________________ સત્ર-૩ 379 વૃક્ષોમાં જેટલાં પાંદડાં લાગેલાં હતાં તે બધાં અધોમુખ હતાં. આ પાંદડાં લાગેલાં હતાં તે અધાં અધોમુખ હતાં. આ પાંદડાં અતિવૃષ્ટિ આદિ વિપત્તિઓથી રહિત હતાં. જૂનાં પાન, ખરી પડ્યાં હતાં અને તેના સ્થાને નૂતન લીલો ચમકદાર પાન આવી ગયાં હતા. તેથી અંધકાર જેવું સદા વ્યાપ્ત હતું. એનાં જે પાન તેમજ પલ્લવ હતાં તે નવીન ઉગવાના કારણથી નવીન તરુણતાસંપન્ન હતાં. કોમળ, ઉજ્જવળ, ચલાયમાન એવી એની કંપળો હતી. પ્રવાલ અત્યંત કોમળ હતાં. શ્રેષ્ઠ અંકુરોથી વૃક્ષનો ઉપરનો ભાગ સુશોભિત હતો. એ વૃક્ષો હમેશાં સર્વત્રતુઓનાં પુષ્પોથી ખીલેલાં રહેતાં હતાં. હમેશાં એ વૃક્ષો ઉપર મયૂરો રહેતાં હતાં, નિત્ય પલ્લવિત, નિત્ય ગુચ્છાથી યુક્ત, હમેશાં એ વૃક્ષો જોડે જોડે પંક્તિબદ્ધ આજુબાજુમાં ઊભાં હતાં. હમેશાં નમેલા કુસુમિત, મયૂરિત, પલ્લવિત, સ્તબકવાન, ગુચ્છાવાળા,ગુલ્પિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત થઈ જુદાં જુદાં પિંડરૂપ મંજરીના શિરોભૂષણોથી સદા યુક્ત હતાં. તે વૃક્ષો પોપટ મયૂર, મેના, કોયલ, કોભગક, શૃંગારક, કોંડલક, ચકોર, નંદીમુખ, તેતર, બટર, કારંડક, ચક્ર વાક, કલહંસ બતક, સારસ અનેક પક્ષીઓનાં યુગલના ધર્ઘ તથા મધુર સ્વરવાળી. વાણીથી યુક્ત હતાં. તેથી મનોહર લાગતાં હતા. મદથી ઉન્મત ભ્રમર-ભ્રમરીઓનો સમૂહ પુષ્પોના રસને પીવા માટે લોલુપ જૂની ગણગણાટ કરી રહ્યા હતા. અંદરના ભાગ માં પુષ્પ તેમજ ફળથી તથા બહારના ભાગમાં પાનથી આ વૃક્ષો વ્યાપ્ત હતા. મીઠા ફળ વાળાં હતાં. રોગરહિત અને કાંટારહિત હતાં. અનેક પ્રકારના ગુચ્છા, ગુલ્મોથી શોભિત હોવાના કારણે રમ્ય શોભતાં હતાં. શુભ ધ્વજાવાળાં હતાં વાવ, પુષ્કરિણી, દીર્ઘકાઓ હતી. તેના ઉપર સારી રીતે બનાવેલ સુંદર ઝરુખા હતા. પુદ્ગલોના સમૂહરુપથી દૂર દૂર સુધી ફેલાઈજનારી સુંદર સુંગધ આવતી હતી. આ વૃક્ષો મહાન ગંધની પરંપરાને છોડતા હતા. અનેક પ્રકારના ગુચ્છા અનેગુલ્મોથી બનેલા મંડપ, ઘર, સુંદરમાગ, પતાકાઓથી સુશો ભિત હતા. વૃક્ષોની નીચે અનેક રથ, યાન, બગી, શિબિકાદિ મૂકવામાં આવતી. સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ-હતા, [4] તે વનખંડની મધ્યમાં એક વિશાળ અશોક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચેનો ભાગ કુશ તેમજ અન્ય તૃણાદિકથી રહિત હતો. મૂળ, કંદવાળો યાવતું તેની નીચે રથાદિને છોડવામાં આવતા, સુરમ્ય, પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરૂપ હતું. તે અશોકવૃક્ષ તિલક, બકુલ, લકુચ, છત્રોપ, શિરીષ, સપ્તવર્ણ, દધિવર્ણ, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદમ્બ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિય, પ્રિયંગુ, પુરીપત્ર, પીપલ, નંદિ આ સર્વ વૃક્ષોથી સર્વ દિશા ઓમાં અને વિદિશાઓમાં ઘેરાયેલ હતું. તે તિલક, બકુલ, લકુચ યાવતુ નંદિવૃક્ષોનો નીચેનો ભાગ કુસ તથા અન્ય ઘાસા દિથી રહિત હતો. મૂળ કંદવાળા હતા. સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરુપ, પ્રતિરુપ હતાં. તે તિલક યાવતુ નંદિવૃક્ષો પણ અન્ય અનેક પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આમ લતા, વનલતા, વાસંતિલતા, અતિમુક્તતકલતા, કુંદલતા, શ્યામલતા ' ઓથી સમસ્ત દિશા અને વિદિશાઓમાં ઘેરાયેલાં હતાં. તે પાલતાઓ નિત્ય પુષ્પોથી યુક્ત હતી. તેથી તે પ્રાસાદિક, દર્શનીય, અભિરુપ, પ્રતિરુપ હતી. [5] તે અશોકવૃક્ષની નીચે સ્કંધ થડથી જરા દૂર નીચેના ભાગમાં એક વિશાળ પૃથ્વીશિલાપટ્ટ હતો. તે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈમાં સરખો હતો. આંજણ, મેઘ, તલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org