Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 112
________________ 324 મહાનિસીહ-૫-૧૮૪૪ ખાન, પાન, ભોગો, ઉપભોગોથી રહિત ગર્ભવાસથી માંડીને સાત વર્ષ, બે મહિના, ચાર દિવસ સુધી વાવજજીવન જીવીને વિચિત્ર શારીરિક, માનસિક, ઘોર દુઃખથી પરેશાની ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધ કરનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મના દોષથી સાતમીએ. ગયો. ત્યાંથી નિકળી તિય ગતિમાં કુંભારને ત્યાં બળદપણે ઉત્પન્ન થયો. તેને ત્યાં ચકી ગાડાં હળ અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. વળી અંદર કોહાઈ ગઈ. ખાંધમાં કમિઓ ઉત્પન્ન થઈ. જ્યારે હવે ખાંધ ઘોસર ધારણ કરવા માટે સમર્થ નથી એમ જાણીને તેનો સ્વામી કુંભાર તેથી પીઠ પર ભાર વહન કરાવવા લાગ્યો. હવે વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે તેની પીઠ પણ ઘસાઈને કોહાઈ ગઈ. તેમાં પણ કીડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ અને તેનું ઉપરનું ચામડું નીકળી ગયું, અને અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યાર પછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે, એમ જાણીને તેને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવઘાચાર્યનો જીવ સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મુકી દીધો. ત્યાર પછી અતિશય સડી ગએલા ચર્મવાળા, ઘણાં કાગડા કૂતરા કૃમિઓના કુળોથી અંદર અને બહારથી ખવાતો બચકા ભરાતો ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ વેદનાથી વ્યાપ્ત શરીરવાળો મનુષ્ય ગતિમાં મહાધનાઢ્ય કોઈ મોયના ઘરે જન્મ્યો. ત્યાં પણ વમન કરવાનું ખારા, કડવા, તીખાં, કષાએલા, સ્વાદવાળા ત્રિફલા ગુગ્ગલ વગેરે ઔષધિઓના કાઢા પીવા પડતા. હતા, હંમેશા તેની સાફસુફી કરવી પડે, અસાધ્ય, ઉપશમ ન થાય, ઘોર ભયંકર દુઃખોથી જાણે અગ્નિમાં શેકાતો હોય તેવા આકરા દુઃખો ભોગવતા ભોગવતા તેનો મળેલો મનુષ્યભવ નિષ્ફળ ગયો. એ પ્રમાણે હે ગૌતમ ! સાવઘાચાર્યને જીવ ચૌદ રાજલોકમાં જન્મ-મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણા લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોકની અનુવૃત્તિથી તીર્થંકર ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી અહિં શ્રી ૨૩મી પાર્શ્વનાથ તીર્થકરના કાલમાં સિદ્ધિ પામ્યો. હે ગૌતમ ! સાવધાચાર્યે આ પ્રમાણે દુઃખ મેળવ્યું. હે ભગવંત ! આવા પ્રકારનું દુસ્સહ ઘોર ભયંકર મહાદુઃખ આવી પડ્યું. તેને ભોગવવું પડ્યું. આટલા લાંબા કાળ સુધી આ સર્વે દુઃખો કયા નિમિત્તે ભોગવવાં પડ્યાં! હે ગૌતમ! તેં કાલે તેસમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત આગમ કહેલું છે. એકાંતે પ્રરૂપણા ન કરાય પણ અનેકાન્તથી પ્રરૂપણા કરાય, પરન્તુ અપકાયનો પરિભોગ. તેઉકાયનો સમારંભ, મૈથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દ્રઢપણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થિઓ માટે નિષેધેલ છે. અહિં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તો સમ્યગુ માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થાય છે, તેથી આજ્ઞા ભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. હે ભગવંત! શું તે સાવધાચાર્યે મૈથુન સેવન કર્યું હતું? હે ગૌતમ સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમજ નથી સેવ્યું તેમ પણ નહિ. હે ભગવંત! આમ બંને પ્રકારે કેમ કહો છો ! હે ગૌતમ! જે તે આયએિ તે કાળે મસ્તકથી પગનો સ્પર્શ કર્યો, સ્પર્શ થયો. તે સમયે તેણે પગ ખેચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181