Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 125
________________ અધ્યયન 337 હોય નહિં. એમ વિચારીને કેવળીને વિનંતી કરી કે - હે ભગવંત! જે હું યથોક્ત પ્રાયશ્ચિતનું સેવન કરે તો મારે આ શરીર સાજું થાય ત્યારે કેવલીએ પ્રત્યુત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત આપે તો સુધરી જાય. રજ્જા-આર્યએ કહ્યું કે- હે ભગવંત! આપ જ મને પ્રાયશ્ચિત આપો. બીજા કોણ તમારા સરખા મહાન આત્મા છે? ત્યારે કેવલીએ કહ્યું કે હે દુષ્કરકારિકે? હું તને પ્રાયશ્ચિત તો આપી શકું પણ તારા માટે એવું કોઈ પ્રાયશ્ચિતું જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. રજ્જાએ પૂછ્યું કે હે ભગવંત! કયા કારણથી. મારી શુદ્ધિ નથી? કેવલીએ કહ્યું કે - જે તે સાધ્વીઓના સમુદાય આગળ એમ બડબડાટ કર્યો કે અચિત પાણીનો ઉપયોગ કરવાથી મારું શરીર સડીને નાશ પામ્યું. આ દુષ્ટ પાપના મોટા સમુદ્રયના એક પિંડ સરખાં તારા વચનને સાંભળીને આ સર્વે સાધ્વીઓના હૃદય ખળભળી ઊઠ્યા. તે સર્વે વિચારવા લાગી કે આપણે હવે અચિતજળનો ત્યાગ કરીએ પરન્તુ તે સાધ્વીઓએ તો અશુભ અધ્યવસાયની આલોચના નિંદા અને ગુરુ સાક્ષીએ ગણા કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત આપી દીધું છે. આ પ્રમાણે અચિતજળના ત્યાગથી તથા તે વચનના દોષથી અત્યન્ત કષ્ટ દાયક વિરસ ભયંકર બદ્ધ પૃષ્ટ નિકાચિત મોટો પાપનો ઢગલો તે ઉપાર્જન કર્યો છે, અને તે પાપ સમુદાયથી તું કોઢ રોગ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મા, કંઠમાલ આદિ અનેક વ્યાધિઓની વેદનાથી ભરપૂર એવા શરીરવાળી થઈશ. વળી દરિદ્રનાં દુઃખો, દુર્ભાગ્ય, અપયશ, ખોટા આળ-કલંક ચડવા, સંતાપ ઉદ્વેગ, કલેશાદિકથી. નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિશય લાંબા કાળ સુધી, જેવું દિવસે તેવું સતત લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે. આ કારણે હે ગૌતમ! આ તે રજ્જા-આયા અગીતાર્થપણાના દોષથી વચનમાત્રથી જ આવા મહાનું દુખદાયક પાપ કર્મને ઉપાર્જન કરનારી થઈ. [114-1146o અગીતાર્થ પણાના દોષથી ભાવ શુદ્ધિ પ્રાપ્ત થતી નથી, ભાવ. વિશુદ્ધિ વગર મુનિ કલુષતા યુક્ત મનવાળો થાય છે. દયમાં ઘણા જ અલ્પ નાના પ્રમાણમાં પણ જો કલુષતા-મલીનતા-શલ્ય-માયા રહેલા હોયતો અગીતાર્થપણાના દોષથી જેમ લક્ષ્મણા દેવી સાથ્વીએ દુઃખની પરંપરા ઉભી કરી, તેમ અગીતાર્થપણાના દોષથી ભવની અને દુઃખની પરંપરા ઉભી થાય છે, માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા તે સમજીને ગીતાર્થ બનીને મનને કલુપતા વગરનું બનાવવું જોઈએ. | ૧૧૪૩-૧૧પ હે ભગવંત! લક્ષ્મણા આય જે અગીતાર્થ અને કલુષતાવાળી હતી, તેમજ તેના કારણે દુઃખ પરંપરા પામી તે હું જાણતો નથી. હે ગૌતમ! પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર વિશે ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ કાલમાં એક એક ચોવીશી શાશ્વત અને અવિચ્છિન્નપણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની આ સ્થિતિ કાયમ ટકવાની છે. હે ગૌતમ ! આ ચાલુ ચોવીશીની પહેલા ભૂતકાળમાં એંસીમી ચોવીશી હતી ત્યારે ત્યાં જેવો અહિં હું છું તેવા પ્રકારના સાત હાથના પ્રમાણની કાયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ કરીએ, તેવા જ છેલ્લા તીર્થંકર હતા. તે સમયે ત્યાં જંબુદાડિમ નામનો રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામની ભાય હતી. એક પણ પુત્રી ન હોવાથી કોઈક સમયે રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવોની, કુલ દેવતાની, ચંદ્ર-સૂર્ય ગ્રહોની બહુ માનતાઓ [22] For Private & Personal Use Only www.jainelibrary.org Jaltreducation International

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181