Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
BJદ્વીપ૦/૨૦૫,૨૦૬
૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
આ બધાંના સાદેશ્યાદિ આવાસ પર્વતને ગોતૂપ કહે છે. અનાદિકાળ પ્રવૃત આ વ્યવહાર છે. - X -
અહીં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોતુપ મહર્તિક, મહાધુનિક આદિ દેવ છે. તે ૪ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પપદા, સાત સૈન્ચ, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ગોખુપા રાજધાની, બીજા પણ ત્યાંના દેવદેવીઓનું આધિપત્ય કરતા વિચારે છે. તેથી ગોસ્તૂપદેવ સ્વામીત્વથી ગોસ્તૂપ નામ છે.
હવે ગોતૂપ રાજધાની પૂછે છે – ભદંત ! નાગેન્દ્ર-નાગરાજ ગોતૂપની ગોખુપા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! ગોસ્વપ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્થી અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી લવણસમુદ્રમાં ૧૨,ooo યોજના ગયા પછી, તે
તરમાં ગોતૂપ નાગેન્દ્ર નાગરજની ગોતૂપા રાજધાની છે, વિજયા રાજધાની સદેશ તે કહેવી. આ પ્રમાણે ગોતૂપ કહ્યો, હવે દકાભાસને કહે છે -
શિવક - જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણથી લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી નાગરાજ શિવકનો દકાભાસ નામ આવાસ પર્વત છે. તે ગોપવતું કહેવો યાવત્ સિંહાસન. હવે નામ નિમિત પૂછે છે – ગૌતમ! દકાભાસ આવાસપર્વત લવણ સમુદ્રમાં બધી દિશામાં સ્વ સીમાથી આઠ યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે ઉદક છે, તે સમસ્તપણે અતિ વિશુદ્ધ કરતમય સ્વપભાથી અવભાસે છે. તેને ત્રણ પયચિથી કહે છે – ચંદ્રની જેમ ઉધોત કરે છે, સૂર્યની જેમ તપે છે, પ્રહાદિવ, પ્રભાસે છે. તેથી દક-પાણીને આભાસે છે. બધી દિશામાં અવભાસે છે તેથી દકાભાસ શિવક નામે આ પર્વત ઉપર નાગરાજ, મહદ્ધિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪ooo સામાનિકોનું આધિપત્ય કરતો આદિ પૂર્વવતું. અહીં શિવકા રાજધાની કહેવી. તે આવાસ પર્વત દક મથે શોભે છે માટે દકાભાસ. દકાભાસની શિવકા રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી.
હવે શંખ આવાસ પર્વત વકતવ્યતા- નાગેન્દ્ર નાગરાજ શંખનો શંખવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબૂહીપના મેની પશ્ચિમે લવણ સમુદ્રમાં ૪૨,ooo યોજના થઈને ત્યાં નાગરાજ નાગેન્દ્ર શંખનો શંખ આવાસ પર્વત છે. તે ગોતૂપવતુ કહેવો. • x • તેના નામનું કારણ – શંખ આવાસ પર્વતમાં નાની-નાની વાવડી વાવતું બિલપંક્તિમાં ઘણાં ઉત્પલ યાવતુ શતસહસાબો શંખાકાર, શંખવર્ણ, શંખવર્ણ સંદેશ વર્ણવાળા છે. ભુજગેન્દ્ર ભુજગરાજ શંખ મહર્વિક દેવ અહીં વસે છે. • x • માત્ર અહીં શંખા રાજધાની કહેવી. વળી તેમાં રહેલ ઉત્પલાદિ, શંખાકાર, શંખદેવ સ્વામી આદિ કારણે શંખ. તેથી ઉક્ત નામ રાખ્યું. શંખા રાજધાની, શંખાવાસ પર્વતની પશ્ચિમ દિશામાં તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી લવણ સમુદ્રમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવતુ છે.
ધે દકસીમા પર્વત વક્તવ્યતા - ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે લવણ સમદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી, આ અવકાશમાં મન:શિક્ષક ભુજગેન્દ્ર ભુજગરાજનો દકસીમ નામે આવાસ પર્વત કહ્યો છે. તે ગોતૂપ
પર્વતવત કહેવો.
