Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 42
________________ ૩/દ્વીપ૰/૨૧૭ થી ૨૧૯ ૬૯ દેવ સમુદ્રના ચંદ્રોના સંવદ્વીપ નામે દ્વીપો ક્યાં છે? ગૌતમ ! દેવોદક સમુદ્રના પૂર્વી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજન જતાં છે. તે જ ક્રમે યાવત્ રાજધાની કહેવી. રાજધાની પોત-પોતાના દ્વીપની પશ્ચિમે દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી અહીં દેવોદકના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાનીઓ કહી છે. એ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે સૂર્યના દ્વીપો પણ કહેવા. વિશેષ આ - દેવોદકના પશ્ચિમી વેદિકાંતથી દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજનો ગયા પછી છે. આ રીતે નાગ, યક્ષ, ભૂતાદિ ચારે દ્વીય સમુદ્ર કહેવા. ભગવન્ ! સ્વયંભૂરમણદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો કયાં છે ? સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વી વેદિકાંતથી સ્વયંભૂરમણોદક સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જવાથી છે. તે પ્રમાણે જ રાજધાનીઓ પોતાના દ્વીપની પૂર્વેથી સ્વયંભૂરમણોદક સમુદ્રમાં પૂર્વમાં અસંખ્યાત યોજન ગયા પછી પૂર્વવત્ છે. એ પ્રમાણે જ સૂર્યદ્વીપો કહેવા. સ્વયંભૂરમણ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી છે, રાજધાની પોત-પોતાના દ્વીપોની પશ્ચિમે સ્વયંભૂરમોદ સમુદ્રમાં અસંખ્યાત યોજન ગયા પછી બાકી પૂર્વવત્. ભગવન્ ! સ્વયંભૂષણ સમુદ્રના ચંદ્રીના ચંદ્રદ્વીપ કયાં છે ? સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વી વેદિકાંતથી સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમમાં ૧૨,૦૦૦ યોજન જઈને. બાકી પૂર્વવત્ એ પ્રમાણે સૂર્યોના પણ જાણવા. સ્વયંભૂરમણના પશ્ચિમથી, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વમાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાની પોતાના દ્વીપની પૂર્વમાં સ્વયંભુરમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને, આ સ્વયંભૂરમણ યાવત્ ત્યાં સૂર્યદેવ છે. [૧૮] ભગવન્ ! લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ, ખન્ના, અગ્યા, સિંહા, વિજાતી, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે શું ? હા, છે. ભગવન્ ! જે રીતે લવણસમુદ્રમાં વેલંધર નાગરાજ યાવત્ હ્રાસવૃદ્ધિ છે, તે રીતે બહારના સમુદ્રોમાં પણ વેલંધરનાગરાજ, અન્ધ્રા, સીહા, વિજા, જળનો હ્રાસ કે વૃદ્ધિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. [૨૧૯] ભગવન્ ! લવણરસમુદ્રમાં શું ઉચ્નિતજળ, પ્રસ્તટ જળ, તુર્ભિત જળ, અક્ષુભિત જળ છે ? ગૌતમ ! ઉચ્છિત અને ક્ષુભિત જળ છે, પણ પસ્તટ અને અક્ષુભિત જળ નથી. ભગવન ! જેમ લવણસમુદ્રમાં ઉચ્છિત જળ છે - પણ પ્રતટ જળ નથી, ભિત જળ છે - પણ અક્ષુભિત જળ નથી, તે પ્રમાણે શું બહારના સમુદ્રોમાં - ૪ - છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઉચ્છતોદક નથી - પણ પ્રસ્તટોદક છે, સુભિત જળ નથી - પણ અક્ષુભિત જળ છે. તે પૂર્ણ, પૂર્ણપ્રમાણવાળા, વોલમાણ, વોસમાણ, સમભરઘડપણે રહેલ છે. ભગવન્ ! