Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 165
________________ અધ્યયન-૮ચલિકા-૨ નિયાણું, માયા શલ્યથી મુકાયેલા, નિઃશલ્યપણે આલોચના નિંદના-ગણાપૂર્વક યથપદિષ્ટ પ્રાયશ્ચિત સેવતા સર્વ પ્રમાદના આલંબનથી સર્વથી મુક્ત થએલા અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા નહિ ખપાવેલા કર્મરાશીને જેણે ઘણા ખપાવીને ઘણા અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણભૂત કર્યા છે, કમ તેવા તેમને બાકી. અન્યભવમાં માયા કરેલી તે નિમિત્તે બાંધેલા આ કર્મનો ઉદય થયો છે. હે ભગવંત ! અન્ય ભવમાં તે મહાનુભાવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયંકર ઉદય થયો? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહિં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન થઈ. કોઈક સમયે લગ્ન થયા પછી તરત જ તેનો ભતર મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે - હે ભદ્રે ! તને મારા રાજ્યમાંથી પાંચસો ગામો આપું છું. તેની આવકમાંથી તારી ઈચ્છા પ્રમાણે અંધોને, અધુરા અંગવાળા, ન ચાલી શકતા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને, સર્વ લોકોથી પરાભવ પામેલાઓને, દારિદ્ર, દુઃખ, દુર્ભાગ્યથી કલંકિત થએલાઓને, જન્મથી દદ્ધિો હોય તેવાને. શ્રમણોને. શ્રાવકોને, મંઝએલાઓને, સબંધી બંધુઓને જે કોઈને જે ઈષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો, યાવત્ ધન-ધાન્ય, સુવર્ણહિરણ્ય કે સમગ્ર સુખ આપનાર, સંપૂર્ણ દયા કરી અભયદાન આપ. જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયકારિણી સર્વને પરાભવ કરવાના સ્થાનભુત તું ન થાય. તેમજ ગંધ, પુષ્પમાલા, તંબોલ, વિલેપન, અંગરાગ વગેરે ઈચ્છા મુજબ ભોગ અને ઉપભોગના સાધન વગરની ન થા, અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી, પત્ની વંધ્યા રંડા વગેરે દુઃખવાળી ન થા. - ત્યારે હે ગૌતમ ! તેણે તહત્તિ કરીને તે વાતનો સ્વીકાર કર્યો. પરંતુ નેત્રમાંથી હડ હડ કરતાં અશ્રુજળથી જેના કપોલભાગ ધોવાઈ રહેલા છે. ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહિંથી આપ જઈને જલ્દી કાષ્ટની મોટી ચિતા તૈયાર કરાવો જેથી મારા દેહને તેમાં બાળી નાંખું. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈ પ્રયોજન નથી. રખેને કદાચ કર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચલ સ્વભાવપણાના કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા, આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુલને કદાચ કલંક લગાડનારી બનું. આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે-ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્નસરખી પુત્રી મળી. અહો ! આ બાલિકાનો વિવેક ! અહો તેની બુદ્ધિ ! અહો તેની પ્રજ્ઞા! અહો તેનો વૈરાગ્ય ! અહો તેનું કુલને કલંક લગાડવાનું ભીરુપણું ! અહો ખરેખર ક્ષણે ક્ષણે આ બાલિકા વંદનીય છે, જેના આવા મહાન ગુણો છે તો જ્યાં સુધી તે મારા ઘરમાં વાસ કરશે ત્યાં સુધી મારું મહા કલ્યાણ થશે. તેને દેખવાથી, સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી, આત્મા નિર્મળ થશે, તો પત્ર વગરના મને આ પુત્રી પુત્ર તુલ્ય છે- એમ વિચારીને રાજાએ કહ્યું કે હે પુત્રિ ! આપણા કુલના રિવાજ પ્રમાણે કાષ્ટની ચિતામાં રાંડવાનું હોતું નથી. તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન કર, દાન આપ, તારી ઈચ્છા પ્રમાણે પૌષધ ઉપવાસ વગેરે કર, અને ખાસ કરીને જીવદયાના કાર્યો કર[25] www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181