Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 149
________________ અધ્યયન-જ્ઞાલિકા-૧ 31 ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશો કારણ કે આ પ્રાયશ્ચિત સર્વ પાપનો પ્રકર્ષપણે નાશ કરનાર છે, સર્વ તપ સંયમના અનુષ્ઠાનોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભુત સ્થાન જણાવેલું હોય તો હે ગૌતમ! આ સર્વ પ્રાયશ્ચિત પદો છે. [1388] હે ગૌતમ ! જેટલા આ સર્વ પ્રાયશ્ચિતો છે તેને એકઠા કરી સરવાળો કરવામાં આવે તેટલું પ્રાયશ્ચિત એક ગચ્છાધિપતિને-ગચ્છના નાયકને અને સાથ્વી સમુદાયની નાયક પ્રવતિનીને ચાર ગણું પ્રાયશ્ચિત જણાવવું કારણકે તેઓને તો આ સર્વ જાણવામાં આવેલું છે. હવે જો આ જાણકાર અને આ ગચ્છનાયકો પ્રમાદ કરનારા થાય તો બીજાઓ, બળ, વીર્ય હોવા છતાં અધિકતર આગમમાં ઉદ્યમ કરવાનો ઘટાડો કરનાર થાય. કદાચ કાંઈક અતિ મહાન. અનુષ્ઠાન કરવાનો ઉદ્યમ કરનારો થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન કરે, પરન્ત મંદ ઉત્સાહથી ઉધમ કરનારો થાય. ભગ્ન પરિણામવાળાના કરેલો કાયકલેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિત્ય અનઃ નિરનુબન્ધવાળા પુરયન સમુદાયવાળા તીર્થકર ભગવંત તેવી પુણ્યાઈ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે કરવું યોગ્ય નથી. આ પ્રમાણે ગચ્છાધિપતિ વગેરેએ સર્વ પ્રકારે દોષમાં પ્રવૃત્તી કરવી ન જ જોઈએ. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગચ્છાધિપતિ વગેરે સમુદાયના નાયકોને આ સર્વ પ્રાયશ્ચિત જેટલું એકઠું કરીને સરવાળો કરવામાં આવે તેનાથી ચારગણું જણાવવું. 1389] હે ભગવંત! જે ગણી અપ્રમાદી થઈને શ્રુતાનુસારે યથોક્ત વિધાન કરવા પૂર્વક સતત નિરંતર રાત-દિવસ ગચ્છની સાર સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત. જણાવવું? હે ગૌતમ ! ગચ્છની સાર સંભાળ ન રાખે તો તેને પારંચિત પ્રાયશ્ચિત જણાવવું. હે ભગવંત ! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આયંબનોથી વિપ્રમુક્ત હોય. શ્રુતાનુસારે હંમેશા નિરંતર ગચ્છની સારણા-દિક પૂર્વક સાર સંભાળી રાખતા હોય. તેનો કોઈ દુષ્ટશીલવાળા તથા પ્રકારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આચરણ કરતો ન હોય તો તેવા ગણીને પ્રાયશ્ચિત આવે ખરું? હે ગૌતમ! જરૂર તેવા ગુરુને પ્રાયશ્ચિત પ્રાપ્ત થાય. હે ભગવંત! કયા કારણથી? હે ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષથી પરીક્ષા કર્યા વગર પ્રવજ્યા આપી છે તે કારણે હે ભગવંત! શું તેવા ગણીને પણ પ્રાયશ્ચિત અપાય ? હે ગૌતમ ! આવા પ્રકારના ગુણોથી યુક્ત ગણી હોય પરતું જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગચ્છને ત્રિવિધ ત્રિવિધે વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના કરતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય કરવા માટે જણાવવું. હે ભગવંત! જ્યારે ગચ્છના નાયક ગણીએ ગચ્છને ત્રિવિધ વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય કરી શકાય? જે પશ્ચાત્તાપ કરી સંવેગ પામીને યથોક્ત પ્રાયશ્ચિતનું સેવન કરીને બીજા. ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગ્માર્ગનું અનુસરણ કરે તો તેનો આદર કરવો હવે જો તે સ્વછંદ પણે તે જ પ્રકારનો રહે પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત ન કરે, સંવેગ ન પામે તો ચતુર્વિધ શ્રમણ સંઘની બહાર કરેલા તે ગચ્છને ન આદરવો ન માનવો. 1390) હે ભગવંત ! જ્યારે શિષ્યો યથોક્ત સંયમકિયામાં વર્તતા હોય ત્યારે કંઈક કુગુરુ તે સારા શિષ્ય પાસે તેમની દીક્ષા પ્રરુપે ત્યારે શિષ્યોએ શું કર્તવ્ય કરવું ઉચિત ગણાય? હે ગૌતમ ! ઘોર વીર તપનું સંયમને કરવું. હે ભગવંત! કેવી રીતે? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181