Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 167
________________ અધ્યયન-૮ચલિકા-૨ 39 કર્યું. એમ ચાલતા ચાલતા કુમાર ઘણા દુર દેશાત્તરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરણક્કરડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર ખોળ કરતો હતો, અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય ત્યાં સુધી મારે અહિં રોકાઈ જવું. એમ વિચારતા કેટલાક દિવસો પસાર થયા. ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની સેવા કરું એમ મનમાં મંત્રણા ગોઠવીને રાજને મળ્યો. કરવા યોગ્ય નિવેદન કર્યું. રાજાએ સન્માન્યો. સેવા મેળવી. કોઈક સમયે પ્રાપ્ત થએલા અવસરે તે કુમારને તે રાજાએ પૂછયું કે- હે મહાનુભાવ ! મહાસત્વશલિન્ ! આ તારા હાથમાં કોના નામથી અલંકૃત મુદ્રારત્ન શોભી રહેલું છે ? આટલા કાળ સુધી તે કયા રાજાની સેવા કરી ? અથવા તો તારો સ્વામીએ તારી અનાદર કેવી રીતે કર્યો? કુમારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃત આ મુદ્દાર છે તેની મેં આટલા કાલ સુધી સેવા કરી. ત્યાર પછી રાજાએ પુછ્યું કે તેને કયા શબ્દના નામથી બોલાવાય છે? કુમારે કહ્યું કે - જળ્યા વગર , હું તે ચક્ષુકુશીલ અધમનું નામ નહિં ઉચ્ચારીશ. ત્યારે રાજાએ પૂછ્યું કે અરે મહાસત્વશાલિન્! એ ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધાય છે. તેમજ જમ્યા વગર તેનું નામ ન ઉચ્ચારવાનું શું કારણ છે ? કુમારે કહ્યું કે ચક્ષુકુ શીલ એવું નામ શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે. વળી બીજ કોઈ નિરાંતના સમયે તે હકીકત કહીશ. જમ્યા વગર તેના નામનો શબ્દ ન બોલવો, તે કારણે મેં તેનું નામ ન ઉચ્ચાર્યું. કદાચ જગ્યા વગર તે ચક્ષકશીલ અધમનું નામ બોલું તો તે દિવસે પાન-ભોજનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હે ગૌતમ! અતિ વિસ્મય પામેલા રાજાએ કુતુહલતાથી જલ્દી રસવંતી મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિશન ભોજન સુખડી ખાજા અને વિવિધ પ્રકારની આહારની સામગ્રી મંગાવી. આ સમયે રાજાએ કુમારને કહ્યું કે ભોજન કર્યા પછી કહીશ. રાજાએ ફરી કહ્યું કે - હે મહાસત્વવાનું ! જમણા હાથમાં કોળીયાને ધારણ કરેલો છે, હવે નામ બોલો. કદાચ જો આ સ્થિતિમાં રહેલા આપણને કોઈ વિઘ્ન થયા તો અમને પણ તેની પ્રત્યક્ષ ખાત્રી થાય એટલે નગર સહિત સર્વે તમારી આજ્ઞાથી આત્મહિતની સાધના કરીએ. ત્યારપછી હે ગૌતમ ! તે કુમારે કહ્યું કે તે ચક્ષુકુશીલાધામ દુરંત પ્રાન્ત લક્ષણવાળા ન દેખવા લાયક દુત જન્મવાળા તેનું આવું આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. ત્યારપછી હે ગૌતમ ! જેટલામાં આ તે કુમારવર નામ બોલ્યો તેટલામાં પહેલાં ખબર ન પડે તેમ અણધારેલી રીતે અકસ્માત તે જ ક્ષણે તે રાજધાની ઉપર શત્રુ સૈન્ય ઘેરાઈ વળ્યું. બખ્તર પહેરીને સજ્જ થએલા ઊંચે ધ્વજા ફરકાવતા તીક્ષ્ણ ધારદાર તલવાર ભાલા ચકચકાટ કરતા ચક્ર વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે. હણો હણો એવા હણના શબ્દોથી ભયંકર, ઘણા યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનારા, જીવનનો અંત કરનારા, અતુલબલ-પરાક્રમવાળા મહાબલવાળા શત્રુસૈન્યના યોદ્ધાઓ ધસી આવ્યા. આ સમયે કુમારના ચરણમાં નમી પડીને- પ્રત્યક્ષ દેખેલા પ્રમાણથી મરણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181