Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 132
________________ 344 મહાનિસહ– 6-1274 બનાવવાને તેના લોહી બળાત્કારે કાઢે છે. કોઈક ખેડૂતનો ધંધો કરાવે છે. કોઈક ગોવાળનું કાર્ય કરાવે છે. દાસપણું, સેવકપણું, પગનો ધંધો ઘણા પ્રકારના શિષ્યો, નોકરી ખેતી, વાણિજ્ય પ્રાણત્યાગ થાય તેવા કલેશ પરિશ્રમ સાહસોવાળા કાય, દારિદ્ર, અવૈભવપણું, ઈત્યાદિક તેમજ ઘેર ઘેર રખડીને કર્યો કરવા. [૧ર૭પ-૧૨૭૮] બીજો ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણી ઢિણી શબ્દો કરતા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો કલેશ અનુભવતો ચાલે જેથી પહેરવાના કપડાં મળે, તે પણ જુના ફાટેલાં કાણાંવાળાં મહામુસીબતે મેળવ્યા હોય તે ફાટેલ ઓઢવાના મળેલા વસ્ત્રો આજે સાંધીશ-કાલે સાંધીશ એમ કરીને તેવાજ ફાટેલા પહેરે અને વાપરે. તો પણ હે ગૌતમ! સ્પષ્ટ પ્રગટ પરિક્રુટ પણે સમજ કે ઉપર જણાવેલ પ્રકારો માંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનકાર્યનો ત્યાગ કરીને ભોગપભોગ તેમજ દાન આદિને છોડીને ખરાબ અશન-ભોજન ખાય છે. [૧ર૭૯-૧૨૮૦ દોડાદોડ કરીને છૂપાવીને બચાવીને લાંબા કાળસુધી રાતદિવસ ખીજાઈને, કાગણી-અલ્પપ્રમાણ ધન એકઠું કર્યું કાગણીનો અર્ધભાગ, ચોથો ભાગ, વીસમો ભાગ મોકલ્યો. કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે કોડ પ્રમાણ ધન ભેગું કર્યું. જ્યાં એક ઇચ્છા પૂર્ણ થઈ કે તરત બીજી ઈચ્છા ઉભી થાય છે. પણ કરેલા બીજા મનોરથ પૂર્ણ થતા નથી. [1281-1283 હે ગૌતમ! આવા પ્રકારનો દુર્લભ પદાથની અભિલાષા અને સુકુમારપણું ધમરંભ સમયે પ્રાપ્ત થાય છે, પરન્તુ કમરભમાં તે આવીને વિમ્બ કરતાં નથી. કારણકે એક કોઈના મુખમાં કોળીયો ચાલુ છે ત્યાં તો બીજાઓ આવીને તેની પાસે શેરડીની ગંડેરી ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી. અને લાખો સ્ત્રીઓ સાથે ક્રિડા કરે છે. આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળા સાંભળીને એવી ઈચ્છા થાય છે કે તેની માલિકીના દેશોને સ્વાધીન કરું અને તેના સ્વામીને મારી આજ્ઞા મનાવું. [1284-128] સીધે સીધા આજ્ઞા ન માને તો સામ, ભેદ, દામ, દંડ, વગેરે નિતીઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી. તેની પાસે સૈન્યાદિક કેટલા પ્રમાણમાં સામગ્રી છે. તેનું સાહસ જાણવા માટે ગુપ્તચર-જાસુસ પુરુષોદ્વારા તપાસ કરાવે. અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા કપડે એકલો જાય. મોટા પર્વતો, કીલ્લાઓ, અરણ્યો, નદીઓ ઉલ્લંઘન કરીને લાંબા કાળે અનેક દુઃખ કલેશ સહન કરતો ત્યાં પહોંચે ભૂખથી દુર્બલ કંઠવાળો દુખે કરીને ઘરે ઘરે ભટકતો ભીક્ષાની યાચના કરતો કોઈ પ્રકારે તે રાજ્યના છિદ્રો અને ગુપ્તવાતો જાણવા માટે પ્રયત્ન કરે છે, છતાં જાણી શકાતી નથી. ત્યાર પછી, જો કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પૂણ્ય પાંગર્યું હોયતો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે. તે સમયે તેને તમે કોણ છો? એમ પૂછે ત્યારે તે ભોજનદિકામાં પોતાનું ચારિત્ર પ્રગટ કરે. યુદ્ધ કરવા સજ્જ થઈને સર્વ સેના વાહન અને પરાક્રમથી ટુકડે ટુકડા થાય, તેમ લડીને તે રાજાને હરાવે. [1289-1292] કદાચ તે રાજાથી પરાભવ પામેતો ઘણા પ્રહાર વાગવાથી ગળતા-વહેતા લોહીથી ખરડાએલા શરીરવાળો હાથી ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે. તો હે ગૌતમ ! તે સમયે ગમે તેવું દુર્લભ વસ્તુ મેળવવા માટેની અભિલાષા, ખોટા ટેવ અને સુકુમાલપણું ક્યાં ચાલ્યું ગયું? જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181