Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 142
________________ 354 મહાનિસીહ-૧૩૮૨ સંદિભાઉ એમ કહીને એકાગ્ર ચિત્તથી શ્રતમાં ઉપયોગવાળો દઢવૃતિ પૂર્વક એક ઘડી ન્યુન પ્રથમ પોરસીમાં જાવજજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન કરે તેને દુવાલસ - પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત આપવું. અપૂર્વજ્ઞાન ભણાવાનું ન બની શકે તો પહેલાનું ભણેલું હોય તે સુત્ર અર્થ તદુભયને યાદ કરતો એકાગ્ર મનથી પરાવર્તન ન કરે અને ભક્તવર્ગ સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિકથા કરવામાં સમય પસાર કરી આનંદ મનાવે તો તે વંદન કરવા યોગ્ય ન ગણાય. જેઓને પહેલા ભણેલા નથી. અપૂર્વજ્ઞાન ગ્રહણ કરવાનો અસંભવ હોય તેમને પણ એક ઘટિકાનુન એવી પ્રથમ પોરીસીમાં પંચમંગલનું ફરી ફરી પરાવર્તન કરવાનું હોય, હવે જો તેમ ન કરે અને વિકથા કયા કરે અથવા નિરર્થક બહારની પંચાતો સાંભળ્યા કરે તો તે ભિક્ષુ અવંદનીય જાણવો. એ પ્રમાણે એક ઘડી ચુન પ્રથમ પોરિસીમાં જે ભિક્ષુ એકાગ્રચિત્તથી સ્વાધ્યાય કરીને ત્યાર પછી પાત્રા, માત્રક, કામઢ-પાત્ર કે વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપકરણ વગેરેને અવ્યાકુલપણે ઉપયોગ સહિત વિધિથી પ્રતિલેખના ન કરે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત જણાવવું હવે ભિક્ષુ શબ્દ અને પ્રાયશ્ચિત શબ્દ આ બંને શબ્દો દરેક પદો સાથે જોડવા. છે તે ભાજન ઉપકરણ વાપર્યા ન હોય તો ઉપવાસ પરન્તુ અવ્યાકુલ ઉપયોગ વિધિથી પ્રતિલેખના કર્યા વગર વાપરે તો દુવાલસપાંચ ઉપવાસ. આ ક્રમે પ્રથમ પોરિસી પૂર્ણ કરી. બીજી પોરિસીમાં અર્થગ્રહણ ન કરે તો પરિમનું પ્રાયશ્ચિત જો વ્યાખ્યાનનો અભાવ હોય તો, જે વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન કરે તો અવંદનીય, વ્યાખ્યાનનાં અભાવમાં કાળવેળા સુધી વાચનાદિક સ્વાધ્યાય ન કરે તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત ભિક્ષુકને આપવું. એમ કરતાં ત્યારે કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દેવસિક અતિસારમાં જણાવેલા જે કાંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિન્દન, ગહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કાંઈ કાયિક, વાચિક, માનસિક, ઉસુત્ર, આચરણ કરવાથી, ઉન્માર્ગનું આચરણ કરવાથી, અકથ્યનું સેવન કરવાથી, અકરણીયનું સમાચરણ કરવાથી, દુમ્બનિ કે દુષ્ટ ચિંતવન કરવાથી, અનાચારનું સેવન કરવાથી, ન ઈચ્છવા યોગ્યનું આચરણ કરવાથી, અશ્રમણ પ્રયોગ્ય વર્તન આચરણ કરવાથી, જ્ઞાન વિશે, દર્શન વિશે, ચારિત્ર વિશે, શ્રત વિશે, સામાયીક વિશે, ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો છ જીવનિકાયો, સાતપ્રકારની પિંડેસણા વગેરે, આઠ પ્રવચનમાતાઓ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ દશ પ્રકારનો શ્રમણધર્મ. તે વગેરેના તેમજ બીજા અનેક આલાપાક આદિમાં જણાવેલાનું ખંડન વિરાધન થયું હોય અને તે નિમિત્તે આગમન કુશલ એવા ગીતાર્થ ગુરુઓએ કહેલું પ્રાયશ્ચિત યથાશક્તિ પોતાનું બલ વીર્ય પુરુષાર્થ પરાક્રમ છૂપાવ્યા વગર અશઠપણે દીનતા વગરના માનસથી અનસન વગેરે બાહ્ય અને અત્યંતર બાર પ્રકારના તપોકર્મને ગુરુની પાસે ફરી પણ અવધારણ નિશ્ચિત કરીને અતિ પ્રગટપણે તહત્તિ - એમ કહીને અભિનંદે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત તપને એક સાથે સામટું અથવા ટુકડે ટુકડે વિભાગ કરવા પૂર્વક સમ્ય પ્રકારે કરી ન આપે તો તે ભિક્ષુ અવંદનીય થાય. હે ભગવંત! કયા કારણે ખંડ ખંડ તપ અથાત્ વચમાં પારણા કરીને વિસામો લેવા પૂર્વક તપ પ્રાયશ્ચિત સેવન કરે ? હે ગૌતમ ! જે ભિક્ષુ છ મહિના, ચાર મહિના, Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181