Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ 24s મહાનિસીહ- 23387 એકાગ્રચિત્તવાળી બનશે. એકાગ્રચિત્તવાળી થતાં તેનું ચિત્તક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહિં મળશે ? એવી દ્વીધામાં પડશે. ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. ત્યાર પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુકશાન થશે. તેના વિપાકો મારે ઓછાવત્તા પ્રમાણમાં ભોગવવા પડશે તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવી આ અને પરલોકના કડવા ફલવિપાક મારે ભોગવવા પડશે એ વાત વિસરાઈ જાય ત્યારે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ. મર્યાદાનો ત્યાગ કરીને ઊંચાસ્થાનથી નીચાસ્થાને બેસી જાય છે. એટલામાં ઊંચા સ્થાનેથી નીચે સ્થાને પરિણામની અપેક્ષાએ હલકા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે. તેટલામાં અસંખ્યાતા સમયો અને આવલિકાઓ વીતી જાય છે. જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિકાઓ ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી જે કર્મની સ્થિતિ બંધાય છે. અને બીજે સમયે ત્રીજા સમયે એ પ્રમાણે દરેક સમયે યાવતું સંખ્યાતા સમય, અસંખ્યાતા સમયો, અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળ આગળના સમયે સમયે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનંતગુણ કર્મની સ્થિતિ એકઠી કરે છે. યાવતુ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારકી અને તિર્યંચ બંને ગતિઓને વિષે ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ ઉપાર્જન કરે. આ પ્રમાણે સ્ત્રીવિષયક સંકલ્પાદિક યોગે ક્રોડો લાખે ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ભોગવવા પડે તેવા નરકતિર્યંચને લાયક કર્મસ્થિતિ ઉપાર્જન કરે. ત્યાંથી નીકળ્યા પછી ભવનાન્તરમાં કેવી સ્થિતિ અનુભવવી પડે છે તે જણાવે છે કે - સ્ત્રીના તરફ દ્રષ્ટિ કે કામરાગ કરવાથી તે પાપની પરંપરાએ કદ્રુપતા, શ્યામ દેહવાળો, તેજ, કાન્તિ વગરનો લાવણ્ય અને શોભા રહિત, નાશ પામેલા તેજ અને સૌભાગ્યવાળો તેમજ તેને દેખીને બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે તેની સ્પર્શન-ઈન્દ્રિય સીદાય છે. ત્યાર પછી તેના નેત્રો અંગોપાંગ જોવા માટે રાગવાળા અને અરુણલાલ વર્ણવાળા બને છે. વિજાતીય તરફ નેત્રો રાગવાળા બને છે. જેટલામાં નયનયુગલ કામરાગને અંગે અરુણ વર્ણવાળા મદપૂર્ણ બને છે. કામના. રાગાંધપણાથી અતિમહાનભારીદોષો તેમજ બ્રહ્મવ્રતભંગ, નિયમભંગને, ગણતી નથી, અતિમહાન ઘોર પાપ કર્મના આચરણને, શીલખંડનને ગણકારતી નથી અતિમહાન સર્વથી ચડીયાતા પાપકર્મના આચરણો, સંયમ વિરાધનાને ગણકારતી નથી. ઘોર અંધકારપૂર્ણ નારકીરૂપ પરલોકના ભયને ગણતી નથી. આત્માને ભૂલી જાયછે, પોતાના કર્મ અને ગુણસ્થાનકને ગણતી નથી. દેવો અને અસુરો સહિત સમગ્ર. જગતને જેની આજ્ઞા અલંઘનીય છે તેની પણ દરકાર કરતી નથી. 84 લાખ યોનિમાં લાખો વખત પરીવર્તન તેમજ ગર્ભની પરંપરા અનંતી વખત કરવી પડશે. તે વાત પણ વીસરી જવાય છે. અર્ધ પલકારા જેટલો કાળપણ જેમાં સુખ નથી. અને ચારે ગતિમાં એકાન્ત દુઃખ છે. આ જે દેખવા લાયક છે તે દેખતી નથી અને ન દેખવા લાયક દેખે છે. સર્વજન સમુદાય એકઠા થએલા છે. તેની વચ્ચે બેઠેલી કે ઊભેલી, ભૂમિપર આડી પડેલી - સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ કરતા સૂર્યના કિરણોના સમૂહથી દશે દિશાઓમાં તેજરાશિ ફેલાઈ ગયો છે તો પણ જાણે પોતે એમ માનતી હોય કે સર્વદિશાઓમાં શુન્ય અંધકારજ છે. રામાન્ય અને કામાન્ય બનેલી પોતે જાણે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181