Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૩/દ્વીપ /૨૧૭ થી ૨૧૯ ૧ ચાર જલ હોય ? ગૌતમ ! તેમાં ઉચ્છતોદક ન હોય, પણ પ્રસ્તટોદક હોય કેમકે બધે સમઉદક હોય છે. ક્ષુભિતજળ ન હોય પણ અક્ષુભિતજળ હોય. કેમકે તેમાં ક્ષોભના હેતુરૂપ પાતાળકળશાદિનો અભાવ હોય છે. પણ તે પૂર્ણ હોય છે. સ્વપ્રમાણ ચાવત્ જળથી પૂર્ણ, પરિપૂર્ણ ભૂતપણે ઉછળતા, વિશેષથી ઉછળતા અને પરિપૂર્ણ ભરણ તે સમભરઘટપણે છે. ભદંત ! આ લવણસમુદ્રમાં ઉદાર મેઘો સંમૂન અભિમુખ થાય છે, પછી સંમૂછેં છે, પછી પાણી વરસાવે છે ? હા, તેમ છે. - x - ભદંત ! એવું શા માટે કહેવાય છે કે બાહ્ય સમુદ્રો પૂર્ણ અને પૂર્ણ પ્રમાણવાળા છે ? ગૌતમ ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદકયોનિક જીવો અને પુદ્ગલો જળપણે જાય છે અને જન્મે છે. અર્થાત્ એક જાય છે - બીજા ઉત્પન્ન થાય છે. ચય-ઉપચય થાય છે. આ પુદ્ગલો પ્રતિ જાણવું. કેમકે ચોપચય પુદ્ગલોનો જ હોય. હવે ઉદ્વેધ-પરિવૃદ્ધિ વિચારતા આ કહે છે – • સૂત્ર-૨૨૦ : ભગવન્ ! લવણ સમુદ્રની ઉદ્ધેધની પરિવૃદ્ધિ કઈ રીતે થાય છે ? ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે ૯૫-૯૫ પ્રદેશ જઈને એક પ્રદેશની ઉદ્વેધ-પરિવૃદ્ધિ કહી છે. ૯૫-૯૫ વાલાણૢ ગયા પછી એક એક વાલાગ્રની ઉદ્વૈધ-પરિવૃદ્ધિ કહી છે, ૯૫-૯૫ લિટ્સા ગયા પછી એક એક લિજ્ઞાની ઉદ્વૈધ-પરિવૃદ્ધિ થાય છે. એ રીતે ૯૫-૯૫ યવથી યવમધ્ય, ગુલ, વિતસ્તિ, ત્નિ, કુક્ષી, ધનુષ, ગાઉ, યોજન, યૌજનાત, યોજનસહસ ઉદ્વેધ-પરિવૃદ્ધિ જાણવી. ભગવન્ ! લવણ સમુદ્રમાં ઉત્સેધ પરિવૃદ્ધિ કયા ક્રમે થાય છે? ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુએ ૯૫-૯૫ પ્રદેશ જઈને ૧૬-પ્રદેશ પ્રમાણ ઉત્સેધ પરિવૃદ્ધિ કહી છે. ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુ આ જ ક્રમથી યાવત્ ૯૫૯૫ હજાર યોજન જઈને ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે. • વિવેચન-૨૨૦ : ભદંત ! લવણ સમુદ્ર ઉદ્વેધ-પરિવૃદ્ધિથી કેટલા યોજનનો કહ્યો ? અર્થાત્ જંબુદ્વીપના વેદિકાંતથી, લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને બંને તરફ લવણસમુદ્ર કેટલા યોજન માત્રા-માત્રાથી ઉદ્વેધ-પરિવૃદ્ધિ પામે છે ? લવણ સમુદ્ર બંને પડખે ૫૯૫ પ્રદેશ જઈને પ્રદેશ ઉદ્વેધ-પરિવૃદ્ધિ કહી છે. - ૪ - પછી ૯૫-૯૫ વાલાગ઼ જઈને એક વાલાગ્ર ઉદ્વેધ પરિવૃદ્ધિથી કહેલ છે. એ પ્રમાણે લીક્ષા, યવમધ્યથી યોજનશત સુધી સૂત્રો કહેવા. પછી ૯૫,૦૦૦ યોજન જઈને હજાર યોજન ઉદ્વેધપવૃિદ્ધિ કહેવી. હવે કૈરાશિક સિદ્ધાંતથી ૯૫ યોજને કેટલી વૃદ્ધિ થશે, એ જાણવા માટે ૯૫,૦૦૦/૧૦૦૦/૯૫ આ ત્રણ રાશિઓની સ્થાપના કરવી જોઈએ. આદિ અને મધ્યની રાશિના ત્રણ ત્રણ શૂન્યનો છેદ ઉડી જતાં ૯૫/૧/૯૫ આ રાશિ રહે છે. મધ્યરાશિ ૧-નો અંત્યરાશિ ૯૫ થી ગુણન કરતાં ૯૫ ગુણનફળ આવે છે. તેમાં પ્રથમ રાશિ ૯૫નો ભાગ દેવાથી ભાગફળ એક આવે