Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 166
________________ 378 મહાનિસીહ-૮-૧૪૯૮ આ રાજ્ય પણ તારું જ છે. ત્યાર પછી હે ગૌતમ ! પિતાએ એ પ્રમાણે કહ્યા પછી ચિતામાં પડવાનું માંડી વાળી મૌન રહી. પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવકને સોંપી. એ પ્રમાણે કાલ સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. કોઈક સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એકઠા થઈ નિર્ણય કર્યો કે આ કુંવરીનો જ અહિં રાજ્યાભિષેક કરવો. પછી રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ ! ત્યાર પછી દરરોજ સભા મંડપમાં બેસતી હતી. હવે કોઈક સમયે ત્યાં રાજસભામાં ઘણા બુદ્ધિજનો, વિદ્યાથીઓ, ભટ્ટ, તડિગ મુસદી, ચતુર, વિચક્ષણ, મંત્રીજનો મહંતો વગેરે સેંકડો પુરુષોથી ખીચોખીચ આ સભા મંડપના મધ્યભાગમાં રાજસિંહાસન પર બેઠેલ કર્મપરિણતિને આધીન થએલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી સર્વોત્તમ રૂપ લાવણ્ય શોભાની સંપતિવાળા જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમકુમારને જોયો. હે ગૌતમ ! કુમાર તેના મનોગત ભાવ સમજી ગયો. વિચારવા લાગ્યો કે - મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર અંધકારપૂર્ણ અને અનંત દુખદાયક પાતાલમાં પહોંચી ગઈ. તો ખરેખર હું અધન્ય છું કે આવા પ્રકારના રાગ ઉત્પન થવાના યંત્ર સરખા, પુદ્ગલ સમુહવાળા મારા દેહને દેખીને પતંગીયા માફક કામ દીપકમાં ઝંપલાવે છે. હવે મારે જીવીને શું કરવું? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે અતિ દુષ્કર પ્રાયશ્ચિત કરીશ. સમગ્ર સંગનો ત્યાગ કરવા સ્વરૂપ સમગ્ર પાપનો વિનાશ કરનાર અણગાર ધર્મને અંગીકાર કરીશ. અનેક પૂર્વ ભવોમાં એકઠાં કરેલા દુખે કરીને છોડી શકાય તેવા પાપ બંધનના સમુહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોકને ધિક્કાર થાઓ કે જેમાં ઈન્દ્રિયોને વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો કેવી કમનસીબી છે કે લોક પરલોકના નુકશાન તરફ નજર કરતો નથી. અહો એક જન્મ માટે ચિત્તનો દુરાગ્રહ કેવો થયા છે? અહો કાયકાર્યની અજ્ઞાનતા, અહો મર્યાદા, રહિતપણું, અહો તેજરહિતપણું, અહો લજ્જાને પણ જેણે ત્યાગ કર્યો છે, અરેરે મારા સરખાને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો ઉચિત નથી. દુઃખે કરીને અટકાવી શકાય તેવા તત્કાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા હા હા હે નિર્લજ્જ શત્રુ? અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજબાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સરખા પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થઈ. હવે આ દેશનો ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરું, એમ વિચારીને કુમારસ્વરે કહ્યું કે- હું શલ્ય રહિત બની આપ સર્વેની ક્ષમા માંગુ છું. અને મારો કોઈ અજાણમાં પણ અપરાધ થયો હોય તો દરેકે ક્ષમા આપવી, ત્રિવિધ-ત્રિવિધે ત્રિકરણ શુદ્ધથી હું સભા મંડપમાં રહેલા રાજકુલ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને રાજકલમાંથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ કર્યું. ફીણના જથાના તરંગ સરખા સુકુમાલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેય. સજ્જનના બ્દય સમાન સરલ નેતર લતાની સોટી અને અર્ધઢાલ જમણા હાથમાં ગ્રહણ કરી ત્યાર પછી ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો જગતમાં સહુથી શ્રેષ્ઠ ધર્મ તીર્થકરોની યથોકત વિધિથી સંતવના, વંદના, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ ચાલ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181