Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 176
________________ 388 મહાનિસીહ– 8 --1523 કર્મ બાંધતા નથી. જુના કર્મનો નાશ કરે છે, નવા કમનો તો તેને અભાવ જ છે, આ પ્રમાણે કર્મનો ક્ષય જાણવો. આ વિષયમાં કાળની ગણતરી ન કરવી. અનાદિ કાળથી આ જીવ છે તો પણ કમ ખલાસ થતા નથી. કર્મોનો ક્ષયોપશમ થવાના કારણે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થયા, ત્યારે કાલક્ષેત્ર ભવ અને ભાવ દ્રવ્ય પ્રાપ્ત કરીને યાવતું અપ્રમાદી બનીને જીવ કર્મ ખપાવે ત્યારે જીવની કોટી માર્ગમાં આગળ વધે, જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાલનું કર્મ બાંધે, ચારે ગતિમાં સર્વકાલ અત્યન્ત દુઃખી જીવો વાસ કરનારા હોય છે, માટે કાલ-ક્ષેત્ર ભવ-ભાવને પામીને હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એકદમ કર્મનો ક્ષય કરનારો થાય. 1524o હે ભગવંત ! પેલી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ? હે ગૌતમ! છઠ્ઠી નરક પૃથ્વીમાં હે ભગવંત! કયા કારણે ? તેનો ગર્ભનો નવમાસથી અધિક કાળ પૂર્ણ થયો ત્યારે એવો વિચાર કર્યો કે આવતી કાલે સવારે ગર્ભ પડાવીશ. એવા પ્રકારના અધ્યવસાય કરતી તેણે બાલકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તરત જ તે જ ક્ષણે મૃત્યુ પામી. આ કારણે સુજ્ઞશ્રી છઠ્ઠી નરકે ગઈ. ' હે ભગવંત ! જે બાળકનો તેણે જન્મ આપ્યો પછી મૃત્યુ પામી તે બાલક જીવતો રહ્યો કે ન રહ્યો? હે ગૌતમ! જીવતો રહેલો છે. હે ભગવંત! કેવી રીતે? હે ગૌતમ! જન્મ આપતાની સાથે જ તે બાલક તેવા પ્રકારની ઓર ચરબી લોહી ગર્ભને વીંટળાઈને રહેલ, દુર્ગધ મારતા પદાર્થો પર ખારી દુર્ગધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળએલ અનાથ વિલાપ કરતાં તે બાળકને એક શ્વાને કુંભારના ચક્ર ઉપર સ્થાપીને ભક્ષણ કરવા લાગ્યો. એટલે કુંભારે તે બાલકને જોયો, ત્યારે તેની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. બાળકના શરીરને નાશ કર્યા સિવાય શ્વાન નાસી ગયો. ત્યારે કરુણાપુર્ણ દયવાળા કુંભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે - એમ વિચાર કરીને કુંભારે તે બાળકને પોતાની પત્નીને સમર્પણ કર્યો. તેણે પણ સાચા સ્નેહથી તેનું પાલન પોષણ કરીને તે બાળકને મનુષ્યરૂપે તૈયાર કર્યો. તે કુંભારે લોકાનુંવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તેનું સુસઢ એવું નામ પાડ્યું. હે ગૌતમ ! કાલક્રમે સુસાધુઓનો સમાગમ થયો. દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. અને તે સુસઢે દીક્ષા અંગીકાર કરી. યાવતું પરમશ્રદ્ધા સંવેગ અને વૈરાગ્ય પામ્યો. અત્યન્ત ઘોર વીર ઉગ્ર કષ્ટ કરી દુષ્કર મહાકાય કલેશ કરે છે. પરન્તુ સંયમમાં યતના કેમ કરવી તે જાણતો નથી. અજયણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ કરનારો થાય છે. ત્યારે તેને ગુરુએ કહ્યું કે - અરે મહાસત્વશાલી ! તું અજ્ઞાન દોષના કારણે સંયમમાં જયણા કેમ કરવી તે જાણતો ન હોવાથી મહાન કાયકલેશ કરનારો થાય છે. હંમેશા આલોયણા આપીને પ્રાયશ્ચિત કરતો નથી. તો આ તારું કરેલું સર્વ તપ-સંયમ નિફ્ટ થાય છે. જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે નિરંતર આલોચના આપે છે, તે ગુરુ પણ તેને તેવા પ્રકારનું પ્રાયશ્ચિત આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા કરનારો થાય. તે જ પ્રમાણે રાતદિવસ દરેક સમયે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી મુક્ત થએલો શુભ અધ્યવસાયમાં નિરંતર વિચરતો હતો. હે ગૌતમ ! કોઈક સમયે તે પાપ મતિ વાળો જે કોઈ છઠ્ઠ-અફમ-ચાર-પાંચ-અર્ધમાસ-માસ યાવતુ છ માસના ઉપવાસ કે બીજા મોટા કાયકલેશ થાય તેવા પ્રાયશ્ચિતો તે પ્રમાણે બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181