છે. અર્થાત્ એક યોજનની વૃદ્ધિ થાય છે. - જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તે માટે ગાથા પણ મૂકી છે. હવે ઉત્સેધને આશ્રીને કહે છે – લવણ સમુદ્ર ઉત્સેધ પવૃિદ્ધિથી કેટલો કહ્યો છે ? અર્થાત્ લવણ સમુદ્રના બંને કિનારાથી આરંભીને કેટલું-કેટલું દૂર જવાથી કેટલી-કેટલી જળવૃદ્ધિ થાય છે? લવણ સમુદ્રના પૂર્વોક્ત બંને કિનારે સમતલ ભૂભાગમાં જળવૃદ્ધિ ગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે અને આગળ સમતળથી પ્રદેશવૃદ્ધિથી જળવૃદ્ધિ ક્રમશઃ વધતા-વધતા ૯૫,૦૦૦ યોજન જતાં ૭૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. તેનાથી આગળ ૧૦,૦૦૦ યોજનના વિસ્તાર ક્ષેત્રમાં ૧૬,૦૦૦ યોજનની વૃદ્ધિ થાય છે. - ૪ - ૪ - લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫ પ્રદેશ ત્રસરેણુ જવાથી ૧૬ પ્રદેશની ઉત્સેધ વૃદ્ધિ કહેવાઈ છે. ૯૫ વાલાગ્ર જવાથી ૧૬ વાલાગ્રની ઉત્સેધવૃદ્ધિ થાય છે. એ રીતે યાવત્ ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે. અહીં આ ઐરાશિક ભાવના છે - ૯૫,૦૦૦ યોજન જવાથી ૧૬,૦૦૦ યોજનની ઉત્સેધ વૃદ્ધિ થાય છે તો ૯૫ યોજન જવાથી કેટલી ઉત્સેધવૃદ્ધિ થાય ? ત્રણ રાશિની સ્થાપના-૯૫,૦૦૦/૧૬,૦૦૦/૯૫. પ્રથમ અને મધ્યરાશિનો છેદ ઉડાડતા ત્રણ ત્રણ શૂન્ય ઉડી જશે. પછી ૯૫/૧૬/૯૫ની રાશિ રહેશે. મધ્યમ રાશિ ૧૬ને તૃતીય રાશિ ૯૫ વડે ગુણતાં ૧૫૨૦ આવે છે. તેમાં પ્રથમ રાશિના ૯૫ વડે ભાગ કરતાં ભાગફળ ૧૬-આવે છે. અર્થાત્ ૯૫ યોજન જવાથી ૧૬ યોજનની જળવૃદ્ધિ થાય છે. આ સંબંધમાં વૃત્તિકારશ્રીએ બે ગાથા નોંધેલી છે. આ રીતે ૯૫ યોજન જવાથી ૧૬ યોજન ઉત્સેધ થાય, તો ૯૫ ગાઉ જવાથી ૧૬ ગાઉનો, ૯૫ ધનુષુ જવાથી ૧૬-ધનુષ્નો ઉત્સેધ પણ સહજ જ્ઞાન થાય છે. હવે ગોતીર્થ પ્રતિપાદનાર્થે કહે છે – ૩૨ • સૂત્ર-૨૨૧ : ... ભગવન્! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગૌતમ! લવણ સમુદ્રના બંને કિનારે ૯૫-૯૫ હજાર યોજનનું ગોતીર્થ છે. ભગતના લવણ સમુદ્રનો કેટલો મોટો ભાગ ગોતીથી વિરહિત કહેલ છે? ગૌતમ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીથી વિરહિત છે. લવણ સમુદ્રની ઉદકમાળા કેટલી મોટી છે? ગૌતમ! ઉદકમાળા ૧૦,૦૦૦ યોજનની છે. • વિવેચન-૨૨૧ : --- ભદંત ! લવણ સમુદ્રનું ગોતીર્થ કેટલું મોટું છે? ગોતીર્થ - ક્રમથી નીચ, નીચતર પ્રવેશમાર્ગ. ગૌતમ ! લવણ સમુદ્રના બંને પડખે જંબુદ્વીપ વેદિકાંત અને લવણ સમુદ્ર વેદિકાંતથી આરંભીને ૯૫,૦૦૦ યોજન યાવત્ ગોતીર્થ કહેલ છે. - ૪ - ભદંત લવણ સમુદ્ર ગોતીર્ય વિરહિત ક્ષેત્ર કેટલું મોટું છે ? ગૌતમ ! લવણ સમુદ્રનું ૧૦,૦૦૦ યોજન ક્ષેત્ર ગોતીર્ણરહિત છે. ભદંત ! લવણ સમુદ્રના વિસ્તારને આશ્રીને કેટલા પ્રમાણની મોટી ઉદકમાળા છે ? સમપાણીની ઉપરીભૂત ૧૬,૦૦૦ યોજન ઉંચી કહેલ છે ? ગૌતમ! ૧૦,૦૦૦

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104