Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 156
________________ - - - - - 368 મહાનિસીહગ-૧૪૪૩ ત્રસ જીવોનો હાથથી સ્પર્શ કરવાનો માવજીવન પર્યન્ત વર્જન કરવા, પૃથ્વીકાયના જીવોને ઠડા, ગરમ, ખાટા,પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વી ખોદવી, અગ્નિ, લોહ, ઝાકળ, ખાટા, ચીકાશ, યુક્ત તેલવાળા પદાર્થો પૃથ્વીકાય વગેરે જીવોનો પરસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો સમજવા. સ્નાન કરવામાં શરીર પર માટી (ક્ષાર-સાબુ) વગેરે તે મર્દન કરી સ્નાન કરવામાં, મુખ ધોઈને શોભા વધારવામાં હાથ અંગુલિ નેત્રાદિ અંગોનો શૌચ કરવામાં પીવામાં અનેક (અનંત) અકાયના જીવોનો ક્ષય થયા છે. [1444- 15] અગ્નિ સંધ્રુકવામાં સળગાવવામાં, ઉદ્યોગ કરવામાં, પંખો નાખવામાં, ફેંકવામાં સંકોરવામાં અગ્નિકાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ કાયના જીવ જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલા પદાર્થોને ભરખી જાય છે. [14] વીંજણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોકવા, દોડવું, કુદવું, ઉલ્લંઘન કરવું, શ્વાસ લેવા મુકવા, ઈત્યાદિક કારણોથી વાયુકાયના જીવોની વિરાધના-વિનાશ થાય છે. [1443-1448] અંકુર, ફણગા, કૂંપળ, પ્રવાલ પુષ્પ, ફુલ, કંદલ, પત્રો, વગેરેના. ઘણા વનસ્પતિકાયના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા ત્રસજીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલત ચાલતા જતા આવતા બેસતા ઉઠતા સુતા નક્કી ક્ષય પામે મૃત્યુ પામે છે. [149] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિરતિને ગ્રહણ કરીને મરણ સરખી આપત્તિ આવે તો પણ તેનું ખંડન કરતો નથી. [150-1452] જુઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું, પારકી વસ્તુ વગર આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવા પદાર્થ આપે તો પણ લોભ ન કરીશ. દુર્ધર બ્રહ્મ ચર્યવ્રતને ધારણ કરીને પરિગ્રહનો ત્યાગ કરીને, રાત્રિ ભોજનની વિરતી સ્વીકારીને વિધિપૂર્વક પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરીને બીજા પણ ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષના વિષયમાં આલોયણા આપીને પછી મમત્વભાવ અહંકાર વગેરે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવા. 153-15] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સરખા જીવતરમાં શુદ્ધ ભાવથી તપ-સંયમ સ્વાધ્યાય-ધ્યાન વગેરે અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું કથન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહિં આલોચના-પ્રાયશ્ચિત કરીને તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપકાયના જીવોની વિરાધના કરે તો તે ક્યાં જઈને શુદ્ધિ પામશે ? [1456-1459] હે ગૌતમ ! કેટલું વધારે કથન કરું કે આલોયણ લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અગર થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યાં થશે ? એ પ્રમાણે વાયુકાના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે? જે લીલી વનસ્પતિ પુષ્પ કુલ વગેરેનો સ્પર્શ કરશે તે ક્યાં શુદ્ધ થશે? તેવી રીતે બીજકાયને જેઓ ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે? [1460-1442) બે-ત્રણ ચાર ઈન્દ્રિયવાળા વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયજીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181