Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩/દ્વીપ૰/૨૯૫
દેવ કહેવા. ઉદકને કારણે અથવા નંદીશ્વરદ્વીપને વીંટીને રહેલ હોવાથી નંદીશ્વર સમુદ્ર કહ્યો. આ પ્રમાણે બધાં સમુદ્ર અને દ્વીપની યથાયોગ્ય વ્યુત્પત્તિ કહેવી. આ રીતે જંબુદ્વીપથી નંદીશ્વર સમુદ્ર સુધી એક પ્રત્યવતારા કહ્યા. હવે આગળ અરુણ આદિ દ્વીપ-સમુદ્ર પ્રત્યેક પ્રિત્યવતારોને કહે છે.
• સૂત્ર-૨૯૬ થી ૩૦૦ :
[૨૬] નંદીશ્વર સમુદ્ર, અરુણ નામક વૃત્તિ-વલયાકાર દ્વીપ વડે યાવત્ ઘેરાઈને રહેલ છે. ભગવન્ ! અરુણદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થિત? ગૌતમ ! સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ચક્રવાલ વિષ્ફભ કેટલો છે? સંખ્યાત લાખ યોજન ચક્રવાલ
૧૧૧
વિકમ અને સંખ્યાત લાખ યોજન પરિધિ છે. પાવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર પૂર્વવત્ છે. સંખ્યાત લાખ યોજન દ્વારાંતર ચાવત્ નામ-અર્થ – વાવડી ઈન્નુરસ જેવા પાણીથી ભરી છે. ઉત્પાત્ પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. અશોક અને વીતશોક એ બે મહર્ષિક યાવત્ દેવો વસે છે. તે કારણે યાવત્ સંખ્યાત
જ્યોતિક છે.
[૨૭] અરુણ દ્વીપ, અરુણોદ સમુદ્રથી ઘેરાયેલ છે. તેનો પણ પૂર્વવત્ પરિક્ષેપ છે. નામાર્થ સોદોદક. વિશેષ આ - સુભદ્ર અને સુમનભદ્ર બે મહર્ષિક દેવો છે. બાકી પૂર્વવત્
અરુણોદ સમુદ્ર, અણવર નામક વૃત્ત-વલયાકાર દ્વીપ વડે ઘેરાયેલ છે. પૂર્વવત્ બધું સંખ્યાનું યાવત્ નામાર્થ સોદોદક વડે પરિપૂર્ણ છે. ઉત્પાત્ પર્વત સર્વ વજ્રમય, સ્વચ્છ છે. બે દેવો અરુણવરભદ્ર અને અરુણવરમહાભદ્ર મહર્જિક આદિ છે.
-
એ પ્રમાણે અરુણવર સમુદ્રમાં યાવત્ અરુણવર અને અરુણ મહાવર નામક બે દેવો છે. બાકી બધું પૂર્વવત્.
અણવરોદ સમુદ્રને અરુણવરાવભાસ નામક વૃત્ત દ્વીપ ઘેરીને રહેલ છે યાવત્ અણવરાવભાસભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર એ બે મહદ્ધિક દેવો છે. એ પ્રમાણે અરુણવરાવભાસ સમુદ્ર છે. વિશેષ એ કે ત્યાં અરુણવરાવભાવર, અણવરાવભાસમહાવર દેવો છે.
...
[૨૮] કુંડલદ્વીપમાં કુંડલભદ્ર અને કુંડલ મહાભદ્ર બે મહદ્ધિક દેવો છે. કુંડલવર - - કુડલોદ સમુદ્રમાં ચક્ષુશુભ, ચક્ષુકાંત બે મહર્ષિક દેવો છે. દ્વીપમાં કુડલવરભદ્ર, કુંડલવર-મહાભદ્ર એ બે મહર્ષિક દેવ છે. - કુંડલવરોદ સમુદ્રમાં મહદ્ધિક બે દેવ કુંડલવર અને કુંડલવરમહાવર છે. - કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાસભદ્ર અને કુંડલવરાવભાસમહાભદ્ર એ બે દેવો છે. - - કુંડલવરોભાસ સમુદ્રમાં કુંડલવરોભાસવર અને કુંડલવરોભાસમહાવર એ બે દેવ ાવત્ પલ્યોપમ-સ્થિતિક વસે છે.
