Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ 30. મહાનિસીહ- 74-1483 અજ્ઞાનપણાના કારણે આલોચના નિંદના-ગીંણા-પ્રાયશ્ચિત સેવન કરવા છતાં તેનો સંસારનાશ ન પામ્યો? હે ગૌતમ! જયણા તે કહેવાય કે જે અઢાર હજાર શીલના અંગો, સત્તર પ્રકારનું સંયમ, ચૌદ પ્રકારના જીવના ભેદો, તેર ક્રિયાસ્થાનકો, બાહ્ય અત્યંતર ભેજવાળા બાર પ્રકારના તપ અનુષ્ઠાન, બાર પ્રકારની ભિક્ષપ્રતિમા દશ પ્રકારનો શ્રમણધર્મ, નવ પ્રકારની બ્રમચર્યની ગુપ્તિ, આઠ પ્રકારની પ્રવચનમાતાઓ. સાત પ્રકારની પાણી અને પિંડની એષણાઓ, છ જીવનિકાયો, પાંચમહાવ્રતો, ત્રણ ગુતિઓ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયી વગેરે સંયમ અનુષ્ઠાનોને ભિક્ષુ નિર્જન નિર્જલ અટવી દુષ્કાળ રોગ વગેરે મહા આપતિઓ ઉત્પન થઈ હોય, અત્તમુહુર્ત માત્ર આયુષ્ય બાકી હોય. પ્રાણ કંઠે આવી ગયા હોય તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડન કરતા નથી. વિરાધતા નથી. ખંડન વિરાધના કરાવતા નથી કે ખંડન વિરાધનાની અનુમોદના કરતા નથી. યાવત્ જાવજીપર્યન્ત આરંભ કરતા કરાવતા નથી. આવા પ્રકારની સંપૂર્ણ જયણા જાણનારા પાલન કરનારા જયણાના ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તે જયણાના સારા જાણકાર છે. હે ગૌતમ ! આ સુસઢની અતિશય વિસ્મય પમાડનારી મોટી કથા છે. સાતમા અધ્યનનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ (અધ્યનનઃ 8- સુસઢ કથાચૂિલિકાઃ 2 [1484] હે ભગવંત! કયા કારણથી આમ કહ્યું? તે કાલે તે સમયે અહિં સુસઢ નામનો એક અનગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિતોનું સેવન કર્યું. તો પણ તે બિચારાને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. હે ભગવંત! તે સુસઢની વકતવ્યતા કેવા પ્રકારની છે? હે ગૌતમ ! આ ભારત વર્ષમાં અવંતિનામનો દેશ છે. ત્યાં સંબુદ્ધ નામનું એક નાનું ગામ હતું. તે ગામમાં જન્મથી દરિદ્ર મયદા-લાજ વગરનો કૃપા વગરનો, પણ અનુકંપા રહિત, અતિર, નિર્દય, રૌદ્ર પરિણામવાળો, આકરો શિક્ષા કરનાર, અભિગ્રહિક મિથ્યાવૃષ્ટિ જેનું નામ પણ ઉચ્ચાર કરવામાં પાપ છે, એવો સુજ્ઞ શિવ નામનો બ્રાહ્મણ હત સુજ્ઞશ્રી નામની તેને પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય કાંતિ તેજ રૂપ સૌભાગ્યાતિશય કરતાં તે પુત્રીના લાવણ્ય રૂપ કાંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચાર્યું હતું કે “જે આ બાળકની માતા મૃત્યુ પામેતો બહુ સારું થાય તો હું શોક વગરની થાઉં. પછી આ બાળક દુઃખે કરીને જીવી શકશે. તેમજ રાજલક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે. તે દુષ્ટ ચિંતવનના ફળરૂપે તે કમનાં દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા કલેશથી આજીજી કરીને કરગરીને ઘણી નવા બાળકોને જન્મ આપનારી માતાઓને ઘરેઘરે ફરી આરાધી તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ થયો. તેટલામાં માતા-પુત્રનો સંબંધ ટાળનાર મહા ભયંકર બાર વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવી લાગ્યો. એટલામાં સગા-સંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમુહ ચાલી જવા લાગ્યો, ત્યારે હવે કોઈક દિવસે ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181