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ સંવેદિત, સંમૂર્ત્તિમ થાય છે અથવા વર્ષા વરસાવે છે ? હા, છે. ભગવન્ ! જેમ લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંવેદિત-સંમૂર્છિત થાય કે વર્ષા વરસાવે છે, તેમ બહારના સમુદ્રોમાં પણ + X છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું – બાહ્ય સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, વોલ્ફમાણ, વોસમાણ, સમભરઘડિતપણે રહેલા છે ? ગૌતમ ! બહારના સમુદ્રમાં ઘણાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલો ઉદકપણે આવે છે - જાય છે, રાય-ઉપરાય પામે છે. તે કારણથી એમ કહ્યું કે બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા સાવત્ સમભરઘડતપણે રહેલ છે. • વિવેચન-૨૧૭ થી ૨૧૯ : 90 ... ભદંત ! દેવદ્વીપના ચંદ્રોના ચંદ્ધદ્વીપ ક્યાં છે? ગૌતમ! દેવદ્વીપના પૂર્વી વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ત્યાં દેવદ્વીપના ચંદ્રોના ચંદ્નદ્વીપો છે. રાજધાની સ્વકીય ચંદ્રદ્વીપોની પશ્ચિમ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી દેવદ્વીપના ચંદ્રોની ચંદ્રા નામે રાજધાની, વિજયા રાજધાનીવત્ છે. દેવદ્વીપના સૂર્યોના સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! દેવદ્વીપના પશ્ચિમ વેદિકાંતથી દેવોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતાં છે. રાજધાની સ્વકીય સૂર્યદ્વીપની પૂર્વ દિશામાં તે જ દેવદ્વીપમાં અસંખ્યાત હજાર યોજન ગયા પછી આવે છે. ભદંત ! દેવસમુદ્રના ચંદ્રોના ચંદ્રન્દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! દેવસમુદ્રના પૂર્વ વેદિકાંતથી દેવસમુદ્રમાં પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ યોજન અવગાહીને - x - છે. રાજધાનીઓ સ્વકીય ચંદ્રદ્વીપની પશ્ચિમ દિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજને છે. દેવોદક સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપો દેવોદક સમુદ્રના પશ્ચિમવેદિકાંત થકી દેવોદક સમુદ્રની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજન જઈને છે. રાજધાનીઓ પણ સ્વકીય સૂર્યદ્વીપોની પૂર્વદિશામાં દેવોદક સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન જઈને છે. એ રીતે નાગાદિ ચાર જાણવા. દ્વીપગત ચંદ્ર-સૂર્યના ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ અનંતરસમુદ્રમાં, સમુદ્રગતોમાં સ્વસમુદ્રમાં જ, રાજધાનીઓ દ્વીગત ચંદ્ર-સૂર્યોના સ્વ-સ્વદ્વીપમાં, સમુદ્રગતોમાં સ્વ સમુદ્રમાં છે. મૂળ ટીકાકારે પણ કહેલ છે કે શેષ દ્વીપગત ચંદ્ર-સૂર્યના દ્વીપો અનંતર સમુદ્રમાં જાણવા. રાજધાની પૂર્વ કે પશ્ચિમ અસંખ્યાત દ્વીપ, સમુદ્રોમાં જઈને પછી બીજા સર્દેશ નામના દ્વીપમાં હોય છે. પણ તેમાં છેલ્લા આ પાંચ-છોડી દેવા – દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ, તેમના ચંદ્ર-સૂર્યોની રાજધાની બીજા દ્વીપમાં નથી. પણ પોતાના જ દ્વીપમાં અસંખ્યાત યોજન દૂર હોય છે. - ૪ - ભદંત ! લવણસમુદ્રમાં નાગરાજ વેલંધર, વરિ - મત્સ્ય, કચ્છપ વિશેષ. હ્રાસ અને વૃદ્ધિ જળના જ જાણવા. ભગવંતે કહ્યું – હા, હોય છે. - - - ભગવન્ ! લવણ સમુદ્ર શું ઉષ્પ્રિતોદક, પ્રસ્તટોદક - પ્રસ્તટ આકારપણે સ્થિત જળ જેનું છે તે. અર્થાત્ સર્વત્ર સમ-ઉદક. ક્ષુભિત જળ અને અક્ષુભિત જળ હોય? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષુભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉચ્છિતોદક આદિ ચાર જળ હોય ? ગૌતમ ! ઉચ્છિત જળ, ક્ષુભિત જળ હોય, બાકીના બે ન હોય. લવણસમુદ્ર માફક બહારના સમુદ્રોમાં ઉચ્છતોદક આદિ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104