---
[૨] કુંડલવરોભાસ સમુદ્ર, રુચક નામક ધૃવિલયાકાર દ્વીપ યાવત્
---
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
ઘેરીને રહેલ છે. તે શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ ? ગૌતમ ! સમયચક્રવાલ સંસ્થિત છે. ચક્રવાલ વિકુંભ કેટલો છે? આદિ પૂર્વવત્ સર્વાર્થ અને મનોરથ બે દેવો છે. બાકી પૂર્વવત્ - - - રુચોદ નામક સમુદ્ર સોદોદ સમુદ્ર માફક સંખ્યાત લાખ યોજન ચક્રવાલ વિ−ભવાળા, સંખ્યાત લાખ યોજન પરિધિવાળા, દ્વારરૂદ્વારાંતર પણ સંખ્યાત લાખ યોજનવાળા છે. જ્યોતિક સંખ્યા પણ સંખ્યાત કહેવી. નામાર્થ પણ સૌદોદ માફક કહેવો. વિશેષ એ – સુમન અને સૌમનસ એ જે દેવો મહર્ષિક છે આદિ પૂર્વવત્.
૧૧૨
ટુચકદ્વીપની આગળ બધાં હીપ-સમુદ્રોનો વિષ્ફભ, પરિધિ, દ્વારાંતર, જ્યોતિક બધું અસંખ્યાત કહેવું.
---
ટુચકોદ સમુદ્રને ઘેરીને કવર નામે વૃત્ત દ્વીપ છે, તેમાં રુચકવરભદ્ર અને ચકવરમહાભદ્ર એ બે દેવ છે. - ચકવરોદ સમુદ્રમાં ચકવર, ટુચક મહાવર બે મહર્ષિક દેવ છે. રુચકવરાવભાસ દ્વીપમાં કવરાવભાસવર અને ચકવરાવભાામહાવર એ બે મહદ્ધિક દેવ છે.
[૩૦] હારદ્વીપમાં હારભદ્ર, હારમહાભદ્ર દેવ છે. હાર સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે મહદ્ધિક દેવ છે. હારવરોદ દ્વીપમાં હારવરભદ્ર, હારવરમહાભદ્ર બે મહર્ષિક દેવ છે. હારવરોદ સમુદ્રમાં હારવર, હારવરમહાવર એ બે દેવ છે.
હારવરાવભાદ્વીપમાં હારવરાવભાાભદ્ર અને હાવરાવભાસમહાભદ્ર બે દેવ છે. હારવરાવભાસ સમુદ્રમાં હારવરાવભારાવર અને હારવરાવભાસમહાવર એ બે દેવ છે.
આ પ્રમાણે બધાં ત્રિપત્યાવતાર જાણવા યાવત્ સુરવરોભાસ સમુદ્ર, દ્વીપના નામ સાથે ભદ્ર અને સમુદ્રના નામ સાથે વર લગાડતા, તે દ્વીપ, સમુદ્રના નામ થાય છે. યાવત્ ોદવથી સ્વયંભૂરમણ પર્યન્તમાં વાવડી આદિ ઈક્ષુરસ જેવા જળથી ભરેલ છે, પર્વતો બધાં વજ્રમય છે.
દેવદ્વીપ દ્વીપમાં બે મહદ્ધિક દેવ રહે છે દેવભદ્ર અને દેવમહાભદ્ર. દેવોદ સમુદ્રમાં દેવવર અને દેવમહાવર છે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂરમણભદ્ર અને સ્વયંભૂરમણમહાભદ્ર એ બે મહદ્ધિક દેવ છે. . . . સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણ નામે ધૃત્ત-વલયાકાર સમુદ્રથી ઘેરાયેલ છે. યાવત્ અસંખ્યાત લાખ યોજન પરિધિથી છે યાવત્ નામાર્થ
-
-
ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રનું જળ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તનુક, સ્ફટીકવ આભાવાળું, પ્રાકૃતિક ઉદકરસ છે. તેમાં સ્વયંભૂરમણવર અને સ્વયંભૂરમણ મહાવર બે મહદ્ધિક દેવો છે. બાકી પૂર્વવત્ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે.
• વિવેચન-૨૯૬ થી ૩૦૦ :નંદીશ્વર સમુદ્રને ઘેરીને અરુણદ્વીપ રહેલ છે. - x + ;
• ક્ષોદવરદ્વીપની વક્તવ્યતા