હવે તેના નામનું નિમિત - ગૌતમ ! દકસીમ આવાસ પર્વતે શીતા-શીતોદા મહાનદીનો જળપ્રવાહ પ્રતિહત થાય છે, તેથી ઉદકના સીમાકારીપણાથી તેને દકસીમ કહે છે - ૪ - બીજું મન:શિલ ભુજગેન્દ્ર ભુજગરાજ મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આદિ પૂર્વવતું. માત્ર મનઃશિલા એ રાજધાની કહેવી. મનઃશિલ દેવની લવણ જળ મળે સીમા છે -x - તેથી ‘દકસીમા’ નામ છે. મનઃશિલા રાજધાની વિજયાવત કહેવી.
આ રીતે ચાર વેલંધર આવાસ પર્વતો કહ્યા, હવે મૂળદલમાં વિશેષથી જણાવવા કહે છે - ગોસ્તપાદિના આવાસો ગોસ્વપ આદિ ચારે પતિો યથાક્રમે કનક, અંક, રજત, સ્ફટિકમય છે. - x • તથા મોટાં વેલંધરાના આદેશને પ્રતિછકપણે અનુયાયી વેલંધર, તે અનુવેલંધર. તે અનુવેલંધરરાજના પર્વત રત્નમય છે.
• સુત્ર-૨૦૩ :
ભગવન તુવેલંધર નાગરાજ કેટલા છે ? ગૌતમ! ચાર તે આ - કર્કોટક, કર્દમક, કૈલાશ, અરણપભ. • • ભગવન! આ ચાર અનુવલંધર નાગરાજના કેટલા આવાસ પર્વતો કહ્યા છે? ગૌતમ! ચાર તે આ - કર્કોટક ચાવતું અરુણપભ.
ભગવાન ! કોંટક નુ વેલંધર નાગરાજનો કર્કોટક આવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં લવણસમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી કકટક નાગરાજનો ર્કોટક નામે આવાસ પર્વત છે. તે ૧૭૧ યોજન ઉંચો છે, તે બધું પ્રમાણ ગોતૂપવત્ કહેવું. વિશેષ એ કે – સર્વ રનમય, સ્વચ્છ વાવ4 સંપૂર્ણ કહેવું ચાવત સપરિવાર સિંહાસન સુધી કહેવું. અર્થ - ઘણાં ઉત્પલો કટક આકારના છે આદિ પૂવવ4. વિશેષ આજ – કકટક પર્વતની ઈશાને રાજધાની છે આદિ બધું પૂર્વવત. • • • કર્દમ આવાસ પર્વત પણ તેમજ કહેવો. માત્ર અગ્નિ ખૂણામાં આવાસ, વિધુતભા રાજધાની પણ
અનિખૂણામાં કહેવી. • • - કૈલાશ પણ તેમજ છે. માત્ર નૈઋત્ય ખૂણામાં, કૈલાશ રાજધાની પણ તેમજ છે. - - - અરુણાભ પણ તેમજ છે. તે વાયવ્ય ખૂણામાં છે. રાજધાની પણ તેમજ છે.
ચારે પર્વત એક પ્રમાણના, સર્વ રનમય છે. • વિવેચન-૨૦૩ -
ભગવન! અતુવેલંધર રાજ કેટલા છે ? ગૌતમ! ચાર. કર્કોટક આદિ. ભગવતુ ચાર અનવેલંધરરાજના કેટલાં આવાસપર્વતો છે ? ગૌતમ એકૈકના એકૈક ભાવથી ચાર, અનુવેલંધ-રાજના આવાસ પર્વતો કહ્યા છે - કર્કોટક ઈત્યાદિ ચાર,
ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરપૂર્વમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજના ગયા પછી કર્કોટક ભુજગેન્દ્ર ભુજગરાજનો કર્કોટક નામે આવાસપર્વત છે. તેના પ્રમાણાદિ માટે ગોપ આવાસ પર્વતની વકતવ્યતા અહીં અહીનાતિક્તિ