Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ ૩૮ર મહાનિસીહ-૮-૧૫૦૭ સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. શત્રુ ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને દીક્ષા અંગીકાર કરી. આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભિનો મોટો શબ્દ કર્યો. અને પછી ઉદ્ઘોષણા કરી છે. [1508-1509] હે કર્મની આઠે ગાંઠોનો ચુરો કરનાર ! પરમેષ્ઠિન ! મહાયશવાળા! ચારિત્ર દર્શન જ્ઞાન સહિત તમો જય પામો. આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે. જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન થઈને વસ્યા. [1510] એમ કહીને સુગંધી પુષ્પોની વૃષ્ટિ છોડતાં ભક્તિપૂર્ણ દયવાળા હસ્તકમલની અંજલિ જેઓએ રચેલી છે. એવા ઈન્દ્રો સહિત દેવસમુદાયો આકાશમાંથી નીચે ઉતરી આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળ નજીક દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી ફરી ઘણી સ્તવના કરી. નમસ્કાર કરી લાંબા સમય સુધી પર્યાપાસના કરી દેવસમુદાયો પોતાના સ્થાનકે ગયા. [1511] હે ભગવંત! તે મહાયશવાળા સુગ્રહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભબોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મનાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો. તે નિમિત્તે જીંદગી સુધી ગુરુના ઉપદેશથી મૌનવ્રત ધારણ કર્યું હતું. બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો કહેલા છે, તે આ પ્રમાણે અપકાય, અગ્નીકાયઅને મૈથુન આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્જવા જોઈએ. તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણે તે સુલભ બોધિ થયા. હવે કોઈક સમયે હે ગૌતમ ઘણા શિષ્યોથી પરિવરેલા તે કુમાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા કરતા. કાલક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુલ બાલિકાવરેન્દ્ર ચક્ષકશીલ હતી. રાજમંદિરમાં સમાચાર આપ્યા તે ઉત્તમ ઉધાનમાં વંદન કરવા માટે સ્ત્રી નરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ કરવા પૂર્વક સપરિવાર યથોચિત ભુમિ સ્થાનમાં નરેન્દ્ર બેઠો. મુનેશ્વરે પણ ઘણા વિસ્તારથી ધર્મદેશના કરી. ધર્મ દેશના સાંભળી ત્યાર પછી સપરિવાર સ્ત્રી નરેન્દ્ર નિસંગતા ગ્રહણ કરવા તૈયાર થયો. હે ગૌતમ ! તે અહીં નરેન્દ્ર દિીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી અત્યન્ત ઘોર, વીર, ઉગ્ર, કદકારી, દુષ્કર તપ સંયમ અનુષ્ઠાન ક્રિયામાં રમણતા કરનાર એવા તે સર્વે કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં મમત્વભાવ રાખ્યા વગર વિહાર કરતા હતા. ચક્રવર્તી, ઈન્દ્ર વગેરેની કૃદ્ધિ સમુદાયના શરીર સુખમાં કે સાંસારિક સુખનાં અત્યન્ત નિસ્પૃહભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર કરતાં કરતાં સમેત પર્વતના શિખર નજીક આવ્યો. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમાર બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું કે - હે દુષ્કર કારિકે? તું શાંત ચિત્તથી સર્વભાવથી અંતઃકરણ પૂર્વક તદ્દન વિશુદ્ધ શલ્ય વગરની આલોચના જલ્દી આપ કારણકે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષવાળા થયા છીએ. નિઃશલ્ય આલોચના નિન્દા, ગહ, યથોકત્ત શુદ્ધાશયપૂર્વક જે પ્રમાણે શાસ્ત્રોમાં ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શલ્યનો ઉદ્ધાર કરીને કલ્યાણ દેખેલું છે જેમાં એવી સંખના કરવી છે, ત્યાર પછી રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ યશોક્ત વિધિથી સર્વ આલોચના કરી. ત્યારપછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181