ વિમાનોનું બાહલ્સ અને ઉચ્ચત્વના સંયોગથી ૩૨૦૦ યોજન. કહ્યું છે – પહેલા કલ્પે પૃથ્વીનું બાહલ્સ ૨૭૦૦ યોજન છે. બાકીનામાં ૧૦૦-૧૦૦ની હાનિ થાય છે. બાકીના એટલે બે-બે-બે અને ચાર કલ્પ સમજવા. વિમાનોમાં આધની ઉંચાઈ ૫૦૦ છે. પછીના બે-બે-બે અને ચારમાં ૧૦૦-૧૦૦ની વૃદ્ધિ સમજવી. - ૪ - હવે સંસ્થાન નિરૂપણાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પના વિમાનો જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ક્યા આકારે છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે – આવલિકા પ્રવિષ્ટ અને આવલિકા બાહ્ય. આવલિકા પ્રવિષ્ટ - પૂર્વાદિ ચારે દિશામાં શ્રેણીથી રહેલ તે. અથવા આંગણ દેશમાં ફૂલના ઢગલા જેવા. તેથી વિપ્રકીર્ણ તે આવલિકા બાહ્ય. તેને ‘પુષ્પાવકીર્ણ' કહે છે. તેનો મધ્યવર્તી વિમાનેન્દ્ર દક્ષિણ, પશ્ચિમ, ઉત્તરમાં હોય પણ પૂર્વ દિશામાં ન હોય. ૧૪૦ આવલિકા પ્રવિષ્ટ ત્રણ ભેદે – વૃત્ત, ઋસ, ચતુરસ. તે પ્રત્યેક પ્રસ્તટે વિમાનેન્દ્રની પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર, ચારે દિશામાં શ્રેણીરૂપે રહેલ છે. વિમાનેન્દ્રક બધાં વૃત્ત, તેની પાસે ચારે દિશામાં ત્ર્યસ, પછી ચારે દિશામાં ચતુરસ, પછી વૃત્ત એ રીતે આવલિકા હોય. આવલિકા બાહ્ય, તે વિવિધ આકારે હોય છે, જેવા કે બંધાવર્ત, સ્વસ્તિક, ખડ્ગ ઈત્યાદિ. આ બધું ત્રૈવેયક સુધી છે. અનુત્તરમાં સર્વાર્થસિદ્ધ વૃત્ત, બાકીના ાસ. હવે વિમાનના લંબાઈ-પહોળાઈ, પરિધિ કહે છે ભદંત ! સૌધર્મ અને ઈશાન વિમાનોની લંબાઈ-પહોળાઈ, પરિધિ કેટલી છે ? ગૌતમ ! વિમાન બે પ્રકારે છે – સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. હવે વર્ણ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાનોના = કેટલા વર્ષોં કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ – કૃષ્ણ, નીલ ઈત્યાદિ. બાકી સૂત્રાર્થ મુજબ જાણવું. હવે પ્રભા પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મ અને ઈશાન વિમાનોની કેવી પ્રભા કહેલી છે ? ગૌતમ ! નિત્ય મોજ - દર્શન, દૃશ્યમાનતા જેમાં છે તે નિત્યાલોક. નિત્યાલોક કઈ રીતે ? એ હેતુદ્વાર વડે વિશેષ કહે છે – નિત્યોધોતાનિ. જે કારણથી સતત દીપ્યમાનતા છે, તેથી નિત્યાલોક. આ સતત ઉધોતમાનતા પરસાપેક્ષા પણ સંભવે છે, જેમ મેરુના સ્ફટિક કાંડની સૂર્યના કિરણોના સંપર્કથી ઉધોતમાનતા છે. - X - હવે ગંધ પ્રતિપાદનાર્થે કહે છે – ભદંત ! સૌધર્મઈશાન કલ્પે વિમાનની કેવી ગંધ છે ? ગૌતમ ! જેમ કોઈ કોષ્ટપુટ, સંપપુટ, દમનકપુટ, કુંકુમપુટ, ચંદનપુટ, ઉસીરપુટ, મરુવાપુટ, જાઈપુટ ઈત્યાદિ, વાયુ વહે ત્યારે, ભાંગતા-કુટતા-ઉડાડતાવિખેરતા પરિભોગાદિ કરતા, સંહરાતા તે ઉદાર, મનોજ્ઞ, મનહર, ધ્રાણ અને મનને સુખકર ચોતરફથી ગંધ નીકળે છે. શું તેવી ગંધ હોય ? ના, આ અર્થ સંગત નથી. તે વિમાનો તેના કરતાં ઈષ્ટતર, કાંતતર, મનોજ્ઞતર, મણામતર ગંધવાળા કહ્યા છે. હવે સ્પર્શ પ્રતિપાદનાર્થે કહે છે ભદંત ! સૌધર્મ-ઈશાન વિમાનોનો સ્પર્શ કેવો છે ? ગૌતમ! સૂત્રાર્થ મુજબ જાણવું. હવે મોટાઈ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ ઈશાન કલ્પે વિમાનો કેટલા મોટા — પ્રમાણમાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ નામે દ્વીપ, સર્વે દ્વીપ-સમુદ્રોમાં સચિંતર, સૌથી લઘુ, વૃત્ત-તેલના પૂડલા સંસ્થાને રહેલ, વૃત્ત-પુષ્કરકર્ણિકા આકારે રહેલ, વૃત્તપ્રતિપૂર્ણચંદ્ર આકારે રહેલ, એક લાખ યોજન લાંબો-પહોળો ઈત્યાદિ. કોઈ મહર્ષિક

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104