Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ 390 મહાનિસીહ-૮-૧પ૨૫ માસ સુધીના નિરંતરના ઉપવાસ અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી દુષ્કર સંયમ જયણા રહિત એવો અતિમહાનુ કાયકલેશ કરેલો હોય તો શું નિરર્થક થાય ? હે ગૌતમ! હા, નિરર્થક જાય. હે ભગવંત ! શા કારણથી ? હે ગૌતમ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ સંયમ જયણા રહિત પણે વગર ઈચ્છાએ આવી પડેલા તાપ તડકા ભાર માર વગેરે પરાધીનતાથી વગર ઈચ્છાએ દુઃખ સહન કરી અકામનિફ્રા કરીને સૌધર્મકલ્પ વગેરેમાં જાય છે. ત્યાં પણ ભોગાવલી કર્મનો ક્ષય થવાથી ચવીને તિર્યંચાદિક ગતિમાં જઈને સંસારને અનુસરનારો અથવા સંસારમાં ભ્રમણ કરનારો થાય છે. તથા અશુચિ દુર્ગધ પીગળેલા પ્રવાહી ક્ષાર પિત્ત ઉલટી શ્લેષ્મથી પૂર્ણ ચરબી શરીર પર વીંટળાએલ ઓર, પર, અંધકાર વ્યાપ્ત, લોહીના કાદવવાળા, દેખી ન શકાય. તેવી બિભત્સ, અંધકાર સમુહયુક્ત, ગર્ભવાસમાં વેદનાઓ, ગર્ભપ્રવેશ, જન્મ, જરા, મરણાદિક અનેક શારીરિક, માનસિક ઉત્પન થએલા ઘોર દારુણ દુઃખો નો ભોગવટો કરવાનું ભાજન બને છે. સંયમની જયણા વગર જન્મ-જરા-મરણાદિકના ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, દારુણ દુઃખનો નાશ એકાંતે કે આત્યંતિક થતો નથી. આ કારણે જયણા રહિત સંયમ કે અતિશય મહાન કાય-કલેશ કરે તો પણ હે ગૌતમ! તે સર્વ નિરર્થક જાય છે. હે ભગવંત ! શું સંયમની જયણાને બરાબર જોનારો પાળનારો સારી રીતે તેનું અનુષ્ઠાન કરનારો જન્મ-જરા-મરણાદિકના દુઃખથી જલ્દી છુટી જાય છે. હે ગૌતમ ! એવા પણ કોઈ હોય છે કે જે જલ્દી તેવા દુઃખોથી ન છૂટી જાય અને કેટલાક એવા હોય છે કે જે જલ્દી છુટી જાય. હે ભગવંત! કયા કારણથી આપ એમ કહો છો? હે ગૌતમ! કેટલાક એવા હોય છે કે જેઓ લગાર અલ્પ થોડું પણ સભાસ્થાન જોયા વગર અપેક્ષા રાખ્યા વગર રાગ સહિત અને શલ્ય સહિત સંયમની યાતના કરે. જે એવા પ્રકારનો હોય તો લાંબા કાળે જન્મ-જરા-મરણ વગેરે અનેક સાંસારિક દુઃખોથી મુક્ત થાય. કેટલાક એવા આત્મા હોય છે કે જેઓ સર્વશલ્યને નિર્મળ ઉખેડીને આરંભ અને પરિગ્રહ વગરના થઈને મમતા અને અહંકાર રહિત થઈને રાગદ્વેષ મોહ મિથ્યાત્વ કષાયના મલ કલંક જેમના ચાલ્યા ગયા છે, સર્વ ભાવો ભાવાન્તરોથી અતિવિશુદ્ધ આશયવાળા, દીનતા વગરના માનસવાળા એકાંત નિર્જરા કરવાની અપેક્ષાવાળો પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય પામેલો. સમગ્ર ભય ગારવ વિચિત્ર અનેક પ્રમાદના આલંબનોથી મુક્ત થએલા, ઘોર પરિષહ ઉપસર્ગોને જેમણે જીતેલા છે, રૌદ્રધ્યાન જેમણે દુર કરેલા છે, સમગ્ર કર્મનો ક્ષય કરવા માટે યુથોક્ત જયણાનો ખપ રાખતો હોય, બરાબર પ્રેક્ષા-નજર કરતો હોય, પાલન કરતો હોય, વિશેષ પ્રકારે જયણાનું પાલન કરતો હોય, વાવ, સમ્યક પ્રકારે તેનું અનુષ્ઠાન કરતો હોય. જે એવા પ્રકારના સંયમ અને જ્યણાના અર્થી હોય તે જલ્દી જન્મ-જરા-મરણઆદિ અનેક સાંસારિક દુઃખે કરીને છોડી શકાય તેવા દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ ! આ કારણથી એમ કહેવાય છે કે એક જલ્દી સંસારથી છૂટી જાય છે અને એક જલ્દી છુટી શકતો નથી. હે ભગવંત! જન્મ-જરા-મરણાદિ અનેક સાંસારિક દુઃખ જાળથી બુક્ત થયા પછી જીવ ક્યાં વાસ કરે? હે ગૌતમ! જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ નથી, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, સંતાપ, ઉદ્વેગ, કંકાસ, ટંટા, કલેશ, દારિદ્ર, ઉપતાપ જ્યાં હોતા નથી. ઈષ્ટનો વિયોગ થતો નથી. કેટલું વધારે કહેવું? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181